પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શુષ્કવેદાન્ત, ૧૫૫ પ્રચલિત થયા છે. આ પાખંડને પુષ્ટિ આપે તેવા ઉપદેશકે આચાર્યો સંતો પણ એની એજ દીક્ષા લઈ પાતતાની વૃત્તિ ચલાવી રહ્યા છે ! | નહિ કે અમે વેદાન્તમતના પ્રતિપક્ષી છીએ. એ વાદ જેવા વાદ, આ આખા જગતના પ્રાચીન તેમ અર્વાચીન તત્ત્વજ્ઞાનીને અનેક વર્ષ સુધી વિવાદ કરવા મૂકે તેપણ સ્થાપિત થનારે નથી. એની જેટલી મહત્તા છે તેટલી જ એની સત્યતા છે; એને જેટલે ઉપયોગ છે તેટલું જ એનું ગાંભીર્ય છે. કહેવાની વાત પણ બહુ સાદી અને ટૂંકી છે; આ આખા વિશ્વમાં જે ભેદબુદ્ધિ ફેલાઈ છે તેજ દુ:ખનું કારણ છે, ને અત્યંત અભેદ થઈ સર્વ એક થાય એજ મૈક્ષ અથવા બ્રહ્મભાવ છે. આટલી સારીવાત દરેક વેદાન્તી લે છે, યથાશક્તિ સમજાવે છે, ને તેને પોતાના બાપચારથી એટલે કે અપાય તેટલો આપે છે. એજ વેદાન્તીની પ્રિયપત્ની મરી જાય, કે એજ વેદાન્તીનાં ધરબાર લુટાઈ જાય, કે કાંઇ નહિ તે એની આંગળીએ છરીનો કાપ પડે; અથવા એને કાંઈ લાભની આશા ઉત્પન્ન થાય, અથવા એનો લાભ કોઈ વણસાડે,-તો પેલા બાહ્યાચાર, પેલું ગંભીર રાખેલું વદન, પેલા ધીમે સાદે કરેલા બ્રહ્માપદેશ, ને પેલી ઉપર ઉપરની નિઃસ્પૃહા, બધુંએ કયાંનું કયાં ઉડી જાય છે, એનો જીવ આકુલવ્યાકુલ થાય છે, એનાં નયન અશ્રુ ધારે છે, એનું હૃદય કાંપે છે, ને કોઈ કોઈ વાર ભીતિ પણ ભયાનકરૂપ ધારણ કરી અને હાથે અનેક લાજ ભરેલાં હીણાં છાનાં કુકમ કરાવે છે ! આ તે બ્રહ્મ સાક્ષાતકાર નહિ પણ માયા સાક્ષાત્કાર થયે; પણ એ વિના બીજુ આજના વેદાન્તમાં શું જણાય છે ? બહારથી વાતો કરી છલમાત્ર કર એજ વેદાન્તનું ચિન્ટ થઈ પડયું છે. જે ભેદ બુદ્ધિનું ખંડન કરવાનું છે, તેને વેદાન્તીઓએ અંગીકાર કર્યો છે, ને પેતાની જાતને લાભ કરવા માટે અનેક છલની રચના વિસ્તારી છે. વાઢૌ વેવાનિતનો માત્ત લિને ઘાલવ એ લોકોક્તિ તેમના આચારે ખરી કરી છે.. | શાઅમાત્રની પ્રવૃત્તિ શામાટે છે એ વિચારવાની વાત છે. ઈશ્વર આવે છે, તેને કર્તવ છે કે નથી, તે ને જીવ બે જુદાં છે કે એક છે, તે ઇશ્વર તટસ્થ છે કે સમષ્ટિરૂપ છે, એ ઇત્યાદિ તકરારે જાણી તોયે શુંને ન જાણી તોયે શું ? જે જાણ્યાનો લાભ કર્યોમાં થતો નથી, તે જાણ્યું ન જાણ્યું જ છે. વેદાન્ત શાસ્ત્રનું જ્ઞાન કયારે કરવાથી જુદુ' છે ? એમાં તે અવાજ નિયમ છે કે જે જાણવું છે ત્યારે જ જાણ્યું કહેવાય કે જ્યારે જાણ્યા પ્રમાણે થઈ પણ જાય. જ્યારે શાબ જાણવાથી ને ઇશ્વરનું સર્વવ્યાપી એકત્વ સમજવાથી પેતાના હદયમાંની ભેદબુદ્ધિ નાશ ન પામી ત્યારે તે જાણવું શા ઉપગનું' ? જ્ઞાન પામ્યાથી તે શાન્તિ પેદા થવી જોઈએ, શાન્તિથી સંતોષ ઉદ્ભવ જોઇએ સતાપથી સમાનભાવ વિસ્તરવા જોઈએ, સમાનભાવથી એક બુદ્ધિ થવી જોઈએ. પણ આજ આથી ઉલટીજ દશા જણાય છે, હું જ્ઞાની, હું બીજાનાથી બે વાતે વધારે લવું, એટલે હું મોટો સિદ્ધ, સર્વના ગુરુ, આચાર્ય, ને શાતા, મારી સ્ત્રી મારાં બાલક, મારી ગાદી, એ તે મારે પણ ખરૂં જ; એમાંથી તલ પૂર પણ કોઈ દુ:ખીના દુ:ખને ટાળવામાં જવાનું નહિ, તેમ કોઇનું સંગ્રહવું" હોય તે તે લેવામાં બાધ આવવાને નહિ. વેદાન્તની વાત કરવી હોય તો આવજે, અમે પાછા હઠવાના નથી ! બ્રહ્મ સત્ય જગન્નિધ્યા એ કહેવું ફીક છે પણ કરવું" કઠિન છે. સાધન સંપન્નવિના કાઈથી તે બનતું નથી. પ્રથમ પહેલેજ તેમાં વિવેક જોઈએ છીએ. જડ ચેતનના યથાર્થ ધર્મના andihin Heritage Porta © 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી, 5/50