પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019//28 આદિકારણ ૨૦૩ જેવાજ છે; તેમને પણ બુદ્ધિથી વિચારી આગળ લંબાવતાં તેમાંથી એ અદ્વૈતજ ફલિત થવાના સંભવ છે. અદ્વૈતને ચરમ સિદ્ધાન્ત તે એ છે કે આ જગત ત્રિકાલમાં થયું જ નથી, જે જેવું છે તેવું સુચ્છ અને સુઘટિત છે; એ સિદ્ધાન્તાકાર વૃત્તિને સતત પ્રવાહ રહેતાં સંસારનામક ઉપાધિજન્ય કલ્પિત અવિદ્યાદિ અભિનિવેશાંત કલેશન સંભવજ નથી; અને અપરિમિત આનંદધનના અનુભવ છે તેને તેજ સ્થિર રહે છે. પરંતુ આ સિદ્ધાન્ત અનધિકૃત બુદ્ધિમાં તુરત ઉતરતો નથી; તેમાં પણ જે બુદ્ધિએ વિવિધ પ્રકારે શિક્ષણ પામી કર્કશ તર્ક જાલમાં ભ્રમણું રમણ કરતાં શીખી છે, તેમને તો આટલા ટુંકા, સાદા, અને સરલ કથનથી સમાધાન થવાના અવકાશજ નથી. જગતની ઉત્પત્તિ સ્થિતિ લય સમજાવી અદૈત પ્રતિપાદન કરવાના પ્રશ્નને પ્રસંગે ત્રિકાલમાં જગતજ નથી એવું ઉત્તર, તે બુદ્ધિને તે, પ્રકૃત વાતને ઉડાવી દે! વક્તાના અજ્ઞાનને આચ્છાદિત કરવાના આડંબર જેવું જ લાગે. એટલા માટે આચાર્યોએ અ. ધ્યારોપ અને અપવાદની કલ્પના કરી બુદ્ધિમાનાને ક્રમે ક્રમે સિદ્ધાન્ત ઉપર લાવવા યત્ન કરેલ છે. જગત આદિ ભેદમયી કલ્પનામાત્રને નિદ્ધ એવા એકરસ બ્રહ્મને વિષે આરોપી લેવી; બ્રહ્મ છે, જગત છે, જગતની ઉત્પત્તિ છે, જીવે છે, જીવના ભાગ છે, જીવને સાધન છે, ને સાધનથી મોક્ષ છે, એ આદિ સર્વ સ્વીકારી લેઇને તેની વ્યવસ્થા કરવી; અને એ વ્યવસ્થા કરતે કરતે પુનઃ એ બધું કાંઈ નથી, એકરસ આનંદધન અદ્વૈતાનુભવજ સત્ય છે એમ અનુભવાવી એ જગદાદિ સર્વને અપવાદ કરી આપી. એમ પૃથક્કરણ અને એકીકરણ કરી આપતાં હદયમાં તે વિસ્તાર સ્થાપવો કે જેથી સર્વ મય અભેદાનુભવ થઈ શકે. આમ અધ્યાપ અને અપવાદે કરીને સિદ્ધાન્તને અનુભવ આણ એ પણ એક માર્ગ છે. અદૈત સંબંધ લખવું, બેલિવું, ચર્ચા કરવી તે સર્વ પણ અધ્યારેપાપવાદન્યાયેજ સંભવે છે. in અંદંતપરિભાષાનુસાર જગતના આરંભ અજ્ઞાનથી માનેલો છે, અને સતરૂપ બ્રહ્મથી અધ્યતિરિક્ત જે અજ્ઞાન તેણે કરીને સૃષ્ટિ સંભવે છે. આ અજ્ઞાન તે જ્ઞાનના અભાવરૂપ નહિ પણ સૃષ્ટિનું ઉપાદાન થઈ શકે તેવા ભાવરૂપ છે. એ અજ્ઞાનના કાર્યની પ્રત્યક્ષ પ્રતીતિ પ્રત્યેક વ્યક્તિને પોતપોતાના અંતરમાંજ થાય છે કે “ હુ અમુક જાણતા નથી.' એટલે તેને સિદ્ધ કરવાને અધિક પ્રમાણુની અપેક્ષા નથી. અજ્ઞાનના સ્વરૂપને સમજતા પૂર્વે આપણે સૃષ્ટિના હેતુ પણ સમજી રાખવી જોઇએ. સુષ્ટિ શામાટે થાય છે ? અદ્વૈત એકરસ સત ને દૈત થઈ અનેક થવાનું પ્રયોજન શું ? એ પ્રયોજન અનુભવ એટલું જ કહી શકાય છે. એ અનુભવને જ્ઞાન પણ કહેવાય છે. સૃષ્ટિનું પ્રયોજન અને ફલ અનુભવ-સ્વરૂપાનુભવ, અદ્વૈતને અદ્વૈતાનુભવ, એટલું જ છે. એકથી અનેક થઇ ઉત્તમોત્તમ એકતા અનુભવવી એ સૃષ્ટિનો હેતુ છે. જુએ. અજ્ઞાન એ અનાદિ આદિકારણ છે. અનુભવ એ તેનું ફલ છે, અનુભવમાં અ- જ્ઞાનના વિલય છે. અનુભવ માત્ર બે અથવા ત્રણની અપેક્ષા કરે છે. અનુભવ કરનાર, અનુભવ કરાવનાર અને અનુભવ સાધનઃ તાં, કર્મ, કરણ. પરંતુ સામાન્ય રીતે એમ કહીએ કે અનુભવને અર્થે દૈત થવું જોઈએ તો પણ ચાલે, કારણ કે કરણને વિચાર કર્તાના અંગમાં રાખી તેની, સ્થૂલ દૃષ્ટિથી, ઉપેક્ષા કરીએ. જ્યાં સુધી અદ્વૈત છે ત્યાં સુધી અનુભવ નથી એમ કહી શકાતું નથી, અનુભવ તે છે, પણ માન અનુભવે છે. એ અનુભવને વાણીમાં : આણી શકાય, એકથી અન્યને ઉપજાવી શકાય, ભાવ, ભક્તિ, પ્રેમ, અને અભેદની વિપુલ તાનો ભાસ પણ કહી શકાય. તે અર્થે દૈત થવું આવશ્યક છે. દંત વિના અનુભવજ નથી. an dihil Heritage Pornan 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 3/50