પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગઘાવલિ, શકતી નથી, એ અગ્નિ પટેજ ઉપદેશ કરે છે. ઇન્દ્રિયગ્રાહ્ય (સ્થલ ) તેમ માનસિક ( સૂમ ) વિશ્વની પાર જે એકરસ અભેદભાવનાની ભૂમિકા છે તેનો અનુભવ કરાવવા અધિકારીની બુદ્ધિશક્તિ અસમર્થ છે. અગ્નિ કહે છે પૃથ્વી કલા, અંતરિક્ષા કલા, આકાશ કલા, સમુદ્ર કલા. જ્યાં પરિચ્છેદને પ્રદેશ છે તેવી પૃથ્વીથી આરંભ કરે છે, કેમકે દેશપરિચ્છેદને વીસરાવી દિકમાત્રનેજ બ્રહ્મના પાદરૂપે સત્યકામે જાણી છે. એ દિફના પ્રદેશમાંની જે પૃથ્વી તે એક કલા છે, તેથી ઉપર જે આકાશ તે એક કલા છે, ને આકાશની પાર સમુદ્ર તે એક કલા છે. અત્ર સમુદ્ર એટલે જલપૂર્ણ મહાદધિ ન સમજતાં મહાદધિતુલ્ય નિઃસીમ અપરિચ્છિન્ન જે સત્ તેને સમુદ્ર શબ્દ કરીને સૂચવેલું સમજવું. માટેજ આ પાદન અને નન્તવાનું કહ્યા છે. દિકરૂપી જે પ્રકાશવાન, અને પ્રકાશ કરીને જેની સીમા બંધાયેલી એ પરિછિન્ન, પાદ કહ્યા તે કરતાં જેને પરિછેદ કે સીમા નથી એ અનન્ત-અંત વિનાના-પાદ આ પ્રકારે અગ્નિએ કહ્યા. ત્રીજો પાદ હંસ કહેશે એમ અગ્નિ કહે છે, કારણકે હંસ જે આમા તેજ પિતાનો અનુભવ કરાવી શકે, આત્માજ આત્માને ઓળખી શકે, એ અમેદાનુભવમાં અન્યની અપેક્ષા નથી. હંસ ઉડતો ઉડતો આવે છે. આત્માનુભવ જેને થાય છે, ભાવનાની અભેદ ભૂમિકાનાં અનુભવ જે મહાજ્ઞાનીઓને થયો છે, તેમનું કથન એ છે કે એ અનુભવ બુદ્ધિના તર્કથી, મનના વિલાસથી, ક્રમે ક્રમે વિકસતા હોય એવા નથી; જાણે શરીરની બહારથીજ આવતા હાય, કહીં'કથી ઉડીને અંદર પડતા હોય, વીજળીના ચમકારાની પૈ૮ તક્ષણ બધે પ્રકાશ વિરતારતા હોય તેવા આકસ્મિકવત સમજાય છે. માટેજ હંસ ઉડીને સત્યકામની પાસે આવે છે ને કહે છે: અગ્નિ કલા, સૂર્ય કલા, ચંદ્ર કલા, વિદ્યત કલા, એ યાતિધ્યાન બ્રહ્મપાદ છે. જે ભૂમિકાનું' છેવટમાં છેવટ ગ્રહણ, વર્ણન, જ્યોતિરૂપે અનુભવીઓ કરે છે, આત્મજ્યતિ એવી જેને જણાવવાને સર્વ અનુભવીઓની સંજ્ઞા છે, તે બ્રહ્મના તેજોમય બિંબ અમિ, સૂર્ય ચંદ્ર, વિધુને દશવી, તેમના પ્રત્યેકનામાં સ્થૂલ રુમની પાર પડી, સાકાર છતે અત્યંત નિરાકાર, અદસ્યવત થવા તથા કરવાની જે શક્તિ છે, તે ઉપર સત્યકામના લક્ષને દોરે છે. અપરિછિન્નતા અને અનન્તતાની પરિતૃપ્તિ દર્શાવે છે. અને કહે છે કે હવે જે ચતુથ પાદ રહ્યા તે મશુ કહેશે. • મ) એ સમુદ્ર જે હવણાંજ આપણે અનન્ત સતરૂપે કહી ગયા તેમાં રહેનાર પક્ષી છે, તે સમય એકરસ સમુદ્ર જે બ્રહ્મ તેમાં વસનાર જ્ઞાનભુખ જીવ છે. સત્યકામની ભાવના પ્રકાશ, અનન્ત, જ્યોતિ ત્યાં સુધી વિસ્તાર પામી છે, હવે એટલું જ સમજાવવું રહ્યું છે કે એ જે બાહ્ય ભાવના તે આંતર ભાવનાનાજ પ્રકાર છે. વ્યષ્ટિમાં જે ચૈતન્ય છે તેજ એ પ્રકાશ, અનન્ત, જ્યોતિષ એ રૂપે વિકસે છે ને સિમષ્ટિ એમ એકાકાર અભિન્ન છે. ભાવનાની ભૂમિકામાં કરશે ભેદજ નથી. આ ઉપદેશ જીવ પોતે જ પોતાને કરી આવભાવ વીસરતાં સાક્ષાત એકરસનું પાન કરી કૃતકૃત્ય થાય છે. પ્રાણુ કલા, ચક્ષુ કલા, શ્રેત્ર કલા, મન કલા;-એવું પ્રાણ; ચક્ષ, શ્રેત્ર, મનનું જે વ્યષ્ટિરૂપ આયતને ભેગાયતનતેજ બ્રહ્મના આયતનવાન પાદા છે. પ્રકાશ, અનન્ત, જ્યોતિષ તેજ આયતન ભાવના તેજ મૂતિ અને મૂર્તિ તેજ ભાવના; આ અનુભવ સત્યકામને થઈ જાય છે. સત્યકામ ગાયો સાચવતાં કૃતકૃત્ય થઈ ગુરુ પાસે જાય છે. તેના હૃદયમાંથી નાનાવમાત્ર આગળી ગયું છે, અનન્ત જ્યોતિરૂપ તે વિલસી રહ્યા છે. ગુરુ તેને જોતાંજ જાણી જય છે. lanahitleritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50