લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૪ર )

<poem>

ચોપાસે ઘેરતાં ઉભાં બાલુડાં તૃણબાળકો, અપીરી પૂછતી એને અજાણ્યો પંથ પ્રેમનો.

શિશુક એ શુણીને હસતાં હતાં, ૨હી સમીપ ઘડી ઘડી ઘેરતાં; કંઈક ખીજવવા દિલ દોડતાં, અમલ અંતરને અકળાવતાં.

રાંકડું ચિત્ત ઉત્કાનું એ ચેષ્ટા ન સહી શકે, બિચારી ગાભરી બાળા ધૈર્ય છેાડી રડી પડે.

જનની પાસ જઈ પથ પૂછવા. ઢળતી સંભ્રમથી કંઈ વેગમાં; પણ અચાનક લજ્જિત થૈ જતી, કંઈ હસી પડી મૌન ગ્રહી જતી.

અનેરી સ્નેહની પીડા, નહિ સ્વાન્ત સહી શકે, તથાપિ શી દશા ભૂંડી ! કેાઈને ન કહી શકે !

ઉર વિષે ઉર–તાપ શમાવવો, મુખ વડે રસ ભિન્ન જણાવવો: રૂદનમાં પણ હાસ્ય બતાવવું, અહહ ! સંસતિશાસ્ત્ર દીસે નવું !

કંઈ દૂર દીસે વ્હાલે સુભાગી સ્નેહ–સોબતી, દેખ્યો ને ઓળખ્યો અને સ્નેહની દિવ્ય દૃષ્ટિથી. ૩૫૨