પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 શંકરાચાર્ય, ૧૮૩ બ્રાહ્મણોએ ચિરકાલથી કોઈને પણ પ્રવેશ આપવામાં ઘણોજ સખ્ત હાથ રાખી જે ગુહાગારનાં દ્વાર સાચવી રાખ્યાં હતાં તે આમ એકાએક ઉધડી ગયેલાં જોઈ સર્વ વર્ણ અને સર્વ આશ્રમના લાક નિર્વાણ પદવીએ પહોંચવાના ઐસુક્યથી મહાત્માશ્રીબુદ્ધના ઉપદેશને બહુ ભક્તિપૂર્વક શ્રવણ કરવા લાગ્યા. નાત, જાત, વર્ણ, આશ્રમ કશાની અપેક્ષા નથી, વેદમાર્ગના કર્મ કાંડ આદિને આડંબર વ્યર્થ છે, એકના એક બુદ્ધમાક્તધર્મ દેશનાના આદેશને અનુસરતાં નિવણુ કરતલગત છે, એવી ભાવના સર્વત્ર પ્રસરતી ચાલી અને સર્વને પ્રિય પણ થવા લાગી. એ બુદ્ધધર્મની શક્તિનો વિચાર આપણને ત્યારેજ આવી શકે કે જ્યારે બુદ્ધના અનુયાયી મને હારાજા અશોકનું આખા આર્યાવર્ત ઉપરનું ચક્રવતી સામ્રાજ્ય આપણું સ્મરણમાં રહે. હિમાલયથી લંકા સુધી બૈધનાજ મહિમા પ્રચલિત થઈ ગયા. આવા સમયમાં શંકર ભગવાનને પ્રાદુર્ભાવ થયા. શંકરાચાર્યે બ્રાહ્મણુધર્મની પુનઃસ્થાપના કરવા જે દિગ્વિજયાદિ મહાપ્રારંભ કરેલ છે તે ઉપરથી તેમના અનુયાયીઓએ ધોને સંહાર કરી બુદ્ધધર્મને દેશમાંથી ઉચ્છિભપ્રાય કર્યો એમ માનવામાં આવે છે, પણ એ વાતનો પ્રતીતિકારક પૂરાવો મળી શકતો નથી અને એમાં કાંઈ સત્ય હોય એમ લાગતું નથી. વાસ્તવિક વાત એવી જણાય છે કે બુદ્ધધર્મમાં અધિકારની અપેક્ષા વિનાજ સર્વત્ર જે પરમ રહસ્યનો ઉપદેશ થતો હતો તેને ૫રિણામે ભ્રષ્ટતા વધારે પેશી ગઈ હતી, વાપાંડિત્યમાત્રમાંજ શુદ્ધતાની સમાપ્તિ થતી હતી, અને આધુનિક વેદાન્તીઓ જેવા બૌધ્ધા તે સમયે બુદ્ધના વિશુદ્ધિમાર્ગને કલંક લગાડતા હતા. એ ભ્રષ્ટતા વધતે વધતે એટલી બધી વધી કે અશોકના મહારાજયની ગાદીએ પણ એક શુદ્ધ પાતાના ધણીનો વધ કરીને ચઢી બેઠા. આવી અધમતાનાં કેટલાંક સૂચના આપણને, તે સમયને ઉદ્દેશી લખાયેલાં નાટકોમાં બૈદ્ધ ભિક્ષ અને ભિક્ષકીઓને જે ઉપહાસ જેલો હોય છે તેમાંથી પણ થઈ આવે છે. વિશિષ્ટાદ્વૈતવાળાએ ઘણે પ્રસંગે અદ્વૈત વાદીઓને ‘પ્રચ્છન્ન બૈદ્ધ ’ એવા ઉપાલંભ આપેલ છે. ત્યારે એક પાસાથી બૌધ્ધાની પિતાની નિર્બલતા અને બીજી પાસાથી શંકર ભગવાનના ઉપદેશ તે બેની વચમાં એ ધમ ધીમે ધીમે ઉછિન થઈ ટીબેટ, ચીન, જાપાન, આદિ વિદેશમાં જઈ વસ્યા હોય તો તેમાં બહુ અસંભવ જેવું નથી. શંકરભગવાને જે કર્યું તે એટલું જ કે બ્રાહ્મણધર્મ ઉપર એટલે વેદમાર્ગ અને વેદાન્ત ઉપર સર્વની શ્રદ્ધા પુનઃસ્થાપન કરી. બુદ્ધધર્મમાં કહેલા સત્યને ખોટું પાડવા જેવું હતું જ નહિ, પરંતુ તેમાં વર્ણ, આશ્રમ, કર્મ, આચાર આદિનો જે અનાદાર કરવામાં આવ્યા હતા તેની આચાર્યે આવશ્યકતા દશૉવી અધિકારાનુસાર જ્ઞાન થઈ શકે છે, અધિકાર વિના ગમે તેવું ઉકૃષ્ટ જ્ઞાન પણ લાભને બદલે હાનિ કરે છે એવું સમજાવ્યું, અને વેદમાર્ગ માં કહેલ ક્રમ અતિ આવશ્યક અને ઉપયોગી હોઈ વેદાન્ત પર્યન્ત પહોચાડનાર છે એવું સિદ્ધ કરી આપ્યું અને એજ વાત યુક્તિથી સાચી છે. પ્રકાશ સહન કરવા જેટલું જેના ચક્ષુમાં સામર્થ્ય નથી તેને પ્રકાશ સહાય થવાને સ્થાને હાનિકારક નીવડે છે; ક્રમે ક્રમે સામર્થ્ય આવતાં સૂર્યના પ્રકાશને પણ સહન કરવાને ચક્ષુ શકિતવાન થાય છે. અધિકાર અને સાધનસંપત્તિના પરિપાક વિના એકાએક વેદાન્તજ્ઞાન કશા ઉપકાર કરી શકતું નથી એમ સમજવામાં આવતાં, વેદમાગ ઉપરથી ઉડી ગયેલી શ્રદ્ધા પુનઃસ્વથાને સ્થિર થઈ અને બુદ્ધ ધર્મના અસ્ત થઈ જઈ પ્રથમની પૈઠે બ્રાહ્મણધર્મ વધારે શ્રદ્ધાપૂર્વક પ્રવર્તાવા લાગ્યા. અને આટલું કરવાથી એ મહાભાએ વિશ્વને થોડે ઉપકાર કર્યો નથી. જે આત્મભાsandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 33/50