પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૦ અભ્યાસ જગના ક્રમ ઉપરજ લક્ષ આપી સાધકે શમાદિષસંપત્તિમાંની જે તિતિક્ષા તેનો અભ્યાસ રાખવાને છે. | તિતિક્ષા પછી શ્રદ્ધા અને સમાધાન એ બે સાધન પસંપત્તિમાંથી રહેલાં છે. તેમાં શ્રદ્ધા વિષે વિચાર કરવાનો હવે પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા એટલે અમુક વસ્તુ સત્ય છે એવું માનવાની લાગણી. શ્રદ્ધા બુદ્ધિના ધર્મ નથી, બુદ્ધિ તે શંકા, વિવાદ, તર્ક, ઉહાવે છે, શ્રદ્ધા નિય, સમાધાન, દ્રત્ત્વને વળગે છે. બુદ્ધિ જ્યાં વિચારમાં પાડી કશુ કરાવી શકતી નથી ત્યાં શ્રદ્ધા મહા પરાક્રમ કરાવી વિજય અપાવે છે. અર્થાત શ્રદ્ધા એ મનુષ્યના હૃદયની લાગણી છે, બુદ્ધિના વાદથી તે આવતી નથી. બુદ્ધિના વિલાસથી આપણે કેાઈને બેલતો બંધ કરી શકીએ પણ તેના હૃદયમાં આપણા કહેવા ઉપર શ્રદ્ધા ઉપજાવી શકીએ નહિ. શ્રદ્ધા એ કોઈ અપૂર્વ લાગણી છે; પ્રેમ શાથી થાય છે તે કહેવું જેટલું કઠિન છે તેટલું જ શ્રદ્ધા સાથી છે તે કહેવું કઠિન છે. | અા નાટ્ટર સર્વત્ર ૧ વિઘા = ૨ વૈવતમ્ સર્વત્ર શ્રદ્ધાજ કુલ આપે છે, વિદ્યા કે દેવતા ફલ આપતાં નથી. ગમે તેવા ઉત્તમ મંત્રાદિકનો જપ વિધિપૂર્વક કરે, અથવા ગમે તેવા, તત્કાલ પ્રત્યક્ષ થાય તેવા, દેવનું આરાધન કરે, પણ હૃદયનો દઢ વેગ તેના તે મંત્રની અને તેના તે દેવની ભાવનામાં વળગેલા રહે નહિ તો કશું ફલ નીપજતું નથી. વર્તમાન સમયમાં અનેક પ્રયોગોની નિફલતા થાય છે તેનું કારણ શ્રદ્ધાનો અભાવ એજ છે. શ્રદ્ધાથી સંકલ્પમાં બલ આવે છે અને બલવાન સંક૯પ કાર્ય ને સિદ્ધ કરી શકે છે. સાધારણ વ્યવહારમાં પણ જે વાત ઉપર શ્રદ્ધા નથી હોતી તે વાત થઈ શકતી નથી; તે સિદ્ધ કરવામાં ચિત્ત જ લાગતું નથી; બલાકારે લગાડાય તો કુલ થતું નથી. કાર્યસિદ્ધિનું રહસ્ય શ્રદ્ધા છે એ આપણને પ્રતિપદે અનુભવાય છે. શ્રદ્ધાનું લક્ષણ કર્યું છે કે शास्त्रस्य गुरुवावयस्य सत्यबुद्धयवधारणम् । सा श्रद्धा कथिता सदाभ यया वस्तूपलभ्यते ॥ શાસ્ત્રનાં અને ગુરનાં વચનો ઉપર સત્ય બુદ્ધિ રાખી તેમનું અવધારણુ કરવું, તેને સપુરૂ શ્રદ્ધા કહે છે, એનાથી વસ્તુની ઉપલબ્ધિ થાય છે. શ્રદ્ધાથી વરતુની ઉપલબ્ધિ થાય છે, અર્થાત વસ્તુ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધાને વાસ્તવિક ઉપયોગ એજ છે કે એનાથી વરતુની પ્રાપ્તિ થાય. અભેદમાર્ગાનુયાયી સાધકને સર્વત્ર સમતાના અતુલ અનુભવ અપાવી શકે એવા હૃદયવિસ્તાર પ્રાપ્ત કરી આપવામાં શ્રદ્ધાજ પરમપયોગી છે. વસ્તુ એટલે અત્રે અભેદાનુભવ તે શ્રદ્વાથી સિદ્ધ થાય છે એમ કહ્યું, પણ શ્રદ્ધાથી વસ્તુ પ્રાપ્ત થવામાં કાંઈક વિવેક રાખવો જોઈએ. - આંખો મીચીને, બુદ્ધિને શુન્ય કરી નાખીને, કાંઈ પણ જોયા સાંભળ્યા કે વિચાર્યા વિના, જે એક વાત પકડાઈ તેને વળગી રહેવું એવી શ્રદ્ધાથી વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. એવી શ્રદ્ધાથી તે દુરાગ્રહ, હઠ, અને ધર્મને નામે નકામી નકામી આભડછેટ અને વહેમની કુટેવાની જ વૃદ્ધિ થાય છે. એવી કુટેવાનું બીજ હૃદયના સંકોચ અને મનનું સાંકડાપણું, એ છે. એટલે જેને અંધશ્રદ્ધા કહે છે તેથી તે હૃદયના વિસ્તારને સ્થાને હૃદયને સ કાચ સિદ્ધ થાય છે અને વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. જે શ્રદ્ધાથી વસ્તુની ઉપલબ્ધિ થાય છે તેના બે વિભાગ છે, એક તો એ શ્રદ્ધા સાધકને પ્રથમે પિતાના ઉપર જોઈએ કે મારાથી અમુક વાત સિદ્ધા iandhi Heritage.Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust 50850