લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૧૨૧ ) <poem>

તને જોવા કેરી અમ હૃદય ઈચ્છા નવ કરે, અને દેખી તારૂં વદન અતિશે અંતર ડરે; નવા રોગો નિત્યે શરી૨ મહિં સંક્રાન્ત કરતું, ખરે ! ખાટું ખારૂં અધિક અમને ખાધ ગમતું.

પરંતુ રોગોને નિજ બળ થકી નાશ કરતું, નવી શાંતિ આપી સકળ સુખથી દેહ ભરતું; નહિ પીવું ક્યારે કટુતર અરે ! અૌષધ ગમે, અને એવી રીતે હૃદય તુજ માંહે નવ રમે.

સુભાગી શાસ્ત્રોનાં વિમળ વચનોના શ્રવણથી, ગુરૂના સદ્બોધે, નરપતિ તણા નિત્ય ભયથી; અમારા આત્માને અવિરત અહંકાર ન મટે, પડે તારી છાયા પલક મહિં તે પીગળી પડે.

મહા માનાદ્રિના પ્રખરતર શૃંગો પળ વિષે, પડે તારી પાંખે ધરણિ તલમાં ચૂર્ણ થઈને; મટાડીને મસ્તી મનુજગણુને મ્હાત કરતી, ચલાવે ચીલામાં શિર પર રહી તું શુભ સૂણિ.

અમારી અાંખેાનું અતિઉચિત તું અંજન અરે ! ચડેલાં, ચ્હોંટેલાં પડળ સઘળાં સત્વર હરે; પછી પામી દૃષ્ટિ, નવલ બળ, સંસાર પથને, ઉમંગે આ લેાકે સુરસદનનાં સર્વ તરૂને