પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 જ્ઞાન, २२३ જનની શ્રદ્ધાને વિશ્રામ છે તે તો મહાત્માઓએ જ્ઞાનીના સ્વરૂપમાં ગણ્યાં નથી; ત્યારે જ્ઞાન શું ? “જ્ઞાન” એટલે જેને “ આત્મજ્ઞાન' કહે છે તે; “ આત્મજ્ઞાન’–માંથી “આમ” શબ્દ રહેવા દેઈને કેવલ ‘જ્ઞાન’ એ શબ્દનો વ્યવહાર પ્રચલિત છે, પણ તેનો અર્થ આત્મજ્ઞાન એ થાય છે ત્યારે તે આત્મજ્ઞાન’ એટલે શું ? અને એ આત્મજ્ઞાન કોને થયું કહેવાય ? જે જે પદાર્થ, ભાવ, આદિ છે તેમનું જે પોતપોતાપણું તેને આત્મા કહે છે, પણ જેમ પદાર્થોદિ અનંત છે તેમ આત્મા અનંત નથી, આત્મા એકજ છે, ને નાના પ્રકારના ઉપાધિમાં તે નાના પ્રકારે ભાસે છે. આટલા ઉપરથી એમ ફલિત થાય છે કે આત્મા જ્યારે એકજ છે ને સર્વ છે ત્યારે તે એકતા પદાર્થોદિના બાહ્ય શરીરની હોઈ શકે નહિ કેમકે તે તો પ્રત્યક્ષ રીતેજ અનેક છે. એટલે શરીર અને શરીરસંબદ્ધ ઇંદ્રિયાદિ આત્મા નથી. તેમજ અંતઃકરણ અને તેના અનેક પ્રકાર જોતાં તેમાં પણ એકતા નથી એટલે અંતઃકરણ પણ આભા નથી. સ્થૂલ અને સૂક્ષ્મ જેમ આત્મા નથી, તેમ જેને આધારે અનંત સ્થૂલ રૂમની રચના થાય છે ને જાય છે તે જે અજ્ઞાનના અધિષ્ઠાતા પ્રાજ્ઞ તે પણ આત્મા નથી, કેમકે તેનામાં પણ એકતા નથી, અનેક વાર તે અનેક થાય છે. ત્યારે સ્થૂલ સૂક્ષ્મ કારણ ત્રણમાં એકતા નથી, નાનાવ છે, માટે તે આત્મા નથી, પરંતુ તેમને જે દ્રષ્ટા છે, જેને લઈને તે ત્રણે ભૂમિકાનાં પદાર્થોદિ ‘ છું', “ અમિ’ એવા અનુભવને પામે છે તે દ્રષ્ટા સર્વદા એકનો એકજ છે, તેનામાં ઉદય કે અસ્ત, વૃદ્ધિ કે-હાસ કશું નથી. એ આત્મા છે. એ આત્મા જેવી જેવી ઉપાધિમાં દેખાય છે તેવાં તેવાં નામરૂપ તેને પ્રાપ્ત થાય છે, પણ વસ્તુતઃ તેના તેજ સર્વ છે, ને એકનો એકજ છે. આ આત્માનું જ્ઞાન તે આત્મજ્ઞાન કહેવાય, એવું આત્મજ્ઞાન તો અત્ર આપણો જે એની વ્યાખ્યા કરી તેના સ્મરણથી પણ થઈ જાય છે, છતાં તેટલા સ્મરણમાત્રવાળાને આત્મજ્ઞાની કહેવાતા નથી. આવું જ એક આત્માનું જ્ઞાન તે અનુંભવ સહિત હોવું જોઈએ. એકલા જાણવાથી કાંઈ થતું નથી; અગ્નિ દાહ કરે છે એમ શત વાર લખી જવાથી કે બેલી જવાથી કે જાણી જવાથી આ કાગળને દાહ થનાર નથી, અગ્નિ લાવીને કાગળ સાથે સાગ કરવાથી દાહ થવાનું છે. એમજ આત્માનું એક જાણવાથી આત્મજ્ઞાન થતું નથી, એ એકત્વના જ્ઞાન કરીને નાનાવમાત્રનો અસ્ત થાય ત્યારે આત્મજ્ઞાન થયું કહેવાય છે. નાનાત્વનો અસ્ત થાય એટલે આ જગત અને તેના પદાર્થ અસ્તિત્વમાંથી જતા રહે એમ નહિ, પણ વેદાન્તપ્રક્રિયાઓમાં પ્રસિદ્ધ એવી અનિર્વચનીય ખ્યાતિ આદિના નિદિધ્યાસનપૂર્વક વિવેકથી જગતમાત્ર આત્માના વિવર્તરૂપ અનુભવાય, અને यत्र यत्र मनोयाति तत्र तत्र समाधयः જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં સમાધિ થાય’ એ વચનને અનુભવ આવે ત્યારે આત્મજ્ઞાન થયું કહેવાય. અંત:કરણ એજ મનુષ્યમાત્રને પોત પોતાની સૃષ્ટિ રચી આપે છે. એ અંતઃકરણના સ્વરૂપને સમજી તેની વૃત્તિરૂપ જે જે જ્ઞાન થાય છે તેમાં તે વૃત્તિના સાક્ષીને ઓળખી સર્વના અધિકાનરૂપ જે આત્મા તેનાથી એ સાક્ષીના અભેદ સમજવો એ, ‘ જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં સમાધિ થાય' એવા વચનનું તાત્પર્ય છે. એ તાત્પર્યનું અત્ર દિડમાત્ર દર્શન કરાવ્યું છે, અધિક સ્પષ્ટતા ગુરુગમ્ય છે. પરંતુ જેને એકામભાવના થઈ છે ને તેને પ્રત્યક્ષ અનુભવ થયો છે તેને શરીરના વિGanani Feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 23/50