પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 २४४ સુદર્શન ગદ્યાવલિ, ટકળથી જુદી જાતિનું આવ્યું, કે કવચિત્ વિપરીત જ આવ્યું, તેથી એમ સિદ્ધ થતું નથી કે, તેમ થવામાં કાંઈ કારણ નથીજ, તે કારણ આપણે જાણીએ કે ન જાણીએ તેથી કાંઈ બાધ નથી, પણ તે હોવું જોઈએ એટલી તે આપણને સિદ્ધ વાત સમજાય છે. વળી જ્યારે છેક નિર્જીવ જેવાં કામ પણ કોઈ કારણવશાતજ બને છે, ત્યારે આ મહાકાય જે' આખું બ્રહ્માંડ તે પણ નિષ્કારણ હોઈ શકે નહિ. આ વિશ્વનું કારણ એ વિશ્વથી જુદું હોઈ શકે તેમ સંભવતું નથી, એ પોતે જ પોતાનું કારણ છે; એટલે વિશ્વરચના નિષ્કારણ તો નથીજ એ સિદ્ધ છે. વળી જડ અને ચેતન એમ અંશપણ આપણે નિરંતર અનુભવીએ છીએ, એટલે તે જે કારણ હશે તે પણ ઉભયરૂપજ હશે એમ પણ માનવાની આવશ્યકતા છે. અર્થાત ના સ્તિક વાદ કઈ રીતે ગ્રહણ કરી શકાય તેમ નથી. છતાં આપણામાંના કેટલા લોકો આ વિવયને કાંઈજ વિચાર કર્યા વિના હુજ સર્વના કર્તા છું, બધું મારાથીજ બની શકશે, એમ મિયા ભેળવાઈ, નાસ્તિકતામાં ડુબેલા છે, અને આ સંસાર જે કારણોથી નરતુલ્ય દુ:ખમય થયો છે તેના ખરા નિદાનરૂપ બન્યા છે !! આ બધી વાત કે કબુલ કરશે, પણ એટલું જ પૂછશે કે જ્યારે ઇશ્વર સર્વથા ન્યાયી અને કૃપાલુ છે ત્યારે આ દુ:ખ કયાંથી ? એનું ઉત્તર આપણે હમણાજ આપી ચુક્યા છે આ વિશ્વથી વિશ્વનું કારણ જુદુ છેજ નહિ, પોતેજ પોતાનું કારણ છે, એટલે વિશ્વને કરનાર કાઈ જુદો ઈશ્વર માનીએ ત્યારે તે ઈશ્વરમાં અન્યાયી અને કર થવાનો દોષ આપાય. પણ ઈશ્વર તેજ આ વિશ્વ છે ત્યારે તેમાં એ દોષ સંભવ્યો નહિ, અને બધી વ્યવસ્થા બરાબર થઈ. જડ અને ચેતન એ એક જોડકું છે, એક એથી જુદું થઈ શકે તેમ નથી, એવી જ રીતે સુખ અને દુ:ખ પણ સમજવું. જેમ આખું વિશ્વ એકજ બ્રહ્મરૂપ છે, એમાં પણ છેજ નહિ, તેમ સુખ દુ:ખમાં પણ એપ નથીજ. બ્રહ્મ છે તે જડ પણ નથી ચેતન પણ નથી, એ ઉભયથી પણ આગળ કોઈક અનિર્વચનીય છે. તેમજ આ વિશ્વની સ્થિતિ સુખ પણ નથી દુ:ખ પણ નથી એ બેથી વિલક્ષણ અનિર્વચનીય છે. અર્થાત દુ:ખ એવું કે સુખ એવું વાતવિક કાંઈ નથી. એક સાદા ઉદાહરણથીજ વિચાર કરે. જે સ્વાભાવિક રીતે જ સુખ કે દુ:ખ કાંઈ હોત તો એકની એકજ વરતુ જુદા જુદા માણસોને જુદે જુદે રૂપે ન જણાત. એક સુંદર સ્ત્રીજ જુએ. જેની તે પત્ની છે તેને તેનાથી આનંદ છે, જે કામીને તે નથી પ્રાપ્ત થઈ તેને તે દુ:ખરૂપ છે, ને એક ત્રીજા યેગીને તે કાવત છે. આથી ઉલટી રીતે અગ્નિને જુઓ. એ અગ્નિનું દાહ કરવાપણું તેને ત્રણેને સરખું જ છે. જેમ અગ્નિને સ્વભાવ એક વસ્તુગતિજ છે તેમ પદાર્થોના સુખદુ:ખ પરવે સ્વભાવ વસ્તુગતિરૂપ નથી. ત્યારે સુખ કે દુ:ખ એવું’ સિદ્ધ કાંઈ છે જ નહિ, કેવલ મનેભાવમાત્રનેજ ખેલ છે. પોતાના પુત્ર વિદેશમાં કુશલ હોય, છતાં 'કાઈ તેના મરણની વાત કહે તે રડવું આવે છે, ને તેનું મરણ થયા છતાં કોઈ તેની કુશલતા જણાવેતે સંતોષ થાય છે, એ વસ્તુસિદ્ધ પુત્રના સંબંધે થતું નથી, પણ આપણા મનથી કેઘેલા પુત્ર સંબંધ થાય છે. એમ સિદ્ધાન્ત થયો કે અનાદિકાલથી હુ" અને. મારૂં” એ રૂપી જે મન ( અંતઃકરણ ) બંધાયું છે તેજ સર્વ દુઃખનું નિદાન છે, તેને જે જીતી શકાય તે દુ:ખ સુખ ઉભયથી વિલક્ષણ પરમ આનંદની દશા સહજમાં પ્રાપ્ત થાય, એ મનને બંધાવાના કારણપરત્વે કર્મની વ્યવસ્થા છે. સંચિત, પ્રારબ્ધ, ક્રિયમાણ એ પ્રમાણે જંતુમાત્રની વ્યવસ્થા ચાલે છે, ને એ જે કર્મના નિયમ છે તે અનાદિ છે. જેમ આ બ્રહ્મમય વિશ્વ અનાદિ છે. andhu Feritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 44/50