પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૧૪૬ e સુદર્શન ગદ્યાવલિ, રવી, એવું છેટું અભિમાન હોય, તેમને તે શું કહી શકાય ? તેવા લેકે પોતાના મનમાં અમેજ સત્ય સમજ્યા છીએ' એવા ભલે આનંદ પામતા, પણ સત્યથી તેઓ જેટલા છેટે. છે તેટલું બીજું કોઈ નથી. હાલ અમે અને આ પ્રશ્ન માત્રજ પુછી ફક્ત શંકા ઉઠાવેલી છે, કે તેનો લાભ સમજુ વાંચનાર લઈ શકે. કોઇ આ વિષય કાંઇ લખશે તો ખુશીથી સ્વીકાર કરી અમારે અભિપ્રાય છેવટ જણાવીશું. અકટોબર ૧૮૮૬ શારીર વિદ્યાસંબંધી પ્રશ્નનો ખુલાસો. (૧૧) શારીર વિદ્યાસંબંધી વિષય પૂરો કરતાં એક પ્રશ્ન એ સૂચવ્યા હતા કે જીવનું વર્ણન કરતાં જડવાદવાળા નાસ્તિકો તે ચૈતન્યશક્તિનું કાંઈ ચોખ્ખું વર્ણન આપી શકતા નથી, ચૈતન્યને જડને કેવલ હૈ:ગિક પરિણામ માને છે, તે પણ તેમનાથી, મૈમેરિઝમ, સ્પિરિટ્યુઆલિઝમ, યોગસમાધિ વગેરે અનુભવ આગળ, તથા પુનર્જન્મ માનવાથી સંસારની વિષમતા સમજાવવાની યુક્તિ આગળ, સાબીત કરી શકાય તેમ નથી. તો એ સર્વ વાતનો ખુલાસો કાંઈ અંશે પણ બને, અને ચૈતન્ય એટલે શું એ કાઈ સમજાવે તો તેને માટે અમે એ વાત વાચકવર્ગ સમક્ષ ધરી હતી. અમે લખવાને ધણા દલગીર છીએ કે એ વાતનો ખુલાસે અમને કેઈના તરફથી મળ્યો નથી. અમારાથી જે બની શકે તે ખુલાસો અત્રે રજુ કરો એ અમારે ધર્મ સમજીએ છીએ. નાસ્તિકલાક–પદાર્થવિજ્ઞાનનેજ સિદ્ધ માનનારાજડતત્વમાંથી સૃષ્ટિની ઉત્પત્તિ માને છે, ને અમુક સ્થિતિએ જડપદાર્થમાં ચૈતન્યનો આવિર્ભાવ માને છે. પણ એવી રીતે જડમાંથી ચતન્યની ઉત્પત્તિ માનવામાંજ તેઓ ચૈતન્યને પ્રથમ માને છે, તે ચૈતન્યને અધીન જડતંત્ર છે એમ ઉલટું સ્વીકારે છે. જડવસ્તુ ભલે હો, તે અમુક રીતે ભલે ચાલતી હોય, પણ તેમાંથી ચૈતન્ય છેક છેવટે પેદા થાય છે એમ માનવું બને નહિ; ને એમ તો માનવું પડેજ કે ચૈતન્યમય જ્ઞાનવિનાં જડનો વ્યવહાર થવાનાજ નહિ; આમ જે જડને અધીન ચૈતન્ય મનાવવાનો પ્રયત્ન છે તેજ પ્રયત્ન ચતન્યની સત્તા સિદ્ધ કરી આપે છે. વસ્તુગા સિદ્ધાન્ત એ છે કે જડમાત્રની સત્તા કે ચેતન્ય માત્રની સત્તા મનાય તેમ નથી, પણ ઉભયની માનવી પડે તેમ છે, છતાં ચૈતન્યને અધીન જડ હોવાથી ત્રિકાલાબાધર પરમસત્તા તે ચિતન્યનીજ હરે છે. " વિશ્વના વ્યાપારમાં કોઈ જેનાર, સમજનાર એવા તો પ્રતિ શરીરમાં કરે છે. એ નિત્ય પણ હોવા જોઈએ, ને જ્ઞાનમય તો છેજ. એ જે નિત્ય ન હોય તે દરેક વાતમાં હું અમુક, હું અમુક, એમ બેલતાં માનેલું ‘હું' ' એકનું એક ન હોય, ને બાલ, યુવા, વૃદ્ધ તેમાં એકનો એક ‘હુ' રૂપે અનુગત ન હોય, તે સંસારને વ્યવહાર માત્ર લેપ પામે આમ વિચારતા કાઈ અમુક જ્ઞાતા માન્યાવિના સિદ્ધિ નથી. આવા જ્ઞાનનું સ્વરૂપ કેવલ ‘હુ' માં પૂરૂં થઈ રહેતું નથી, પણ કોઈ પરમ “ ' કાઈ સર્વાધાર બ્રહ્મરૂપમાં તે શાન્તિ માને છે. આવા જ્ઞાતાને જાણવાનું પણ ય–વિશ્વ હાજરજ છે. આ વિશ્વમાંની વાત જાણતાં પણ ૧-ખરું જોતાં. ૨-ત્રણે કાલમાં જેને બાધ ન થાય તેવી-એકસરખી, eritage Por 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 46/50