પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. અતિ આ અને નમ્ર ભાવે ઉપદેશ યાચવા લાગ્યા. મુમુક્ષતા આવતાં ઉપદેશ મળ્યો અને જે અમર મહાવાકય અદ્યાપિ અને સર્વ કાલ માટે જ્ઞાતીઓનાજ્ઞાનાન્મુખ અંતરને ચેતાવવાનું અપૂર્વ સામર્થ્ય ધરાવે છે તે તત્વતિનો ઉપદેશ પામી કૃતય થયે. સાર કે અભિમાન એજ મુમુક્ષતામાં અને જ્ઞાનમાં પ્રતિબંધક છે. એના ત્યાગથી મુમુક્ષતાનો આરંભ છે. અત્ર કેટલાકને એક શંકા થવાનો સંભવ છે. પ્રવૃત્તિમાત્ર-શુભ કે અશુભ એવી પ્રવૃત્તિમાત્રના સાધક અભિમાન છે ત્યારે અભિમાનાભાવ સિધ્ધ કરતાં સાધનનું પણ અનુષ્ઠાન શી રીતે સંભવશે ? આ શંકાનું સમાધાન યથાર્થ પ્રકારે ન થવાથી ઘણાક સાધકે પોતાના અભ્યાસક્રમ ઉપર અવિશ્વસ્ત થઈ યત્નમાં શિથિલ થઈ જાય છે. એ શંકામાં બહુ સાર નથી, માત્ર થોડાક વિવેકનીજ અપેક્ષા છે. અહંકાર અને અભિમાન એ બે શબ્દો જાણે એક એકના પર્યાય હોય તેમ વપરાય છે ને તેથી આવી શંકાને અવકાશ મળે છે. પ્રવૃત્તિમાત્રમાં જે બંધકારક અને હેય છે તે અભિમાન છે. અહંકાર હેય નથી; અને પ્રવૃત્તિ અહંકારથીજ સંભવે છે, અભિમાનથી તે તેને વિશેષ વિસ્તાર થાય છે, તે પ્રવૃત્તિને અંતઃકરણને વધારે ઘસારો લાગે છે, અંતઃસ્થ એજના નિપ્રયજન વ્યય થાય છે. અહંકારથી કાય માત્ર સધાય છે, પણ અભિમાન તે તે કાર્યના રેલાનુંસંધાનમાંથી જન્મ પામે છે. અમુક કરવું તે અહં–બુદ્ધિ વિના નજ સંભવે, કર્તૃત વિના થઈજ ન શકે, પણ તે અમુકને કર્યા પછી પણ તેના વિષે આસક્તિ ધરવી, તેનાં લાભ હાનિનું મનન કરવું, તેના શુભાશુભ ફલથી અનુરક્ત થઈ પુનઃ તેમાં અંતરને રોકી રાખવું, એ જે અનિષ્ટ પર પરા પ્રત્યેક કાર્યની પાછળ સંકળાયેલી રહે છે તે અભિમાનકૃત છે. કાર્યને કર્યા છતાં તેના અભિમાની ન થવાનો ઉપદેશ સમગ્ર ગીતાશાસ્ત્રના કર્મયોગને રહયમાર્ગ છે; અને यस्य नाहंकृतो भावो बुद्धिर्यस्य न लिप्यते । हत्वापि स इमाँल्लोकान् न हंति न निबध्यते ॥ એમ કહ્યું છે તેનું પણ સ્વારસ્ય તેનું તેજ છે. જેને ‘અહંકૃતભાવ નથી અથાત કેવલ અહંકાર નથી એમ નહિ પણ અહંપ્રત્યયના અનુસંધાનથી થયેલા કાર્યની પાછળ જે અહંકારનો ભાવ લાભિસંધિરૂપે રહે છે તે નથી, અને અહંકારના ભાવ નથી તેમ બુદ્ધિ નામ અં. તઃકરણને તે કાર્યની પાછળ ઉભવતી અનિટ પરં પરાને લેશ પણ લેપ—અનુરાગ—નથી, એટલેકે એક શબ્દ કહીએ તે જેને અભિમાન નથી, તે ત્રણે લોકને હણે છતાં હણતા નથી, તેમ તે કર્મના ફલોનો ભાગી થતો નથી. મુમુક્ષતામાં જે સિદ્ધ કરવાનો છે તે અભિમાનાભાવ છે, અહંકારાભાવ નથી. અહંકારનો તે અહંગ્રહાદિસ્થાનને અર્થ, કેવલ સાક્ષીની ધારણાને અર્થે, સાધન પછીની પ્રક્રિયાઓમાં ઉપયોગ છે. સિદ્ધ થવાને સમયે જે છેવટનું વૃત્તિવિમરણ નાનીનો પરમ લક્ષણ છે. તે સાથે એ અહંકારનો પણ વિલય છે; વિલય કહો કે અન્ય પ્રકારના અવગ્ય વિસ્તાર કહે તે એકનું એક છે; પણ છેવટની કાટિ છે. મુમુક્ષતામાં તો માત્ર અભિમાનાભાવ સાધવાનીજ આવશ્યકતા છે, એટલે ઉક્ત શંકામાં બહુ સાર નથી. | વિવેક અને વિરાગ એ બેજ મુખ્ય સાધન છે; વિવેકના વિકાસ અને પરિપાક શમાદિસંપત્તિથી થાય છે તેમ વિરાગનો પરિપાક મુમુક્ષતાથી થાય છે. આમાનામવિવેકની પરીપકવ દશા જેમ શામાદિથી સમાધાનાન્ત એકાગ્રતા અને શાન્તિથી થઈ આવે છે તેમ ઈહામૃત્રલેGanahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 19/50