પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 થીઓસોફી. જાય છે ને જ્ઞાનમાં કોઈ તેમની બરાબર નથી એવો દાવ યુક્તિપ્રયુક્તિથી કરતા ચાલે છે. - આથી પણ આ સર્વજ્ઞ પંડિતા આગળ વધેલા છે. પોતાના જ્ઞાનની અને પોતાની સવ જ્ઞતાની તેમને એવી પ્રતીતિ થઈ ગઈ છે કે તે એક પ્રકારની ધeતારૂપેજ સર્વદા દર્શન દે છે. કોઈ સ્થાને જોવા જાણવા અને વિચારવા જેવા “વહેમ’ બનતા હોય, કોઈના શરીરમાં પ્રેત આવતું હોય, કોઈ સમાધિ કરતું હોય, કોઈ પ્રાણુવિનિમયથી વિશ્વદૃષ્ટિ કરતું હોય, તો ત્યાં જઈને તજવીજ કરવાની નિષ્પક્ષપાત બુદ્ધિ પણ આ લોકે દર્શાવતા નથી. હક્ષલી, સ્પે. ન્સર, ટીન્ડલ, જેવા સમયે જનોનાં નામ આવો આચાર દર્શાવનારમાં નોધાયેલાં છે, એટલે બીજા શુદ્રોની ગણના કરાવી ને વધારે પુરાવા આપવાની અપેક્ષા નથી. આપણા “વહેમ’ ને ન માનનાર સાક્ષરે પણ ધર્મ ની કે અદ્વૈતની વાત કરવામાં કાંઇ લાભ નથી એવા સ્વજ્ઞાનના સંતોષનો આશ્રય કરી “ વહેમ ” ની સસ્તી બુમમાં સામેલ થઈ પેતાને સુધરેલા ગણાવવા પ્રયત્ન કરે છે. આટલું જ નથી. વિદુર્ગમાં પણ આ લોકોએ જાણે એક ટળી બાંધી છે. જેના ગ્રંથા આ પંડિતાએ બતાવેલા પ્રત્યક્ષપ્રમાણના માર્ગથી અન્ય માર્ગે વિચાર ચલાવતા હોય, આ પંડિતાએ જે સિદ્ધાન્તો ને જે જ્ઞાન નક્કી કર્યું છે, તેથી વિપરીત કાંઈ પણ કહેતા હોય, તે લેખકોને લેખક પેજ ગણવા દેવામાં આવતા નથી. આવા પંડિતા તેવા લેખકાની પ્રથમે ઉપેક્ષા કરવા માંડે છે, ન ચાલે ત્યારે તેની વિરુદ્ધ લખવા માંડે છે, એથી ન ચાલે ત્યારે તેને એક પક્ષપાતી ગાંડાઇ, એક પ્રકારનો દોષ એવું નામ આપી લોકોમાં ચાલવા દે છે. પિતાને ખરી વાત લાગે તે નામાન્તર કે રૂપાન્તર કરીને તેને સ્વીકાર કરી લે છે, પણ તેને તે વાતને અંદર આવવા દેતા નથી. આવો આ વહેમપાંડિયને પ્રકાર છે. e સત્તરમી સદીમાં મેસ્મરે જ્યારે મેક્સિરિઝમના પ્રયોગ કરવાનો આરંભ કર્યો ત્યારે ધર્મગુરઓ તેને શેતાન કહેતા, પંડિતા ગાંડે કહેતા હતા, ને લોકો ડરતે ડરતે, તેની વિદ્યાનો લાભ લેતા હતા. એજ વિદ્યાના આજના જમાનાના પંડિતાએ ‘હિ'નાટિઝમ’ એવું નવું નામ આપી સ્વીકાર કર્યો છે. પ્રેતાવાહનના પ્રયોગો સંબંધે પણ એમનું એમ બન્યું છે. પ્રોફેસર કંકસ, વેલેસ, ઈત્યાદિ પ્રસિદ્ધ શેાધકે જ્યારે એ પ્રગાને સત્ય કહેવા લાગ્યા ત્યારે તેમની શાસ્ત્રીય વિષયમાં જે પ્રતિષ્ઠા છે તેને વ્યર્થ રીતે હલકી પાડવાનો પ્રયત્ન તે દેશના પંડિત કરવા લાગ્યા. આવી રીતે પોતે અને પોતે રવીકારેલાં પ્રમાણ તેથીજ જે વાત સિદ્ધ થાય તેને સત્ય કહેવી અને બાકીની બધી વાતને વહેમ કહેવી એ કેટલાક પાશ્ચાત્ય શેાધકોના દુરાગ્રહ છે, અને તે દુરાગ્રહની અંધપરંપરામાં દોરનારા કેટલાક અન્નત્ય લોકો પણ વહેમ અને સત્યનો વિભાગ એવાજ ગ્ય ધોરણે માની લે છે. મનુષ્ય આ પ્રકારે સર્વજ્ઞતાનો દા કરવા તેજ અજ્ઞાનની પરાકાષ્ટા છે. જ્ઞાન અને વિદ્યાના પ્રદેશ નિરંતર વધ્યાંજ જાય છે, એ પ્રદેશને રસીમા કે મર્યાદા નથી. અમુક વાતો આપણને ન સમજાતી હાય, આપણા અનુભવમાં ન આવતી હોય, માટે તે ખેટીજ છે અથવા વહેમ છે, એવું માનવાને કાંઈ પ્રમાણુ નથી. અમુક વાતની પ્રતીતિ એકને થાય અને બીજાને ન થાય એવું પણ વારંવાર બની આવે છે, પરંતુ તેથી જેને પ્રતીતિ થાય છે તેને વહેમ થયો છે એમ કહેવાનું કે સિદ્ધ કારણ નથી. પ્રત્યેક નિશ્ચયના અનુભવને અર્થે અનેક સામગ્રીની અપેક્ષા છે; જ્યાંસુધી બાહ્ય વિશ્વના સ્થૂલ પ્રદેશમાં પ્રયોગો કરી અનુભવ કરી લેવાનો હોય છે ત્યાં સુધી તા તે તે વિષયમાં દીક્ષિત થયેલા સાધારણ જ્ઞાનવાળા માણસ Ganahitleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50