પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, છે. પ્રથમ જે અર્થ કા તે નિકૃષ્ટ છે; અધમતા અને પાપનાજ તે માર્ગ છે, કારણકે વ્યાષ્ટિભાવને જ તે પુષ્ટ કરે છે; બીજે જે અર્થ કહ્યા તે ઉત્કૃષ્ટ છે, ઉત્તમતા અને ઉન્નતિના તે પુણ્યમાર્ગ છે, કારણકે તેમાં સમષ્ટિભાવનાના સાક્ષાત્કાર છે. જેટલું" જેટલું કર્તવ્ય છે તે બ્રહ્મને અર્પણ કરવાની દૃષ્ટિથી સિદ્ધ થાય છે, નહિ તો તેમાં વ્યષ્ટિના અભિમાનને વિક્ષેપ ઉપજી નિલતા આવે છે એટલું જ નહિ, પણ ફલાભિસંધિ બધાઈ રાગ દ્વેષની પરંપરા વિસ્તરતાં અધિકારભ્રષ્ટતા અને કર્તવ્યભ્રષ્ટતા ઉપજ્યા વિના રહેતાં નથી. કતય અને અપણ એજ જીવનના મુખ્ય માર્ગ છે, એમાંજ જીવનને ઉદ્દેશ છે, એથીજ આત્મસુખનો પરમાનુભવ છે. તતā મર્ધનમ્ જે જે કરે તે મને અર્પણ કર, એટલે સમષ્ટિભાવનાથી કર્તવ્ય કર એટલું જ તાત્પર્ય છે; તારું જીવન, તારું સામર્થ, તારા એકલાને માટે નથી, સમટિને માટે છે, ત્યાં અર્પણ થયેલું છે, એમ અનુભવીને કર્તવ્યપરાયણુથા. સમગ્ર ગીતાશાઅને સાર આ પ્રકારે ન જાણનારા ‘મને અર્પણ કરીને કર્તવ્યમાત્ર કર’ એનો અર્થ કોઈ ગુરુ, આચાર્ય, દેવ આદિ ને શિષ્ય તથા ભકતોની સમૃદ્ધિ અને પ્રવૃત્તિ અર્પણ કરવારૂપે સમજાવે છે; કેાઈ એથી પણ આગળ જઇ, નૈવેદ્ય ધરાવવા જેવા અર્પણથી પ્રસાદી કરીને સર્વ કાંઈ વાપરવું એટલે સુધી ઉંડા ઉતરવાના દાવે રાખે છે. પણ એ બધા કેવલ કતયભ્રષ્ટતાના માર્ગ છે, એમાં અર્પણ કે કર્તવ્ય કશું નથી. દgિ a fહંમત વિસાત્તિ રામ નામ, કાદ વિષ રાહે રામ તાદિ વિધ gિ એ સામાન્ય લોકૅક્તિમાં તત્યુષ્યમાન્ એમાં સુચવેલાં અપશુપૂર્વક કર્તવ્યનું એ કરતાં વધારે સારું અને સુદ્ધ પ્રતિબિંબ છે.. અપણપૂર્વક કર્તવ્યની ભાવનામાંજ સમષ્ટિને અથવા બ્રહ્મને અપક્ષ સાક્ષાત્કાર અનુભવવાના માર્ગમાં રહીને જોતાં, અને યુદ્ધપરાયણ થઈ અનંત દલને વિધ્વંસ કર્યો એ ભેદદષ્ટિને વિવાદ તો એક પ્રલાપમાત્રજ જણાશે. જેને કર્તવ્યની ભાવનાને નિગૂઢ મર્મ સમજાય તેને એવી શકાનો સંભવ પણ નથી. કર્તવ્યના મધુર ભાગમાં જે સમતાના ઉપાસક સ્થિતપ્રજ્ઞ, ગુણાતીત, આદિ રૂપે ગવાયા છે, તેમનાં જીવિત કેવાં લલિત, સુશ્લિષ્ટ, અપગુમય, અને સમય થયાં છે ! એક એક વ્યક્તિના જીવિતમાં કતવ્યભાવના કેવાં કેવાં યથાર્થ યોગક્ષેમ આણી શકે છે, કેટલી કેટલી વિષમતાને ટાળી શકે છે ! સમષ્ટિમાં કર્તવ્યભાવના તૃણનો મેરુ કરી શકે છે, તું ન હતું. કરી શકે છે, ન હતુ હતું કરી શકે છે. કર્તવ્યભાવના અને અર્પણુના તાલ ઉપર જે જીવિત દારયાં તે ખરેખર એક સંગીત જેવાંજ છે; એકે સ્વર કે આલાપ તેમાં નકામા કે વધતે ઓછા નથી, બધું’ જેવું છે તેવુંજ યથાથી સંગીત છે; એવા જીવિતને અથે જ ગીતા ગવાઈ છે, અને એ ગીતના અનંત ભેદથી સિદ્ધ થતું અભેદમય ધ્વનિસામ્રાજ્ય સૂચવતું “ ગીતા ' એ નામ એમજ સાર્થક છે. - ઉપનિષદોમાં જે અમૃતના સારરૂપ ગીતા જ્યારે આવી કતવ્યભાવનામાંજ પરમાથી બાધે છે, ત્યારે તેની તેજ ગીતાને પ્રસ્થાનત્રયના મૂર્ધ સ્થાને સ્વીકારનાર આધુનિક વેદાન્તીઓએ ઉપજાવેલે નિવૃત્તિ અને નિચેતના જ્ઞાનમાર્ગ વેદાન્ત નથી એતો સહજે સમજી શકાય તેવું છે. ગત અંકમાં વેદાન્તના પ્રાચીન અને અર્વાચીન એવા ભેદ પાડી કાંઈક વિવેચન કરવામાં આવ્યું હતું તેમાં શ્રીમદ્ભગવદ્ગીતાના ઉદેશનું આટલું સ્વલ્પ વિવેચન પણુ અધિક સ્પષ્ટતા કરી શકશે એમ ધારવામાં આવ્યું છે. મનુષ્યને કતવ્યભ્રષ્ટ કરી અનેક સંકટ અને anah Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 30/50