પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 Fundamental Works: સુદર્શન ગદ્યાવલી ૨૦૨

one સુદર્શન ગદ્યાવલિ, સૂક્ષ્મદેહ મિશ્રિત જીવ છે; હું તે ત્રણમાંથી એકે નથી; હું તો કેવલ સચ્ચિદાનંદરૂપ શિવ છું.” આમા અછઘ છે, અદાઘ છે, અશેષ્ય છે, નિર્વિકારી છે, અખંડ છે”—તેથી મને મૃત્યુના ભય નથી; “આભા નિર્લેપ, નિઃસંગ અને એક જ છે?”—તેથી જાતિના ભેદ પણ મારામાં નથી; “આમા અનાદિ અને અજન્મ તેમજ સત છે” તેથી મારે પિતા પણ નથી, અને માતા પણ નથી; આત્મા નિત્ય છે,”—તેથી મારે જન્મ પણ નથી; “ સર્વ જગત બ્રહ્મરૂપ છે” –તેથી મારે કોઈ બંધુ નથી, કોઈ મિત્ર નથી, ગુરુ નથી, કે શિષ્ય નથી, હું તો કેવલ સચ્ચિદાનંદરૂપી સદા શિવ છું.' - હું કેવલ આનંદરૂપી હોવાથી વિક૫રહિત છું; મન અને ઇંદ્રિયોથી અગોચર અને મહાકાશરૂપી હોવાથી, નિરાકાર છું; સર્વ સ્થલે અને સર્વ ઇદ્રિયને વિષે વ્યાપ્ત હોવાથી, હું કાઈથી જુદો નથી; અર્થાત આ જગત મારે મિયાભાસ હોવાથી વસ્તુતઃ જગત હું છું; મારે મુક્તિ પણ નથી; કેમકે પરમાર્થ દષ્ટિએ જોતાં, પ્રલય ઉપત્તિ, બંધ, સાધક, મુમુક્ષ, અને મુક્ત એમાંનું કાંઈ પણ::નથી; દિશાકાલાદિથી અવિચ્છિન્ન હોવાને લીધે, અને જ્ઞાતા જ્ઞાન ય-એ ત્રિપુટિના ભેદથી રહિત હોવાને લીધે, મારા સ્વરૂપની પ્રતિમા નથી, તથા ઉપમા પશુ નથી; તેથી હું અપ્રમેય છું; હું : કેવલ સચ્ચિદાનંદરૂપ સદા શિવ છું." જુન ૧૮૯૨. ન આદિકારણ. ( ૨૬ ) The more we know, and the more we feel, the more we separate; we separate to obtain a more perfect unity'-Ruskin. સૃષ્ટિના આદિકારણ વિષયે જેટલી તકરાર સાંભળીએ છીએ તેટલી આપણે સૃષ્ટિના અંત વિષે સાંભળતા નથી. મનુષ્યોને જે જાણવું આવશ્યક છે તે જાણવા તેમની પ્રવૃત્તિ થાડી થાય છે, જે જાણ્યા વિના ચાલે એવું છતાં અગમ્ય છે તે જાણવાની ધણી આતુરતા રહે છે. જગત કેમ થયું, કયારે થયું, તેના કર્તા કોણ છે, કેવા છે, ઇત્યાદિ તર્કો કરતાં, જગત જેવું છે તેવું દુ:ખરૂપ છે એ અનુભવ ઉપરથી તે દુ:ખમાંથી મુક્ત થવા વિષયે વિચાર કરી તદનુરૂપ આચાર રાખવો એ અનેક રીતે કર્તવ્ય અને ડહાપણવાળું છે. એ જાણવું સુગમ પણ છે, છતાં અગમ્ય વાત ઉપરજ મનુષ્યદ્ધિ વધારે ફાંફાં મારે છે એવો તેને સ્વભાવ છે, અને તે સ્વાભાવાનુસાર જેનું પ્રત્યક્ષ પ્રમાણ નથી તેવા વિષયમાં અનેક તર્ક વિતર્ક માં ગુંચવાય છે. આપણે આ સ્થલે એને એજ વિચાર કરવાનો આરંભ કરે છે, કારણ કે એ સંબંધી અનેક વિતર્કોના નિષ્કર્ષી જોવાથી એ વિષયે આપણને સમાધાન આવવાનો સંભવ છે. અદૈતસિદ્ધાંતમાં જે નિશ્ચયે થયેલા છે તે અનાદિસિદ્ધ, જ્ઞાનીઓના અનુભવથી પરિપૂત, અને સાધારણ બુદ્ધિને પણ યુકિતગમ્ય છે. એ કરતાં અન્ય સિદ્ધાન્ત મનુષ્યના મેક્ષ સબંધે સંભવી શક્તો નથી; કિબહુના જે જે અન્યવત ભાસતા સિદ્ધાન્તા છે તે પણ અદૈતસિદ્ધાન્તના ક્રમ ainan pentage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 2850