પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૦૭ ? . ણ કરે શરનાં બીજાં શ ધર્મ. (૨૭) આર્ય મહિલા ! તારી હાલની અવસ્થાનું ચિત્ર વિલક્ષણ છે. તારાં અંગ શિથિલ થઈ ગયાં છે; તારે વર્ણ ફીકા પડી ગયો છે; ને તારી મુખમુદ્રા પણ હતી તે કયાં છે ! ફાટલાં તુટલાં વસ્ત્ર પહેરી આંગલીએ બે ત્રણ મુડદાલ જેવાં નિસ્તેજ બાલક વેલગાડી અંધારામાં અથડાતી કુટાતી તારા પતિની પાછળ જેમ તેમ ચાલી જાય છે! કોઈ ઠેકાણે તારી આકૃતિ આવી થઈ ગઈ છે; તે કોઈ ઠેકાણે તુ પતિને હાથે વેલગી હસતે મુખે વસ્ત્રાલંકારથી ને રૂ૫ રંગથી સર્વને આનંદ પમાડતી ચાલી જાય છે. પણ અરે ! આ ઉભય અવસ્થામાં તારૂં” ખરૂં રૂપ, તારી ખરી માહાટાઈ કયાં છે ? તારું શરીર સારું થયું હશે, પણ તારા મનમાં શું છે ? તારૂં મન કાંઇક સહજ રૂપમાં હશે તે તારી સ્થિતિ કેવી છે ? તારામાં જ્ઞાન આવ્યું હશે, પણ તારા સ્વભાવ ક્યાં છે? અમને તો તું જ્યાં ત્યાં પણ જુદે જુદેરૂપે ભાસે છે, તથાપિ તારૂ પરિપૂર્ણ મૂલ સ્વરૂપ કોઈ સ્થલે જણાતું નથી. જે મહા માયા સૂર્ય ચંદ્ર રૂપ આંખ વડે જગન્માત્રનું પિષશુ કરે છે, મધરૂપી કરૂણામૃતથી શાંતિ પમાડે છે, પવનરૂપી શ્વાસથી ઉત્સાહમાં વૃદ્ધિ કરે છે, પૃથ્વિરૂપ પૃષ્ઠઉપર સર્વને ભાર સહન કરે છે, તથા અનેક પ્રકારનાં નદી, વૃક્ષ, પર્વત આદિક અંગે વડે ધણા ધણા ઉપકાર કરે છે અને નવિન નવિન રૂપ દર્શાવી અમેદની વૃદ્ધિ કરે છે તેનું જ રૂપાંતર થએલી તું તેના એક અંશને પણ મળતી આવે છે ? તે પ્રેમ, તે કરૂણુ તે સમદષ્ટિ, તે ધીરજ અને તે પ્રકટ રીતે આનંદ વધારવાને ખુશ મિજાજ એ તારામાં છે ? તું એમ સમજતી હશે કે હું પણ પુરૂની સાથે વ્યવહારમાં વિચરૂં” એટલે કૃતાર્થ થઇ; જરા જરા ગુજરાતી કે અંગરેજી ભણીને જેવું તેવું લખું વાંચું એટલે પાર પડી; તે સર્વ ઉપરાંત સર્વની સાથે નિઃશંક ભાષણ કરી, બાલકાદિ કને “ આયા” ને સાંપી, માજ મઝામાં નિરાંતે ભાગ લેઉં એટલે સ્ત્રીઓમાં પણ વરિષ્ટ કહેવાઈ. પણ આ સર્વ રીતિ ખાટી છે એથીત તારા સ્વભાવને, જ્ઞાનને, શરીરને, ને રૂપને હાનિ થાય છે. તારા વ્યવહારનું સ્થલ જગતમાત્ર નથી, પણ તારું ઘર ને તેમાં પણ તારા પતિનું નિવાસસ્થાન છે; પરિપૂર્ણ પ્રેમબુદ્ધિ દૃઢ કરી સર્વને આનંદ પમાડવો એ તારૂં ખરૂં જ્ઞાન છે; અનન્ય ભક્તિથી પતિ સાથે એકતા કરી પરમ પદ ઇચ્છવું એ તારો સ્ત્રીઓમાં અને મનુષ્ય માત્રમાં શ્રેષ્ઠ ગણાવાના ખરા સ્વભાવ છે. જ્યારે આ પ્રમાણેના તારા ખરા ધર્મ છે ત્યારે તારામાં આવી ચાલે છે તેવી નીતિ, રીતિ પેસી જવાનું કારણ શું ? આ વાત તારે પોતેજ વિચારવાની છે. અમે તને કહી કહીને થાકીશુ પણ જ્યાં સુધી તારા મનમાં ખરા ખાટાને વિચાર કરવાની શક્તિ આવી નથી, અથવા તારા મનમાંથી હું ઘણી સમજણી છું, મને શીખામણુ કાણુ દેનાર છે વગેરે હું પદ તથા અભિમાનના વિચાર નીકળી ગયા નથી, ત્યાં સુધી કોઇનું પણ કહેવું પથરા ઉપર પાણી રેડવા બરાબર છે. તને કેટલાક પ્રશ્ન પુછીનેજ તારા મનનું સમાધાન કરીએ. તું ગૃહસ્થાશ્રમમાં પડી શું ચહાય છે ? સંસારમાં અવતરેલાં સર્વ પ્રાણી જે ચહાય તે કરતાં કાંઈ જુદુ તા થોડીજ ઈચ્છનારી છે. માણસમાત્ર સુખ ઇચ્છે છે કે તું પણ ઇછતી હોજ. તારા ધરમાં ધન ધાન્યની સંપત્તિ સારી પેઠે રહે, તથા પુત્ર કલત્રાદિકના સમૂહ તારી નજરને ઠારે, ahani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 1850