આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
( ૭૨ )
હું એ નાટકમાં સખી ! સફલતા પામી શકું ના જરા, તેથી નાયક સ્વાર્થ અંતર થકી ક્રોધે ભરાતો સદા, જોને ! કોટિ નટો અહીં કુશળતા કેવી બતાવી રહ્યા ! તેને પ્રેક્ષક તાળીએ દઈ દઈ કેવા વધાવી રહ્યા !
એની વાકપટુતા અને અભિનયો પામે પ્રશંસા ધણી, ને સત્કાર થતો જણાય સઘળે એ સર્વ કેરો અહીં, શું આ કૈતવ ઈષ્ટ છે પ્રણયને, કે સ્વાર્થ-સંદેશ છે ! તે કેાઈ પ્રણયી–રસાર્દ્રહૃદયી દેશે બતાવી મને !
માન્ય ઈષ્ટ નિપાત તેં પ્રિય તણા સાન્નિધ્યને સેવવા, દૈવી વૈભવની સ્પૃહા નવ રહી એ સ્નિગ્ધ ચિત્તે અહા ! તારી નિષ્ફળતા ભલે ભરત ને દેવો વિલોકી હસે, માન્યો પ્રેમ તણો વડો વિજય મેં જે સર્વથા યોગ્ય છે.
ઈચ્છું હું પણ પાત નાટક થકી શુષ્કત્વને છોડવા, સત્તા સ્નેહ તણી સદૈવ વિલસે એ સર્ગને શોધવા; જેમાં ના કંઈ ગેાપનીય, ન કદી ઉચ્ચારવું અન્યથા, ને ભીતિ ન નિપાતની હૃદયને સ્પર્શી શકે સર્વથા