પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ, નામની શક્તિ સાથે અન્વય પામવાથી શબ્દો સાથે થાય છે. આ સ્ફોટને મીમાંસકે જાતિ કહે છે, અને શબ્દમાત્ર જાતિવાચક છે, વ્યક્તિને તેમાં આક્ષેપથી બાધ છે એમ કહે છે. નિયાયિકે પણ જાતિને સ્વીકારી શબ્દમાત્ર જાતિવિશિષ્ટ વ્યક્તિના બેધક છે એમ કહે છે. સાહિત્યકારો તે શબ્દથી બાધેલા વાગ્યમાં તેમ વાઅથી અતિરિક્ત એવા લક્ષ્યમાં પણ કાવ્યત્વ માનતા નથી, કાવ્યને આત્મા જે રસ તેની ઉત્પત્તિજ, તે શાસ્ત્રવાળા વાચ અને લક્ષ્યની પાર એ, માત્ર સહૃદયને જોતાવેત, તુરતજ, પ્રતીત થતા જે આનંદજનક ચમત્કારિક અર્થ છે, તેમાં માને છે. એને વ્યંજના અને ધ્વનિ કહે છે. આમ સ્ફોટ, જાતિ, ધ્વનિ અથવા રસ એ બધાં સાક્ષાત શબ્દને મૂકી તેની પારના, ભાવનામય પ્રદેશને દર્શાવવાનાં નામ છે; અને વેદાન્તશાસ્ત્ર જે પ્રદેશને ‘જ્ઞાન’–સંજ્ઞાથી બાંધે છે, તેનું જ એ નામે પણ સૂચન કરે છે. આ ઉપરથી સમજાશે કે તરૂમાલ આદિ મહાવાક્યનો વિવેક કરવામાં, તન અને એવાં પ્રથમાંત બે પદનો માલ ક્રિયાપદથી અન્વય છે, એટલે તે બે પદનું એકાધિકરણ, અભેદ, હોવો જોઈએ; એમ વયાકરણો કહે છે તેનું શુ તાત્પર્ય છે. સાહિત્યકાર પિતાની પરિભાષા પ્રમાણે તત્ ને ૨ નો વ્યાકરણાનુસાર હરતે અભેદ સમજાવવા યત્ન કરે છે; અને સર્વનાનાવરહિત તત્ તથા નાના–મય ના લક્ષણાથી અભેદ કરી આપે છે. એ અર્થે જહત, અજહત, તથા જહદજહદ્ અથવા ભાગત્યાગ લક્ષણાના તે વિસ્તાર કરે છે. એ વિષય તો કોઈ પણ વેદાન્તના ગ્રંથમાંથી જાણી શકાશે. પરંતુ અત્ર એ સર્વનું સૂચન કરવામાં કેટલાક હેતુ રહેલા છે. એક એકે શાસ્ત્રમાત્રની શાસ્ત્રતા જ્યારે તે શાસ્ત્ર પોત પોતાના વિષ. યને છેક ભાવના પર્યત લેઈ જાય ત્યારેજ થાય છે, વ્યાકરણ કે કાવ્ય કે ન્યાય કે મીસાંસા ગમે તે શાસ્ત્ર હોય, પદાર્થની કલાનું શાસ્ત્ર હોય, પણ તે તે વિષયની જે વ્યવહાર પારની ભાવના છે ત્યાંથી આરંભ કરી નિયમે રચવામાં, અને તે ભાવનાને સિદ્ધ કરવાનો યત્ન પ્રેરવામાં, પ્રત્યેક શાસ્ત્રની શાસ્ત્રતા છે. એટલું જ નથી, પણ જ્યાં શુદ્ધ ભાવનાના પ્રદેશને સ્પર્શ થયા કે ભેદવાળાં એવાં પણ શાસ્ત્રમાત્રનો તે ભૂમિકામાં અભેદ સમજાય છે, અને એકના એક સન્નાં બધાં નામ છે, તેનેજ સમજાવવા, અનુભવાવવા અનેક માર્ગ થયા છે, એવું અનુભવાય છે. તરવમતિ આદિ મહાવાયાધિત જ્ઞાનને સાક્ષાત્કાર ભાવનાની ભૂમિકામાં વિચરનાર જ્ઞાનીને થાય છે; કેવલ શબ્દમાત્રની ભૂમિકા જે જહતી ને અજહતી લક્ષણા આદિ પરિભાષિક વચને તેના આડંબરમાં ભરાઈ રહેતારને એ સાક્ષાત્કાર થયો નથી કે થવાનો પણ નથી. એજ શુદ્ધ રસમય વેદાન્ત અને દુષ્ટ શુષ્ક વેદાન્ત વચ્ચે ફરક છે જે આ પ્રસંગે વાચકના લક્ષ ઉપર સહજે આવી શકે તેમ છે. આવા ગાંભીર્યવાળું તરવમવિ એ મહાવાકય સાંભળી શ્વેતકેતુ આશ્ચર્ય પામી ગયા. અનેક વિદ્યાને જાણુતા સતા, આ પરા વિદ્યાના ચમત્કારથી ચકિત થઈ ગયે. ત્રિપુટી વિના જ્ઞાન કેમ સંભવે એમ માની પિતાને કહે ‘ભગવન્! મને એ આદેશ પુનઃ સમજાવો.” પિતાએ મધુમક્ષિકા જે મધુ કરે છે તેનું દષ્ટાન્ત આપ્યું. અનેક વૃક્ષાના રસ લાવી મધુ કરે છે, મધુ થયા પછી હું અમુકનો રસ છું, એમ તે તે રસ જાણતા નથી;—એજ આ સના અનુભવને રસ છે. એમજ નદી અને સમુદ્ર, વૃક્ષ અને શાખા, આદિ દકાન્તથી સમજાવે છે; ઑત્તકેતુ તે દૃષ્ટાન્તામાંથી સ્થૂલતાને ગંધ ત્યજી ભાવનાને ગ્રહી શકતો નથી, ત્યારે વટવૃક્ષને ટેટ મંગાવી તેને ભંગાવે છે ને તેમાંથી જે દાણા નીકળે છે તેમાંના એક ભગાવે anahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 40/50