આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૨૩ )
રાત્રિકૌતુક
( દ્રુતવિલંબિત )
વિહરણશ્રમ, સર્વ નિવારવા, જ્વલિત અંતરતાપ બુઝાવવા; સુખદ શાંતિસુધા-રસ સિંચવા પ્રતિ નસે નસ વિક્રમ પૂરવા.
થઈ કૃતાર્થ, મહા યશ મેળવી, અનવલંબન પંથ પૂરો કરી; શ્રમિત સૂર્ય ભલે સુખ સેવવા, નિવસતો જઈ અસ્ત સમુદ્રમાં.
સબળ એકલ વીર વહી જતાં, બહુ કુતૂહલ વ્યોમ વિષે થતાં; સહન સર્વ કરી ધૃતિ ધારશું, વિરહ વલ્લભનો ઉર વેઠશું.
ગગન વિશ્વ અનાથ થયાં ગણી, રસભર્યો સહસા રજનીપતિ; ધરી પરિવૃઢવેષ વિરાજતો, લલિત હાસ્ય થકી લલચાવતો.