પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૩૪ સુદર્શન ગદ્યાવલિ. તેમાં તે પોતાના પડછાયા સાથેજ વિરોધ કરતાં હોય છે. પ્રેમ એ નામથી કાંઈ બગડી જતું નથી, આપણે વેદાન્તના અધિકારાર્થે જે પ્રેમ કહીએ છીએ તે આ ભાવનામય અભેદરૂપ પ્રેમ કહીએ છીએ. એ સર્વત્ર એકાકાર પ્રેમ ન સમજાય તે જુદી વાત છે, તેતો વેદાન્તાભ્યાસનું ફલ છે. પણ આરંભે ગુરુશિષ્ય યોગ્ય, મિત્રમિત્ર યોગ્ય, પતિપત્નીયોગ્ય, ગમે તે પણ ઉત્તમ પ્રેમભાવ આવશ્ય જોઈએ. પાતાપણું તજી પારકાપણુ ગ્રહવું, હું મટી તું રૂપે રહેવું, એજ સામાન્ય પ્રેમને પણ ઉત્તમોત્તમ ઉપહાર છે; ને તે જયાં સુધી સમજાતું નથી, સગવડ માટે કે પરસ્પર હેતુસિદ્ધિ માટે વ્યક્તિવ્યકિતના પ્રેમ છે એમ ટુંકી નજર જ્યાં સુધી છે, ત્યાં સુધી વેદાન્તના લેખ જો તે પણ મિયા કાલપજ છે. પારકાના જીવનમાં રમવાનો-પારકાના જીવનરૂપ થવાના-અહેતુક આનંદ એ પ્રેમ જેણે જાણ્યા નથી, ચાખે નથી, ભલે એક માણસ પર પણ અનુભવ્યો નથી, તે વેદાન્ત માટે યોગ્ય નથી. આમ છે માટે જ વારંવાર ગૃહસ્થાશ્રમ પછી સંન્યાસ કર એ વાત ઉચિત ગણેલી છે. પ્ર. ૧૭. આપણાં શાસ્ત્રમાં ચાર આશ્રમ કહ્યા છે અને જ્ઞાન વૈરાગ્યાદિ માટે તે છે આશ્રમ કહેલા છે, ત્યારે પ્રથમના આશ્રમ વિના એકાએક વેદાન્તશ્રવણ માટે ઉપયુક્ત જે સંન્યસ્જ શ્રવ કુતુ એ વચનમાં કહેલો સન્યાસ તે તુરત કેમ ગૃહાય ? - ઉ. આશ્રમના ક્રમ ઋત્યાદિમાં કહ્યો છે તે અતિ ઉપયોગી છે, અમેદનું સ્વરૂપ અનુભવવા માટે જે બુદ્ધિની અપેક્ષા છે, અને તે અનુભવ દઢ કરવામાં જે વ્યવહાર અનુભવ અને પ્રેમની પુષ્ટિ છે, બ્રહ્મચર્ય અને ગૃહસ્થાશ્રમના પૂર્ણ અનુભવ કર્યા વિના આવતાં નથી. કિં બહુના ગૃહસ્થાશ્રમમાં રહી કોઈ સન્નારીને પત્નીરૂપે પૂછે, તેના પ્રેમપ્રવાહથી પુનિત થઈ, પ્રેમના સ્વરૂપને સંપૂર્ણ સ્વરૂપે ઓળખતે ઓળખતે પરપ્રેમમાં વિરમવું એ નીતિ અતિ શ્રેયસ્કારી છે. પરંતુ વેદાન્તશ્રવણુ માટે મુખ્ય જે સાધનચતુષ્ટય તે જેનામાં હોય તેણે ઉક્ત આશ્રમ કર્યા પહેલાં પણ શ્રવણ ન આરંભવું એમ નથી. કાલના કોઈએ વિશ્વાસ કરવો નહિ. જે ક્ષણે જે સધાય તે સાધવું, તેમાં પણ આત્મશ્રેય જેવું કાર્ય તેને તો ક્ષણ પણ વિલબાવવું નહિજ. સંન્યાસ એટલે દંડકમંડલુ ધારણ કરી કાષાયબર કરવાં એ લિંગધારી આશ્રમથી જેમ કાંઈ સાર્થક નથી, તેમ વેદાન્તશ્રવણ માટે મુખ્ય જે વિવેક વૈરાગ્ય તે આવ્યાં હોય તો સંન્યાસ વિના પણ શ્રવણ કરવાથી હાનિ નથી. જવ વિતવ પ્રત્રાત * જે દિવસે વિરાગ થાય તેજ દિવસે સંન્યાસ કરવો’ એવી, આશ્રમના ક્રમની ઉપેક્ષા સુચવી. વૈરાગ્ય ઉપરજ મુખ્યતા બેસાડનારાં વચને પણ જાગરૂક છે. અર્થાત સાધનચતુષ્ટયસંપન્ન જે પ્રમાતા અધિકારી જાણો, પછી તે ગમે તે આશ્રમમાં હોય તેનો વિક્ષેપ નથી. પ્ર૦ ૧૮. સાધનચતુષ્ટય તે શું ? ઉ૦ વિવેક, વૈરાગ્ય, સમાદિ પર્ સંપત્તિ, મુમુક્ષતા, તે સાધન ચતુષ્ટય કહેવાય છે. ૧ વિવેક. આત્માને અનાત્માનું પૃથક્ જ્ઞાન તે વિવેક. અથૉત આમા શું છે, અનામા શું છે, એને સ્પષ્ટ વિચાર જેના મનમાં ઉદય થઈ શકતો હોય તે વિવેકી કહેવાય. વિશ્વ ઉપર દૃષ્ટિ કરતાં ચેતનમય કેટલું છે, જડમય કેટલું છે, એ વિભાગ જેને સમજાતો હોય, તેને મજ આત્મા જે પોતે- ચેતન-તેજ કયાં કયાં છે, શીશી વસ્તુ પિતારૂપ, પિતાની, પોતાના હિતની, છે, શીશી નથી, એનું જેને સૂક્ષ્મજ્ઞાન હોય તે વિવેકી કહેવાય. વિશ્વના વસ્તુ પદા થોદિને એવી દૃષ્ટિથી અવલોકવાની ટેવ પાડવી જોઈએ કે તેમનું પૃથક્કરણ કરી પ્રત્યેકમાંથી san a hugletage orta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3450