લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
<poem>

મર્મવ્યથા હૃદયરેાદનથી બતાવી, ઉંડાં અનેક પડ અંતરનાં ઉખેડી, સત્સ્નેહસૂત્ર સહજે જગને જણાવી, સંક્રીડતો પ્રણયવિગ્રહ જ્યાં કલાપી.

સત્યાગ્રહી, અચલ, ઉજ્જવલ ને યશસ્વી, સત્કર્મવીર, સુરતેજભર્યો, તપસ્વી; ધૂમી રહ્યો કમર વિશ્વહિતાર્થ બાંધી, જેનો સુપુત્ર જનતાર્પિતદેહ ગાંધી.

જ્યાં વિશ્વના છલભર્યા પથથી વિખૂટાં, ઝેરી પ્રપંચ-પવમાન-પ્રસંગહીણાં; નિર્દોષ કૈં કૃષિકદંપતી ભેદ ભૂલી, મૂંગે મુખે મથી રહ્યાં કૃષિકર્મસેવી.

અજ્ઞાત જ્યાં અતિથિ પૂજન પૂર્ણ પામે, સર્વ સ્થળે નિજ નિવાસ શી શાંતિ સેવે. જ્યાં પ્રાણીમાત્ર ભયથી રહી મુક્ત રાચે, જયાં પૂર્ણ વિગ્રહવતી કરૂણા વિરાજે.

લજ્જાભર્યા અજબ કૈં અવગુંઠનેથી, સૌશીલ્યથી, વિનયથી, નત મસ્તકેથી; નિષ્કામ સ્નેહરસથી, દ્રવતી દયાથી, શોભાવતી સદન જયાં શૂચિ સદ્મલક્ષ્મી