પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૬૮ અભ્યાસ દક્ષિણ એવી ક્રિયાના જે વિભાગ માનીએ છીએ તેમાં પણ અભિમાનની પુષ્ટિ કે અલિતમાનનો હાસ એજ નિયામક છે. વિવેકાદિ સમાધાનાન્તસાધન પણ સાભિમાન હોય અને અભિમાનની વૃદ્ધિમાંજ કારણ થતાં હોય તો તે વામમાર્ગ જ છે, અભિમાનનો એથી કરીને હાસ થતા હોય અને જે આદ્રતા, નમ્રતા, વિનીતતા, સાધકના પ્રથમ લક્ષણરૂપ છે તે વૃદ્ધિ પામતી હોય, તો એ બધા દક્ષિણ માર્ગ છે. શિષ્ય જ્યારે સાધનસંપન્ન થયો, અને અજ્ઞાનનિવૃત્તિના ઉપદેશક્રમ જાણવાનો અધિકારી થયો ત્યારે તેનામાં અહંકાર અને અભિમાન છે કે નથી, તેને આગળ જતાં જે વિકાસ થવાનું છે, તે વિકાસને અંગે તેનામાં સંક૯૫સિધ્ધિ પર્વતની જે જે સિધ્ધિઓ ૨૪રવાનો સંભવ છે, તે સર્વ પ્રસંગે તેના અભિમાન તેને વામમાર્ગે દોરશે કે તેના અભિમાનાભાવ તેને સ્વસ્વરૂપાનંદમાં સ્થાપશે, એ નિશ્ચય પૂર્વક સિધ્ધ થયાની પૂર્ણ આવકતા છે. અભિમાનાભાવરૂપ દૈવી સંપત્તિનો તે દૈવી જીવ છે કે અભિમાનની વૃધ્ધિ ઈચ્છનાર આસુરીસ પત્તિનો તે આસુરી જીવ છે; વિશ્વમાં સ્વરૂપાનુસંધાનનો માર્ગ પ્રસિધ કરી વ્યષ્ટિમાત્રને શુભ કરનાર તે થશે કે વિશ્વમાં રાગદ્વેષાદિ મિથ્યાચારનો પ્રપંચવિરતારી અશુભ કરનાર અસુર થશે; એ જોવાનું છે. ને એટલાજ માટે સાધકેનામાં મુમુક્ષુત્વ એ ચતુઈંસાધનની આવશ્યકતા છે. સાધનસંપત્તિ પ્રાપ્ત કર્યા છતાં, અહંકાર અને તેના નિદાનરૂપ અને જ્ઞાન તે સર્વ બંધરૂપ છે અને તે બંધમાંથી મુક્ત થવાની અધિકારીને તીવ્ર ઇચ્છા છે એમ નક્કી થવું જોઈએ. અહંકારાભાવનું લક્ષણ અતિશય આદ્રતા, નમ્રતા, પરિપૂર્ણ, સ્વસમર્પણ, તે સાધકનામાં આવવાં જોઇએ અહંકારથી દેહ૫ર્યત જે વિરતાર તેમાંથી આરતા ઉડી જવી જોઇએ, દેહ ઉપર જે અભિમાન તે કેવલ મટી ગયું હોવું જોઈએ એવા અધિકારીનેજ સાધનસંપત્તિથી પ્રાપ્ત કરવાનું અભેદસાક્ષાત્કારનું જ્ઞાન થઈ શકે છે; એમ ન હોય તો જ્ઞાન વાણીમાત્રમાં રહી આસુરભાવનું જ પોષક થાય છે. આ પ્રકારે ચતુર્થ સાધન શા માટે નિર્દેશ્ય છે. તે જાણ્યા પછી આપણે એ સાધનના સ્વરૂપ વિષે વિશેષ વિચાર કરી શકીશું. આપણે જોયું કે અજ્ઞાનકલ્પિત અહંકારથી આરંભી દેહપયં તને જે બંધ છે તેમાંથી મુક્ત થવાની ઇચ્છા તે મુમુક્ષતા છે; એ પણ જાણ્યું કે બંધનું સ્વરૂપ કેવું છે અને અહંકારને બંધ શા માટે કહ્યા છે; એમ પણ સમજાયું કે ત્રણ સાધનસિદ્ધ થયા છતાં મુમુક્ષતા એ ચતુર્થ સાધનની પરમ આવશ્યકતા છે. સાધકનામાં તીવ્ર મુમુક્ષતાને ઉદય થયાનું લક્ષણજા એટયું” કે તેનામાં વિનીતતા, આદ્રતા, રવસમર્પણ–ાડામાં કહેતાં અભિમાનાભાવ સિદ્ધ થતા જાય. શુભ કર્મનું પણ અભિમાન રહે નહિ એવી વૃત્તિ થાય તેમજ મુમુક્ષતા સિદ્ધ થત થતે સ્વસ્વરૂપને આનંદ અનુભવાય. જ્યાં સુધી અભિમાન છે ત્યાં સુધી જ્ઞાનના પ્રતિબંધજ જાણ. શ્વેતકેતુ સર્વ વિદ્યાસંપન્ન થઈ પિતાની સમીપ આવ્યા, ત્યારે બ્રહ્મજ્ઞ ઉદાલક તેને જોતાંજ સમજી ગયા કે પુત્રને વિદ્યાનું મહા અભિમાન વ્યાખ્યું છે, એની એજ વિદ્યાથી એને જે બ્રહ્મજ્ઞાન-અભેદીનુભવ-થવાના માર્ગ તે એના હાથમાં આવે એવું થયું નથી. ગુરના આશ્રમમાં રહી અનેક વર્ષ બ્રહ્મચર્ય પાળી સર્વ પ્રકારે શાન્તદાન્ત છતાં, પુત્ર હજી મુમુક્ષ થયો નથી, અભિમાનરૂપ બંધમાંથી મુકિતનો માર્ગ જેવાને તેની આંતરદષ્ટિ ઉઘડી નથી, એમ પિતાને સમજાયું. તુરતજ તેમણે પ્રશ્ન કર્યું': પુત્ર ! સર્વ વિદ્યા ભથ્થા, પંણુ જે એકના જાણવાથી સર્વ જણાય તે વિદ્યા ભણ્યા ? વિદ્વાન, વિનીત, વિચારવાન શિષ્ય તુરતજ સમજી ગયા, પિતાને ગુર માની તુરતજ વિદ્યાનું અભિમાન દર કાઢી નાખો, તેમને શરણ થઈ, ananifleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 18/50