લખાણ પર જાઓ

પૃષ્ઠ:Strotasvini.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
(૮૩)
<poem>

સુહૃત્સહવાસથી સ્હેજે જગતજંજાળ ભૂલાયે, અને એ કારણે મુજને મથે તું રોકવા માટે.

પરંતુ સ્નિગ્ધ અંતરને નહિ જંજાળ કો શોષે, દૃશદ્ લૌકિક દુઃખોના પડી ત્યાં પીગળી જાશે.

પ્રણયની સંસ્મૃતિ માંહે જગતની વિસ્મૃતિ સ્હેજે, સદા એ સંસ્મૃતિ સેવી, હૃદય રાચી સુખી રે'જે.