પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓફી. ૮ . સાધવાના યનો થાય છે. વ્યવહારમાં જે વાત પાપ કે ખાટી મનાય તેનું ધર્મથી સમાધાન થાય છે એમ લાકે માનતા થયા છે, તેમજ એવું પણ માનતા થયા છે કે ધર્મના નિશ્ચયની વિરુદ્ધ જે કાંઈ આચરવું પડે તેતે વ્યવહારને માટે ક્ષન્તવ્યજ છે. ધર્મનું જેમ સત્ય સ્વરૂપ ખાવાયું છે, તેમ વ્યવહાર અને નીતિનું પણ ખેવાયું છે. વ્યવહારને નિયમનાર કાંઈ રહ્યું નહિ, મનુષ્યજીવનનો ઉદ્દેશ શું છે એ બતાવનાર કાંઈ રહ્યું નહિ, એટલે વ્યવહાર યથાચિ પ્રર્વર્તવા લાગ્યો, અનેક પ્રકારનાં અહંવૃત્તિ અને સગવડ માત્રનાં ધોરણોને નીતિમાં ગણવાના પ્રચાર પડી ગયો. ધર્મમાં એટલી બધી શિથિલતા થઈ ગઈ કે એ વાત એક જૂની વાતને નામે માત્ર માન આપવા કરતાં વધારે ઉપયોગની રહી નહિ. આવી જાતની શિથિલતા આ દેશમાંજ નહિ પણ દેશપરદેશમાં થઈ રહી, જીવન એક કલહરૂપ અને નીતિ અહમમિકારૂપ ધડાઈ ગઈ, ને પરિણામમાં ઠેષ, ઈર્ષ્યા, વિગ્રહ, સ્વાર્થ, પ્રપંચ, વ્યભિચાર, ચેરી, એનો પ્રસિદ્ધ અને ગૂઢ એ અતિ વિશાલ પ્રચાર થયે. ખરેખ કલિયુગજ સર્વત્ર વ્યાપે. વહાલાંમાંથી હેત અને વટ જતાં રહ્યાં એમ વૃદ્ધજનો કહેવા લાગ્યા, અને દ્રોહનાં સાધનોની ઝીણુવટા રચવામાં વિદ્યા કલા અને ચાતુના ઉપગ થવા લાગ્યો. અર્વાચીન અનWવિદ્યાના અને ભ્યાસથી મનુષ્યમાં જૂહની પરિપૂર્ણ વૃદ્ધિ થઈ, પોતે પિતાનેજ છેતરવા લાગ્યાં ત્યાં પારકાની પ્રતારણાની તો સમાજ ન રહી. વાકપાંડિત્યમાં સર્વ નીતિ, સવ સભાવ સર્વ ઉત્તમતાની સીમા આવી; તત્ત્વતઃ તો સ્વાર્થ અને તદંગભૂત મલિનતાને છુપાવવાના વાણીરૂપ યત્નો થવા લાગ્યા. આ અને આવીજ વાતો આપણે પ્રત્યેક દેશના પ્રત્યેક જાતના સુધારો પાસેથી સાંભળીએ છીએ. ધર્મને સુધારો કરનારા, મંડલીના સુધારે કરનારા, નીતિને સુધારે કરનારા, રાજ્યના સુધારે કરનારા, અને તે સ્વદેશીય કે વિદેશીય સર્વે આની આજ વાત કહે છે, ને પરિતાપ જણાવે છે. મનુષ્યના શરીર અને તે શરીરને જોડાયેલું તેનું મન (જેને આપણા શાસ્ત્રમાં કામના કે વાસના કહીએ ) તે બેને જેમાં પરિતોષ થાય એવી વ્યવસ્થાનો સમય પ્રવર્યો, અને તેનાં પરિણામ આવાં શોચનીય થયાં. આવે સમયે આખા જગતને પ્રાચીન ભાવનાની મહત્તા સમજાવનારે અને તે ભાવનાથી થતા લાભ બતાવવાનો યત્ન કોઈ પણ સુજ્ઞ જનને અયોગ્ય કે અનુચિત લાગશે નહિ. પ્રાચીન વાતાનો જે અનાદર કરવાની ટેવ અર્વાચીન દુનીયાંને પડી છે, અને જાતે જે ટેવનાં પરિણામ મંડલમાં તેમ ઘરે ઘરમાં કહલ અને અસંતોષ તથા સ્વાર્થ અને પ્રસારણ વધારવારૂપેજ પ્રકટ થયાં છે તે ટેવ જે પ્રકારે મટે અને પ્રાચીન વાતાને માન આપી તેમની ભક્તિ કરવાની રુચિ થાય એ અર્થે જે કોઈ પ્રયત્ન હોય તે સર્વથા મનન કરવા યોગ્ય, માનને પાત્ર, અને આખી દુનીયાંના ઇતિહાસમાં નાંધી રાખવા લાયક બનાવ છે એમાં કાંઈ સંશય નથી. જે જે દેશમાં અને જે જે વ્યવસ્થામાં આજ પર્યત સુધારા કરવાના યત્નો થયા તે સર્વ કરતાં આ યત્ન સાર્વદેશિક અને સર્વોપકારક છે એમ નિર્વિવાદ રીતે સમજાય છે, અને તે માટેના વ્યાપાર સર્વ રીતે આદર કરવા જેવો છે. દેશનું, રાજ્યનું, મંડલનું, ધર્મનું, વિચારનું, નીતિનું, ઘરનું, અને વ્યક્તિનું', સર્વનું–આખી દુનીયાંનું–કલ્યાણ એ યત્નની સિહિમાંજ રહેલું છે. આ યત્ન થીઓસેટીએ ચલાવ્યો છે, તે કાંઈ નો નથી પણ સમયથી ચાલતાજ છે, પણ અવૉચીન સમયમાં તેને સબલ કરનાર થીઓસૈકી એ નામધારક ભડલ છે. એ યન આ રીતે યોગ્ય હોય, યોગ્ય સમયે હાય, તેપણુ પૂર્ણ છે, પરંતુ આગળ anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 39/50