પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ધમધ, ૨૧૩ રીતે વાચીએ છીએ, એનો વિચાર કરવાની બહુ આવશ્યકતા છે. શરીરને પુષ્ટિ આપનાર અને નની અને ભોજનની આપણે અનેક રીતે પરીક્ષા કરીએ છીએ, પણ મત અને આત્માને પુષ્ટિ આપનાર જે વાચન તેની યથાયોગ્ય પરીક્ષા આપણે કરતા નથી. જેમ સર્વ વાતોમાં આજ કાલ બહારની ટાપટીપ અને શાભા ઉપર વિશેષ લક્ષ અપાતું થયું છે તેમ વાચનમાં પણ થઈ ગયું છે. આપણી શાળાઓ અને પાઠશાલાઓ સુધી દષ્ટિ કરી જોઈશું તો કોઈ એક વિષયના તલસ્પર્શ પર્યત સાંગ અધ્યયન ક્રમ જોવામાં આવશે નહિ. સર્વ વિષયનું પલ્લવગ્રાહી પાંડિત્ય આપણા વિદ્યાલયમાંથી પદવી ધારણ કરીને બહાર આવતા યુવકેમાં પણ દીઠામાં આવે છે ત્યાં અન્ય પ્રાકૃતાની તો વાતજ શી કરવી ? - શાલાઓમાં જેમ ગણિતની કુચીઓ, ઇતિહાસાદિના સંક્ષેપ, એવાં કૃત્રિમ સાધના પ્રયાજવા માંડ્યાં છે તેમ મનુષ્યના જીવનને પરમપયોગી એવા અતિ ગહન વિષયે પણ સંક્ષેપમાં હસ્તગત કરવાની લલુતા સર્વ પાસા વધેલી દીઠામાં આવે છે. મનુષ્યના વ્યાપારમાં વૃદ્ધિ થઈ છે કે મનુષ્યની બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ છે, પણ જાણે દોડતે દેડતેજ જ્ઞાનમાત્રને ઉપાડી લેવાય તો ઠીક એવી અસાધારણ તૃષ્ણા દીઠામાં આવે છે. પુસ્તક હાથમાં લીધું, પ્રથમ પત્ર જોયું, અત્યપન્ન જોયુ, વચમાં આમ તેમ ઉથાપ્યું, અને અમુક અભિપ્રાય તે પુસ્તકના વિષય સંબંધ ધારણ કરીને ઉંચું મૂક્યુ-એજ પ્રચાર પડ્યો છે. વખત નથી ” એ તો એક બહુ સામાન્ય અને સાધારણ ફરીઆદ થઈ પડી છે, અને કેટલીક વાર તે વાત ખરી હશે તથાપિ સેંકડે પંચાણ જનને સંબંધે તે આલસ્ય, બેપરવા અને પોતાની બુદ્ધિનું અભિમાન સંતાડવાનો એ ખોટો માર્ગ છે. | આટલુ છતાં એમ નથી કે વાચનની રુચિ ઓછી થઈ છે, પ્રથમ કરતાં ઘણી વધી છે. અભણુમાં અભણ માણસના ઘરમાં પણ ચાર પુસ્તક હશે, ગાંધીની દુકાને હીંગ મરી ને મરચાંની વાસમાં પણ નાટકનાં ગાયનાએ પડેલાં હશે, રેલ્વેમાં મુસાફરી કરતા ઘણુ ખરા માણસેના હાથમાં પુસ્તક કે ‘ન્યૂપેપર ' હશે, અને સર્વ કે પેતાની શક્તિ અનુસાર કોઈને કોઈ પેપર’–‘છાપુ’–રાખતા હશે, અથવા રાખી નહિ શકતા હોય તો વાચવાની જોગવાઈ કરી લેતા હશે. ઘણાક જનોને નિત્ય ‘પેપર’ જોયા વિના અન્ન ભાવતું નથી એવી પણ સ્થિતિ છે. આટલી બધી વાચનની રુચિ બહુ સંતોષ ઉપજાવનારી છે, પણ એને સાર શા છે ? જેમાં કશા ઉપદેશ નહિ એવી અથવા આડકતરી રીતે અવળે ઉપદેશ આપનારી વાતો, તેવાંજ નાટક, અને વેપાર, લડાઈ, કેસ, ઇત્યાદિની ખબર અંતરનાં ૬ પેપર, એ વિના બીજા પ્રકારનું વાચન આ બધી પ્રવૃતિમાં દેખાતું નથી, એ બહુ શોચનીય છે. - આપણી શાળાઓ અને પાઠશાલાઓમાં જેમ પરીક્ષા પાસ ” કરવા માટે જ અધ્યયન ચાલે છે, ગાખીને, માટે રાખીને, ગમે તે રીતે પણ પરીક્ષામાં ઉત્તર આપવા જેટલીજ તૈયારી કરવામાં અને કરાવવામાં આવે છે, તેમ આપણા વાચનમાં પણ કામ જેટલું, ખ૫ જેટલું, પૈસા પેદા થાય તેટલું વાચવા ઉપર વાચકેનું લક્ષ છે, : પાસ’ અને ‘નોકરી ' ની ઉતાવળમાં જેમ શિક્ષણના હેતુ-બાલકના મનને વિકાસ કરાવી તેને વિચારતાં શીખવવું—તે ઉંધી વળ્યા છે, તેમ પૈસે, પૈસે, એ ઝંખનામાં વાચનને વાસ્તિવિક હેતુ-પ્રાકત જીવનને ઉન્નતિકારક પ્રવાહમાં ધાઈ સ્વચ્છ અને ઉનત કરવું-તે પણ ઉંધા વળી ગયા - છે. વાચન તે જાણે વખત ગાળવાને માટેજ હોય એમ મનાવા લાગ્યું છે, વખત વાચનને anahlferitage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 13/50