આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ગ્રહી કરપાત્ર આ ઘડી ઘડી શું ઉગામી રહો ? શિર પર છેદ કૈં કરી કરી ક્યમ દૂર ખસો ? અહીં તહીં આ પડ્યાં વિવિધશસ્ત્ર વિઘાત તણાં, પણ નહિ હું સજું શઠ પ્રીતિ શઠતા ગ્રહવા.
તમ સહવાસથી અધિકક રમ્ય દીસે મરવું, ખલજનસંગથી ઉચિત સંગતિશૂન્ય થવું; નથા શુણવા જરી તમ તણુ મુખમંત્ર હવે, શઠ ઉરને હજો મલિન મંત્ર મુબારક એ !
નહિં તમ આંગણે નિવસવું ઘડી એક ગમે, શત બળથી હણો હૃદયને કરી કોપ ભલે; દઈ બલિ, દેવીનું ક્ષુધિત અતર તૃપ્ત કરો, વિજય તણું ભલે ઉર વિષે અભિમાન ભરો !