પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શનગદ્યાવલિ. શકે છે, અને આભભાવનાના વેગરૂપ વિવેકની મસ્તીથી, વિરાગની અનાસક્તિથી, શમના માનિયથી, દમના ઇદિયજયથી, ઉપશમની ઉદાસીનતાથી, તિતિક્ષા જે સર્વ દુ:ખનું સહન તે સરલ અને સહજ થઈ આવે છે. એમજ એજનું રક્ષણ થાય છે. નિઃસાર વાદવિવાદ, સ્તુતિનિંદા શ્રવણ કરવા કરાવવાના સ્વાદ, એ સર્વ તિતિક્ષાને અંગે ધ્યાનમાં રાખવાનું છે. જે વિવાદનું ફલ તનિશ્ચય નથી, જે વિવાદથી પૃછકની જિજ્ઞાસા તૃપ્ત થઈ તેના અધિકારમાં વૃદ્ધિ થવારૂપ લાભ નથી, તે વિવાદ કેવલ વિક્ષેપરૂપ અને આજના વ્યયરૂપ છે. એ વિવાદ કરવા કરતાં અજ્ઞાની, મૂર્ખ, પ્રપંચી, આદિ આક્ષેપને સહન કરવારૂપ તિતિક્ષા રાખવી એજ સાધકને ઈષ્ટ છે. એમજ જગતના સ્તુતિનિંદાથી ભય પામી તેની ચિંતા કરવી, તેને પ્રાપ્ત કરવા કે પરિહરવા યતન રાખવા, તેનું સમાધાન કરવા જવું, એ બધી પ્રવૃત્તિ સાધકને નિરુપયેગી છે. તેની પણ તિતિક્ષા કરવી. એમ એજનો સંગ્રહ થાય છે. સાધનસંપત્તિથી આજનો સંગ્રહ કરવાનો હેતુ છે એમ કહેવાથી એવી શંકા થઈ આવશે કે હઠ પ્રક્રિયાઓ જે પ્રાણુના રોધ કરીને મનના વેગને પણ રાધ કરવાનો માર્ગ દર્શાવે છે તેના પ્રયોગથી આ પ્રકારે આજની વૃદ્ધિ કરવી સુલભ થઈ જશે. પરંતુ વારંવાર આપણે એ પ્રક્રિયાઓને રાજયેગના અનુયાયીને માટે નિષેધ કરતા આવ્યા છીએ તે લક્ષમાંથી જવા દેવું નહિ. આમભાવનાને અર્થે જે હૃદયવિરતાર અને હૃદયનો વેગ આવશ્યક છે તે પ્રાપ્ત કરવામાં હઠપ્રક્રિયાઓ લેશ પણ ઉપયોગી નથી. કેવલ આમભાવનાજ પરમપયોગી છે. જેના હૃદયને એકતાની અભેદભાવનાને વેગ લાગે છે, તેના અંતઃકરણની વૃત્તિમાત્ર તે વેગને અનુલ વર્તવા માંડે છે. અને તેને એક વિચાર સરખો પણ એ વેગના રંગ વિનાનો હોઈ શકતો નથી. આવા ઉંડા અને દૃઢ અભેદભાવનાના વેગને હઠક્રિયાસાધ્ય જે પ્રાણનિગ્રહ તે સહેજે સિદ્ધ થાય છે, જેને સાધારણ રીતે ઊંડા વિચારમાં પડીને ક્ષણ પણ થોભવાની ટેવ હરો તેણે લક્ષ રાખ્યું હશે તો તેના જાણવામાં હશે કે વિચારમાં પડતાની સાથેજ પ્રાણનો પ્રવાહ ધીમો પડે છે અથવા બંધ થયા જેવો લાગે છે. એકાગ્રતાથી લખતાં કે વાંચતાં પણ વારંવાર એજ અનુભવ આવે છે. તે રાજગના અભ્યાસીએ આમભાવનાના વેગમાં જ્યાં પિતાની સર્વ વૃત્તિને ઓગાળી દીધી છે ત્યાં પ્રાણુનિરાધ તેને સહજ અને સ્વતઃ સિદ્ધજ છે. જેમ જેમ તેની ભાવનાનો વેગ દૃઢ થશે, સામાન્ય ભાવના જ્યારે ધારણા રૂપ થશે, ધારણા જ્યારે ધ્યાનરૂપ થશે, ધ્યાન જયારે સમાધિરૂપ થશે, તેમ તેમ તેના પ્રાણ સ્વત:જ ક્ષીણ થતે થતે શાન્તવત થઈ જશે અને જેને હટાભ્યાસીઓ કેવલકુંભક કહે છે તે તેના અનુભવમાં આવશે. આવો અનુભવ થવાની સત્યતાની પ્રતીતિ કરાવનારાં મહાત્માઓનાં અનેક વચન છે, અને બૃહદારોપનિષદ્દમાં કહેલું" છે કે તત્ત્વજ્ઞાનસુત્રામતિ મરણ સમયે આતમજ્ઞાનીના પ્રાણનું ઉત્ક્રમણ થતું નથી, ત્યાં ને ત્યાંજ તેનો પ્રાણ શમી જાય છે, બ્રહ્મભૂત જ્ઞાની બ્રહ્મ થાય છે. બ્રહ્મભાવનાના વેગથી કેવલકુંભક સહજસિદ્ધ હોવાને લીધે, મરણ સમયે પણ પ્રાણનું ઉત્ક્રમણ ન થાય એ જ્ઞાનીઓ પરત્વે યથાર્થ જ છે. આમ હોવાથી એજના રક્ષણને અર્થે પ્રાણનો નિરોધ સાધવાની અને તે અર્થે હઠપ્રક્રિયાઓનો આદર કરવાની લેશ પણ આવશ્યકતા નથી. આમભાવનાને પ્રેમથી દઢ અને વિશાલ કરતે કરતે તે વેગવતી થશે એટલે હક્રિયાનાં કુલ તે સ્વાભાવિક રીતે સહજજ સિદ્ધ થઇ જરો: અને હસક્રિયાની જે હાનિએ છે તે થવા પામશે નહિ, આ પ્રકારે કેવલ રાanahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50