પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 આત્મજ્ઞાન, ૨૨૫ આભા પિતાનું" અંગ ઉધાડુ કરીને સાંપે છે, એમ કડવલિમાં તેમ મુંડકમાં મહાત્માઓ કહી ગયા છે. એ હદયપ્રસાદરૂપ પ્રમસાગરના કુલ્લેલનો અવધિ નથી” એની વ્યાખ્યા અશકય છે. એક વાર પણ એ દર્શન થાય તો પછી એની વૃદ્ધિજ કહી છે: इयं ज्ञानकला राम सज्जातापि वर्धते । હે રામ ! આ જ્ઞાતસૂર્યની કલા એક વારે ઉદય પામી તો પછી વૃદ્ધિજ પામે છે; કારણ કે એકતાના કલેલ નાનાવમાત્રને એકતાના મતાજલમાંજ ઓગાળી લે છે, આખું વિશ્વ તેનો વિષય છે, આખુ બ્રહ્માંડ પણ તેને સમાવાને પૂર્ણ નથી. આવા જ્ઞાનને જ્ઞાન કહેવાય. - અકબર ૧૮૯૭ . આત્મજ્ઞાન. (૩૩) “ જ્ઞાન’ શાને કહેવું તે વિષયે ગત અંકમાં આપણે કેટલુંક દિગ્દર્શન કરાવી ગયા છીએ પરંતુ એવા આત્મજ્ઞાનની પ્રાપ્તિના માર્ગ અનેક અનેક પ્રકારના થઈ શકે છે, ને તે પ્રત્યેક માર્ગ માં વિચરતા સાધકે પણ આત્મજ્ઞાનીજ કહેવાય છે એ વિષયે કંઈક વક્તવ્ય રહેલું" છે. સોક્રેટિસે કહ્યું હતું “Know thy-self ” (તારા આત્માને જાણ); આપણાં શાસ્ત્રમાં પણ કહે છે કે “આત્માની જિજ્ઞાસા કરી તેનું શ્રવણુ મનન, નિદિધ્યાસન કરવું . પ્રાચીન સમયથી ચાલી આવતી આ ઉક્તિમાં જે ‘આત્મા’ શબ્દ પ્રયોજાયો છે તેનું તાત્પર્ય જાણવાની આવશ્યકતા છે. પ્રત્યેક વસ્તુ, પદાર્થ, ભાવ વિચાર સર્વેમાં તેનું તેનું જે સ્વતત્વ તેને આત્મા કહેવાય છે, અને એ આત્મા સર્વત્ર એકનો એક હાઈ નામરૂપાદિએ કરી વિવિધ સંજ્ઞાને પામે છે એમ મનાયું છે. “આત્મજ્ઞાન’ એ શબ્દથી એકાકાર, એકરસ, એકરૂપ, અચલ, અવિકારી આત્મતત્વને સાનુભવ જાણવું એ અર્થ બાયેલા છે. આવા અપરોક્ષ આત્મસાક્ષાત્કારને અંતરાયભૂત જે જે વિક્ષેપ છે તેના સમુદાયને જગત, માયા, અવિદ્યા, પ્રકૃતિ, અજ્ઞાન, ઈત્યાદિ નામ અપાયાં છે. આમજ્ઞાનનું પર્યવસાન એટલામાં છે કે પ્રકૃતિના અત્યંત પરાજય કરી એકાકાર અવિકૃત આભાના વિક્ષેપરહિત નિરંકુશ અનુભવ પામી તૃપ્ત રહેવું. આ તૃપ્તિ ઉપજાવી આપવાને અર્થે તત્ત્વજ્ઞાન (ન્યાય વૈશેષિક ), પ્રકૃતિ પુરુષવિવેક (સાંખ્ય), ચિત્તવૃત્તિનિરોધ (ગ), વેદાન્નાનુપાલન (મીમાંસા), સાધનસંપત્તિ (વેદાંત) ઈત્યાદિ માર્ગ” કહેલા છે. તત્ત્વજ્ઞાન, પ્રકૃતિનું સ્વરૂપ સમજાવી જીવાત્માને દુ:ખ રહિત કરે છે, વિવેક, પુરુષનું અકર્તા વ્ય સમજાવી પ્રકૃતિથી તેનું અલિપ્તપણ” સાધી આપે છે, વૃત્તિનિરોધ, પ્રકૃતિના વિલાસમાંથી વૃત્તિને વાળીને પુરુષાભિમુખ કરી સમાધાન દર્શાવે છે. વેદાન્તા, અદષ્ટ એવા ધર્મ માર્ગમાં નિયાજે છે, અને સાધનસંપત્તિ, રાગદ્વારા પ્રકૃતિપુરુષને અભેદ સાધી આપી નિરંકુશ તૃપ્તિ અનુભવાવે છે. પણ એ સર્વમાં અનુગત તા૫ય એકનું એકજ છે કે પ્રકૃતિને પરાજય કર અને આત્માની પ્રકૃતિ ઉપર સંપૂર્ણ વશીકાર સ્થાપ. પ્રત્યેક વ્યક્તિને પોતે પોતાની પ્રકૃતિ હોય છે, ને તે પ્રકૃતિમાં પ્રત્યેક સ્થાને આત્માને પણ નિવાસ હોય છે, સામાન્ય જીવનમાં પ્રકૃતિજ સવોપરિ વર્તે છે, આહાર, નિદ્રા, ભય, વ્યવહાર, આદિ સાભિમાન અને સા શકે એવી પ્રતિજ મનુષ્યને વિન્ડલ, દુર્બલ, કપણુ, સ્વાથ, અને ભેદભાવમાં ગુંચવાઈ રાગGanahitleritage PO 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50