આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
આકર્ષણો અતિ અલૌકિક ૨મ્ય જેનાં, ઈદ્રાસનો અહીં તહીં અથડાય જેમાં; જેમાં રહ્યું હૃદય, જે હૃદયે રહેલું, અન્યોન્યભાવ, રસ, ઐક્યથકી ભરેલું.
સંસારના સુખદ શોભન સ્વર્ગ જેવું, આનંદનું, પ્રણયનું ગૃહ એ અમારૂં: સૌન્દર્ય જ્યાં સકળ વિશ્વ તણું વિરાજે, ને ન્યૂનતા વિભવમાત્ર તણી મટાડે.