લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૬૦) <poem>

એ તારી સુરભિ તણું સ્થળ સ્થળે સામ્રાજ્ય દેખાય છે ને તારા સહવાસ આ વનચરો એ કારણે ચ્હાય છે માને છે કૃતકૃત્યતા અનિલ આ તારા સુસંસર્ગથી ને ભોગી ભ્રમરો ત્યજી કુસુમને, શોધે તને સ્નેહથી

અંતર્દષ્ટિ થકી, કંઈ મનનથી, ને શાન્ત સન્ધાનથી શાપી લે નિજ સ્વાન્તમાં, ભ્રમણને વ્યાપાર વ્હાલા !ત્યજી કાઢયા તેં દિન કૈંક મોહવશ થૈ ખાલી પ્રયત્ને ખરે ક્યાંથી બાળ કટિ તણું પર ધરે શોધ્યા છતાં સાંપડે!

લાખો સૌરભલુબ્ધ લુબ્ધક તને સર્વત્ર શોધી રહ્યા આકર્ષાઈ અનન્ય લક્ષણ વડે આતુર એ આવતા છોડી સાવધતા, બની વિકળ તું જો લક્ષ્યમાં આવશે તો એ નિષ્ઠુર સ્નેહશૂન્ચ તુજને રે ! માનવો મારશે

કિંવા લોભ થકી બની વિવશ તું એની સમીપે જશે કે કો શ્વાપદને નિહાળી સહસા ત્યાં સુંઘવા દોડશે તેાએ એ ગતિ રંક રંકુ ! વસમી તારી ઘડીમાં થશે ને આ સૌરભધામ પામર જનો સ્વચ્છંદ લૂંટી જશે

માટે મિત્ર ! વિચારવારિધિ તણા મિથ્યા તરંગો ત્યજી દિગ્મૂઢત્વ અને અગાધ ઉરનું અજ્ઞાન દૂરે કરી આત્માનંદ અવર્ણ્ય એ સુરભિનો તું સ્નેહથી સેવજે ને આકર્ષણ વ્યર્થ આ વિપિનનાં રે ! ભ્રાંત ! ભૂલી જજે