આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સૌન્દર્યની પ્રકટ સીમ ન જ્યાં જણાય; ભૂડું અહંપદ ન જયાં ઉરમાં ભરાય; ત્યાં સ્નેહ વર્ષતી સરસ્વતી રાસ ખેલે, કલ્લેાલતી સુકવિતા રસમત્ત ડોલે.
તેના તરંગ સહુ તું ઉર ઝીલી લેતો, ને વિશ્વને વિમળ એ રસ લાવી પાતો; જે ગુહ્ય દૃશ્ય નહિ સૂર્ય શકે નિહાળી, તે દેખતો સહજ તું દૃગ લક્ષ પામી.
એ દિવ્ય દર્શન તણો અધિકાર જેને, દૃષ્ટિ ગમે જગ તણી જડ કેમ તેને ? તે વિશ્વનું ત્યજી વિલોકન અંધભાવે, સંસારમાં રહી સુરત્વ ન કેમ સેવે ?