લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

( ૭૪ )

<poem>

બહુ દ્વંદ્વના સંગ્રામ ને ઉંડા અવાજો એમના, ઘેલો કરે ઘમસાણ, મારા પ્રાણ ! કયાં પામું તને ? વ્હા

સંધ્યા તણા સંગીતથી વન-પંખીડાં અધીરો કરે, ક્યાંથી વટાવી વાટ વેગે આજ આલંબુ તને ? વ્હા

શક્તિ તણું અભિમાન છોડી, આશ અંતરની ત્યજી, બેઠો બની બલહીન, દિલનો દીન સંભારૂં તને. વ્હા

અંતર અધુરા એક પદનું, કે હજારો ગાઉનું, તું કાપવા કરૂણા કરે તો સ્હેજમાં સેવું તને, વ્હા