પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/23 ૧૫૪ સુદર્શન ગવાવલિ. શુષ્કવેદાન્ત. ( ૧૪ ) कुशलाब्रह्मवार्तायां वृत्तिहीनाः सुरागिणः। तेऽप्यज्ञानतयानूनं पुनरायान्ति यान्ति च ।। ( અથ:-બ્રહ્મજ્ઞાનની વાત કરવામાં કુશળ, પણ બ્રહ્મરૂપ વૃત્તિવિનાના, ને ઉલટા અત્યંત રાગવાળા, તે પણ અત્યંત અજ્ઞાનરૂપજ છે. તે પુનઃ પુનઃ જન્મ મરણ અનુભવે છે.) e પ્રાચીન સમયથી જે ધર્મ આર્યાવર્ત માં પળાતો આવ્યો છે તેને આજ ધોખરે ઉછેદ થઈ ગયું છે. એનાં કારણુ ઘણાં છે. પ્રાચીન પરંપરાથી વેદમંત્રના જે અર્થ થતા તે પદ્ધતિ વિરમૃત જેવી થઈ જવા માંડતાં પુરાણાદિની યોજના કરવી પડી છે; પણ આજકાલ આપણું પાંડિત્ય શબ્દમાત્રનેજ સમજવામાં આવી રહ્યું છે, એટલે આપણે પુરાણુની કે વેદની કેદની પણ વાર્તાને ગૂઢ મમ સમજી શકતા નથી. આ વાત ખરેખરી ખેદકારક છે કેમકે એમ થયાથી આપણે તવને મૂકી છેડાંને વળગતાં શીખ્યા છીએ, અર્થને મૂકી શબ્દમાત્રને ગાખીએ છીએ, ને મૃલના હેતુને તજી તે હેતુ પાર પાડવાની યોજનાનેજ ખરી માની બેઠા છીએ. પ્રાચીન અભ્યાસ ટી જવાથી અક્ષરમાત્રનેજ સમજી વિચિત્ર વિચિત્ર અશક્ય જેવી રચનાઓને આપણે ધર્મ એ નામથી ઓળખીએ છીએ. આપણે તે પ્રાચીન વાત જાણુતા નથી, પણ તેનું યથાર્થ અવગાહન કયોનું અભિમાન રાખનારા કેટલાક પાશ્ચાત્ય પંડિતો પણ આપણને અક્ષરમાત્ર ઉપરજ રમાડે છે, કેમકે તેમને પણ ગુરુસંપ્રદાયના અભાવે, ખરી વાત માલુમ નથી. આપણું પોતાનું અજ્ઞાન ને તેથી અક્ષરમાત્રનેજ ખરે માનવાની પ્રવૃત્તિ, અને તેને પાશ્ચાત્ય પંડિતોની પણ તેવાજ પ્રકારની અર્થ કરવાની શલિનો આધાર મળ્યા, એટલે ધર્મ શબ્દ સર્વરીતે છોકરાંની રમત જેવો થઈ પડયા. અશકય, અસંભવિત, મૂખૉઈ ભરેલી, વાત ને કલ્પનાઓ તે ધર્મમાં ગણવા લાગી, અને એમ થવાથી ધર્મનું નામ વગેવાયું. શુદ્ધ ધર્મ આવો હોય નહિ એમ બીજી તરફથી આપણા વધતા જ્ઞાને આપણને સૂચવ્યું, અને એ વિલક્ષણુ જણાતા ધર્મનું રહસ્ય તે આપણે જાણી શકીએ નહિ, કેટલાક તો તે રહસ્ય હોવાની વાત જાણતા કે સ્વીકારતા પણ નહિ હોય, એટલે માત્ર એક જ રસ્તો રહ્યો ને તે એ કે બધીજ વાતની ના કહેવી, નાસ્તિક થવું. | નારિતક નાસ્તિકમાં પણ ફેર છે. કેટલાક ચેતન્ય એવી શક્તિજ માનતા નથી, એટલે તે નાસ્તિક કહેવાય છે; કેટલાક ચૈતન્ય માન્યા છતાં તેને વ આપતા નથી એ પણ નાસ્તિક જેવા મનાય છે; જે ખરા નાસ્તિક તે તો પ્રથમ પ્રકારનાજ છે. તેમની સામા થવું એ આપણ વિલક્ષણ ક૯૫નામય ધમને તો અશકયજ છે, એટલે ધીમે ધીમે વેદાન્તવાદ તેની સરલતાથી, તેની તત્ત્વવિવેચકતાથી, તેમ તેની યોગ્યતાથી બહાર આવવા લાગ્યા. એ વાદ જેવાજ વાદ પાશ્ચાત્ય પંડિતોમાંના પણ કેટલાક અગ્રગણ્ય મહાશયાએ, સ્વીકાર્યો છે, એટલે વળી વેદાન્ત વાદને સ્વીકાર, પાશ્ચાત્ય પ્રમાણુને આધારે સ્વીકાર કરનારને પણ, રુચિકર થઈ પડ્યા. આજકાલ એ વાદને સ્પષ્ટ કરનારાં અનેક પુસ્તકો ગૂજરાતીમાં થયાં છે, ઘણાક જૂના ગ્રંથ બહાર આવ્યા છે; ને જ્યાં જુઓ ત્યાં, જેને ખરી રીતે આપણુ ધર્મને ન માનતાં છતાં કાંઈક ધાર્મિક કહેવરાવવું હોય તે, પિતાને વેદાન્તી કહેવરાવે છે એવા લોકાચાર પણ analni ferita de Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 450