પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 નિવૃત્તિમાર્ગ. ૨૩૫ જોઈએ કેમકે જે અનુભવમાં નાનાત્વ છે–એક કરતાં વધારે રૂપે જણાવાપણું છે કે, લાભ, મેહ તર્ક આદિપે નાનાત્વ છે–તેનો દ્રષ્ટા તેથી ભિન્ન હોવો જોઈએ, તે દ્રષ્ટા આત્મા કહેવાય છે, ને તે નાનાત્વવાળા નથી માટે તે કાઇને દૃશ્ય થતા નથી, પતે સ્વપ્રકાશ સ્વતઃસિદ્ધ સમય સર્વદ્રષ્ટ છે. વ્યવહારમાત્ર, દર્શનમાત્ર, વસ્તુમાત્ર, આત્મા-જ્ઞાન-પોતે જ પોતાને વિલાકે છે, સ્વરૂપાનુંસંધાન પામે છે તેના પ્રકાર છે. આટલે સ્વીકાર કરવા પછી હવે નિર્વેદને રસમય કરવાના વિચાર ઉપર આવવું સરલ છે; અને શરીર, મન, તથા હૃદયના વિનિમય વખતે આત્મવિનિમયનો વિચાર પડતો મૂક્યો હતો તે પૂર્ણ કરવાનો પણ હવે પ્રસંગ છે. | આ માર્ગને એવો સિદ્ધાન્ત છે કે આત્મદર્શન એજ સુખ છે. જેને જેટલું આત્મદર્શન તેટલું તેને સુખ. વસ્તુતઃ સુખ એવું કાંઈ છે જ નહિ, જેટલું જેટલું નાનાત્વ, જેટલો જેટલો ભેદ, તે બધા મિથ્યા, માયારૂપ, અથવા બીજી રીતે કહીએ તો દુઃખ છે. જગતમાત્ર, આખા વ્યવહાર, પ્રવૃત્તિમાત્ર, દુ:ખજ છે, નિર્વેદજ છે. જેને આત્માના નિર્વિકાર અને સર્વમય સ્વરૂપનું –અભેદનું સાનુભવ ભાન છે તેને દુઃખ છેજ નહિ, કેમકે એક નાટકના જેનારને પાત્રોના વિકારથી વાસ્તવિક સુખ દુ:ખ હોય તો આવા આત્મસ્થ દ્રષ્ટાને પ્રવૃત્તિ-વ્યવહાર માયા-ના નાટકથી વાસ્તવિક સુખ દુ:ખ હોય. આવા અભેદરૂ૫ આત્મદર્શનમાં જેની જેટલી ન્યૂનતા તેટલું તેને દુ:ખ, તેટલે તેને નિવેદ, તેટલે તેને નિવેદની ચક્કીને ખીલડે વળગીને લટકવામાં અથડાવાને વધારે પ્રસંગ. અને આ વાત અનુભવસિદ્ધ છે. માણસને આત્માનું રવરૂપાનું સંધાન થયા પછી કાયિક દુઃખાદિ પણ એક ભાસમાત્રજ લાગે છે; જ્યાં અનાત્મામાં પડેલે શરીરી-નિર્વેદની ચકીએ દળનાર માણસ–મહાસંકટ માની અથુપાત કરે છે, ત્યાં સ્વપસ્થ જ્ઞાની એક દૃષ્ટિપાત માત્રથીજ સંકટના પ્રસંગ ઉપર લક્ષ કરી તેને પણ આત્મસ્વરૂપનો લહરરૂપે માની પુનઃ આમથજ રહે છે. વ્યવહારમાત્ર તેને માટે કાંઇ નિર્મલ થતા નથી, કે તે જડવત્ બની જતો નથી, પણ તે સ્પષ્ટ રીતે હસ્તામલકત જોઈ શકે છે કે વ્યવહારમાત્ર, શરીરનાં કે મનનાં દુઃખ સુખ માત્ર, તેના દ્રષ્ટા પોતે સમય હાઈ સર્વ અનુભવનો સર્વરૂપે સાક્ષી છે, અને કેવલ આનંદમય, પ્રશાન્ત, જ્ઞાનમય, છે. આ અનુભવને અભ્યાસ એજ રસ છે, પ્રવૃત્તિને વળગેલા નિવેદરૂપ રાક્ષસનો એ મંત્ર છે, કેમકે એનાથી પ્રવૃત્તિ માત્ર એક નાટકવત્ થઈ જાય છે, અને પ્રવૃત્તિને જે વારંવાર નવીનતા અર્પવી પડે છે તેની અપેક્ષા રહેતી નથી, પ્રવૃત્તિના દ્રષ્ટાજ સવદા નવીન નવીન પ્રકારે અભેદમય સવમયતામાં રમ્યાં કરે છે, એ નાનાવમાં એકવ છે; એમાં નિવેદન પ્રસંગજ આવતો નથી. પ્રવૃત્તિ, નિર્વેદ, આદિનો અવકાશ જ્યાંસુધી દૈતભાવ છે ત્યાં સુધી આવે છે, અદૈત આમદર્શનમાં નિરંતર રમણીયતા છતાં દૈત નથી એટલે, નિદાદિની વાર્તા તે વાર્તામાત્રજ છે. જ્ઞાન એટલે આ અભેદમય આત્માનુસંધાન; એ જેને જેટલું થાય તેને તેટલી સુખાનુભવ મળે છે. એક વાદિત્રના મૃદુ સ્વરેથી એક ગવૈયાને જે આનંદ મળે, અનભિન્ન પણ રસિકને જે સુખ આવે, અને અજ્ઞાન પામરને જે વ્યર્થ શબ્દનું જ ભાન થાય, એ ત્રણેના તારતમ્ય હેતુ તે તે વ્યક્તિનું સંગીતવિષયનું જ્ઞાન છે એ રસ્પષ્ટ છે. જ્વર આવવાથી કે સુધા લાગવાથી એક બાલકને કે કોઈ અજ્ઞ પામરને જેટલી વ્યથા થાય છે તેટલી વ્યથા તેમને માત્ર શરીરધર્મ જાગુતા જ્ઞાનવાળાને થતી નથી. એમ જ્ઞાનના વિસ્તારાનુસાર અધિક સુખાનુભવ કે ન્યૂનદુ:ખનુભવનો આધાર રહે છે. જ્યારે પરમજ્ઞાન, સર્વત્ર આત્મભાવના sandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50