પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૦૮ સુદરશન ગદ્યાવલિ, પડવાથીજ “ સુધારા”-એ એમ માની લીધું કે સરકૃતમાં તે જીવનની ઉન્નતિનું કાંઇ હરોજ નહિ, તે બધું તો પશ્ચિમમાંથી લાવવાનું છે. - આને સ્થાને થીઓસેટીએ સંસ્કૃત શબ્દોને દૂર કરી તે શબ્દોના અર્થ ઉપર આપણને અને પાશ્ચાત્યોને લક્ષ આપવાની ફરજ પાડી છે. શબ્દના સાદૃશ્યથી પૂર્વ અને પશ્ચિમની લિત થતી સગાઈને પ્રત્યક્ષ કરાવવા મહેનત કરી છે. શિલાલેખો તથા તામ્રપત્રે ઉકેલવા કરતાં મનુષ્યના ઐહિક અને પારમાર્થિક ચારિત્ર તથા સુખના લેખ ઉકેલતાં શીખવ્યા છે. અમુકનાં વષોદિક ક૯૫વાની રમત કરવા કરતાં આપણી અને જગતમાત્રની પરમ-ઉન્નતિના માર્ગની ક૯૫ના જવાનું શાસ્ત્ર સમજતાં શીખવ્યું છે. યુરપમાં અને અમેરિકામાં આર્યાવર્તના ગ્રંથનું એક ફેતરૂં પણ આજ માન પામવા લાગ્યું છે ને તે શબ્દો અને તામ્રપત્રની સાલે જાણવા માટે નહિ પણ આર્ય સંસાર અને આર્ય પરમાર્થની પદ્ધતિ સમજી તેને અનુસરવા માટે ! આ નામધારી હિંદુ ઉપર પાશ્ચાત્ય દેશના વિચારવાન જનોને પ્રેમ થવા લાગે છે, અને આવી ઉન્નત ભાવનાને પૂજનારી પ્રજા આજે આવી દુ:ખી છે એમ જોઈ ધણાંને ખરા અંતઃકરણથી દયા પેદા થઈ છે. આ બધું પરિણામ આયે દેશનાં શાચ્યા અને તે શાસ્ત્રમાં રહેલી ભાવનાઓને સત્ય ઠરાવવાને થીએસેફીએ કરેલા ભગીરથ પ્રયત્નનું જ લ છે. - આપણા દેશમાંજ જશે તે આપણાં શાસ્ત્રોમાંનું તત્ત્વ પાશ્ચાત્ય કહે છે તેવું નથી પણ વધારે ઉત્તમ અને માનનીય છે એ વાત પ્રસિદ્ધ થતાં કેવા કે પરિણામ ઉપજી આબૅ છે. એકલા વેદાનુયાયી હિંદુએજ નહિ, પણ શ્રાદ્ધા, જૈન, પારસીઓ, મુસલમાન, સર્વે પોતપોતાના ધર્મની પુનરાલોચના કરવા બેઠા છે, સર્વે પાશ્ચાત્ય ભાષાન્તરકારો અને ટીકાકારાના કરેલા અર્થ અને અનુમાનનું ખંડન કરવા બેઠા છે, અને સર્વે પતતાનાં શાસ્ત્રોમાં કહેલી પ્રથમે હેમ કે બેટી માનેલી વાતના પણ હવે યુક્તિ પુર:સર અને વાસ્તવિક ખુલાસા સમજવા લાગ્યા છે. ઠેકાણે ઠેકાણે ધર્મને નામે સભા, સમાજો, માસિક પ્રવૃત્ત થયાં છે. તે તે દેશની ભાષાઓમાં તેમ અંગરેજીમાં અનેક પુસ્તકા ને સામયિક આપણા દેશમાં ઠેકાણે ઠેકાણે નજરે પડે છે, ધર્મના ઉપદેશકોને પણ ગામે ગામ પાર રહ્યો નથી. જે જે આચાર વિચાર આપણે પ્રથમ કેવલ લેકઢિને માટે કે ધરડાં માબાપને સંતોષવા માટે કરતા તે હવે ખરા અંતઃકરણથી કરવા લાગ્યા છીએ. તે તે આચારનું તત્વ જાણતા થયા છીએ, અને તે તત્ત્વ જાણીને સાંગોપાંગ વિધિ કરાવે તેવા પુરુષોને હાથે તે તે આચાર કરવાને આતુર રહીએ છીએ. પ્રથમે જેટલાં સ્નાન સંધ્યા જપ તપ થતાં હશે તે કરતાં હાલ અનંતગણું વધારે થાય છે ને તે બધાં તે તે વાતને યથાર્થ મમ સમજીને થાય છે. પાશ્ચાત્ય ઢાંગેનું અનુકરણુ ઘણે ભાગે બંધ પડી ગયું છે, અને ક્રીસ્ત્રીઆનીટીને વિસ્તાર એટલે બધા અટકી પડ્યા છે કે અમેરિકા અને યુરપમાં કશ્રીઆનીટીના પાદરી આ દેશમાં મોકલવાનું ખર્ચ આપનાર લાકે એ ખર્ચ શામાટે રાખવે ? એવા પ્રશ્ન કરવા લાગ્યા છે. પ્રત્યેક ધમ પતતાની તેજી ઉપર આવી ગયો છે. જને, બાષ્ઠા, મુસલમાનો, તેમજ હિંદુઓ સન ર્વેના ઉપદેશકે અમેરિકા અને યુરપમાં ફરે છે; સીલેનના બાધે મહા દુ:ખકર અજ્ઞાન અને ગુલામગીરી જેવી સ્થિતિમાંથી છુટયા છે; અને જાપાન સ્વધર્મનિટ થઈ આજ એક ભવ્ય પ્ર. જારૂપે પ્રસિદ્ધિ પામ્યું છે. થીઓસોફીએ અનાદિ શાસ્ત્રાની સત્યતા પ્રસિદ્ધ કર્યાનાંજ એ પરિણામ છે, અને જ્યારે anainimleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50