લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

(૮૨)

<poem>

પ્રણયનો પાર ના પામે હજારે માસ કે વર્ષો, અરે ! શો આશરો એમાં બિચારા બે દિવસ કેરો ?

સમયની ક્ષુદ્ર સીમામાં પ્રણય પૂરાય શી રીતે ? સમયથી માપ પ્રીતિનું કહે લેવાય શી રીતે ?

અરે ! સંતોષને માટે હતા દિન બેજ શું બાકી ! અને ત્રીજે દિવસ વ્હાલા ! ઉપેક્ષા શું હતી મારી ?

વિયેાગે પ્રેમનાં પાત્રો સદા સંયેાગ સેવે છે, પ્રસંગો સર્વ પ્રીતિના પ્રતિપળ ત્યાં પ્રકાશે છે.

હૃદય કરતાં વપુ કેરૂં વધારે મૂલ્ય શું માને ? પરોક્ષે પ્રેમીઓ પૂરો નહિ સંબંધ શું સાધે ?

કદી આનંદને માટે મને તું રોકવા માગે, પ્રણય છે અંતરે જેને સદા આનંદ એને છે.

સમય-સાફલ્યને માટે કહે તે યોગ્ય ના ભાસે, જીવન-સાફલ્ય પ્રેમીને, સમય-સાફલ્ય તો સ્હેજે !

વધારે રોકવા કેરો સુહૃદનો ધર્મ જો ધારે, થઈ અદ્વૈતની સિદ્ધિ, પછી શો ધર્મ છે તારે ?

અને સંસારના ધર્મો પ્રણયનાં પાત્ર ના પાળે, નહિ સંસારને પંથે પ્રવાસી પ્રેમના ચાલે.