પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓસોફી,. ૯૩ લાગ્યાં છે. શુષ્કનિવૃત્તિ માર્ગના જે તામસમાર્ગ ધર્મને નામે પ્રચલિત થવા પા હતા તેને સ્થાને આદ્રપ્રવૃત્તિમાર્ગના કર્મયોગની સાત્વિક ભાવના પ્રાધાન્ય પામતી જાય છે. હાગ જે શરીરમાત્રને મળે છે તેનો અનાદર કરી રાજગ જે અંતઃકરણનેજ કેળવે છે તેના ઉપર આર્ય દેશની અભિરુચિ થઈ છે. શરીરમાત્રને સંભાળતો પાશ્ચાત્ય ઝળઝળાટ અને અત્ર વ્યાપેલે હઠમાત્રના અંધકાર તેના ગુરુ શિષ્ય સંબંધ ત્વરાથી થઈ જાય એમાં આશ્રય નહિ; પણ એ સંબંધ તે બ્રાન્ત એવા ગુરુ શિષ્યને ભ્રાન્તિને વધારનારજ છે એમ સ્વામીજીએ સિદ્ધ કર્યા પછી થીઓસોફીની ભાવનાએજ આંતર એવા રાજયોગના રાજમાર્ગ આપણને પ્રસિદ્ધ કરી આપે છે. અને એ રાજમાર્ગ તેજ અભેદભાવનાને માર્ગ છે. આર્યવર્ત જ નહિ પણ સમગ્ર જગત આજકાલ એ ભાવના ઉપર જોઈ રહ્યું છે. આર્યાવર્તના પ્રાચીન જ્ઞાનરાશિની ગહનતામાં પ્રવેશ પામવા સર્વ કેાઈ ઉત્સુક છે. મહાત્મા બુદ્ધ અને અદ્વૈત વેદાન્ત એ બે ભાવના દિનપ્રતિદિન પાશ્ચાત્ય દેશોમાં વધારે સત્કાર પામતી જાય છે એમ ત્યાં પ્રસિદ્ધ થતા ગ્રંથો ઉપરથી કહી શકાય છે. કમર અને પુનર્જન્મનો વિચાર ધીમે ધીમે ત્યાંના લોકોના મનમાં ઉતરતા જાય છે, અને પ્રે૦ મેક્ષમૂલરે પણ પ્રસિદ્ધ રીતે તે ભાવનાઓની સત્યતા સ્વીકારી છે. સામયિક પ જોતાં અધ્યાત્મવિદ્યા અને મંત્રતંત્રની ઉપાસના સંબંધે પંદર વર્ષ પર હશે તે કરતાં બમણાં આજ નીકળે છે; અને પુરતમાં પણ થીઓસાફીની ભાવનાઓનો સ્પર્શ દીઠામાં આવે છે. ધર્મગુરુઓ પણ પોતાના વ્યાખ્યાનમાં કોઇવાર થીઓસોફીના વિષય ભાવપૂર્વક રાખે છે. ભૈતિક એવાં પદાર્થવિજ્ઞાન, રસાયન આદિ શાસ્ત્રનું વલન પણ ધીમે ધીમે આ ભાવનાને અનુરૂપ થતું જાય છે. પાશ્ચાત્ય દેશામાં ધર્મની ભાવના ક્રીસ્થીઅન ધર્મમાં સ્પષ્ટ રીતે સુવિદિત છે, પણ અધક સંકાથી દૃઢ થયેલા જડવાદ અને નાસ્તિકવાદને લીધે તે ભાવનાઓ હાથમાં ન રહેલી હોવાને લીધે, એ ધર્મભાવના નહિ જેવીજ અસર કરી શકે છે. ઐહિક, સુખ, બાહ્ય સમૃદ્ધિ અને સ્વાર્થ પરાયણ વ્યવહાર એ કરતાં જીવનનો બીજો ઉદ્દેશ જ નથી એવું ત્યાં મનાયું છે, અને ત્યાંના લોકોમાં વ્યાપાર રોજગાર કલા કારીગરી આદિ બાહ્ય પ્રવૃત્તિની જેમ પરાકાષ્ટા છે. તેમ તે સર્વ પ્રવૃત્તિમાં હડહડતા અનાચારની પણ પરાકાષ્ઠા છે. કહેવાની મતલબ એમ નથી કે ત્યાં પણ સદાચાર, ભવ્યતા, પૂજ્યતા ઉત્તમતા છે નહિ, પણ પ્રમાણમાં દુષ્ટતા અને અનાચારનો વધારે છે. આવી સ્થિતિથી વિચારવાનું લોકોનાં મન બહુ અકળાય છે, અને અનેક અનેક પ્રકારની યોજનાઓ પરગજુ જન કરતા ચાલે છે, પણ સમૂલ ફેરફાર થયા વિના, જનસમાજના હૃદયને સ્પર્શ કરે તેવો ઘાત પહોચાયા વિના, ઉચ્ચ ભાવનાની ભક્તિ યોજ્યા વિના, જનમંડલની ઈષ્ટ સુધારણા થનાર નથી, એમ પણુ ઘણાના સમજવામાં છે. આ સમૂલ ફેરફાર, હૃદયને પહોચતા આધાત, ઉચ્ચ ભાવનાની ભક્તિ, તે બધું પાશ્ચાત્ય જનોને પણ થીઓસોફીની ભાવનામાં જણાય છે, અને આપણું એ અનુમાન યથાર્થ છે તેના પુરાવા તે દેશનાં પુસ્તકો, વર્તમાનપત્રો, શોધ ઈત્યાદિ ઉપરથી સ્પષ્ટ રીતે મળી શકે છે. થીઓસેરીના પોતાના અનુયાયીઓએ રચેલા નવા પ્રથા હજાર કરતાં વધારે છે, ને તેમની જે ખપત થાય છે તે પણ એક પ્રાયક્ષ પ્રમાણ છે. થીઓખીમાં સમાયલી અભેદભાવના જે આ પ્રકારે સમગ્ર દુનીયાંના જનાને એક અગત્યના વિચાર ઉપર શ્રદ્ધા કરતા બનાવવામાં સહાય થાય છે એવું માનવામાં આ Gandh Her 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 43/50