પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૨૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૫. તારનોર, તેમ તેજ બ્રહ્મ કર્મમય પણ છે ને એમ કર્મ પણ અનાદિ છે. કર્મની ઘટના અટકતીજ નથી, પણ તેમાંથી મનનો ભાગ ટળી જાય તે પરમાનંદ ઉદય પામે છે. કરણી તેવી પાર ઉતરણી; જેવું કરવું તેવું પામવું, આજ, કાલ, આ જન્મે કે અન્ય જન્મ. આટલું માનવાથી સર્વ વાતનું સમાધાન થઈ રહે છે. પ્રયતનાનુરૂપ ફલ નથી થતું તો તેમાં ગતજન્મનું કર્મ બાધક હશે, વા અતઃપર ભાવિ જન્મમાં તે ભેળવવામાં આવનાર હશે. કમનુસાર સુખદુઃખ એ સિદ્ધ નિયમ છે, ને તે સુખ દુ:ખ હાલને હાલ નહિ પણ ગમે ત્યારે—એક, બે, દશ, વીસ, સે, હજાર, લાખ, કટિ, અનન્ત વર્ષે—પણ મળ્યા વિના રહેવાનું નથી. આવી વ્યવસ્થા બહુજ ન્યાયપુર:સર છે, યુક્તિક છે, એટલું જ નહિ પણ સર્વથા માણસને સન્માર્ગે દોરી જનારી તથા પરમ સુખમાં રાખનારી છે. આ વ્યવસ્થાને અનુસરી શાસ્ત્રમાત્ર એજ બોધ આપે છે કે કર્મવ્યવસ્થા કદાપિ અટકનારી નથી એમાં સુખ દુ:ખ સમજાય છે તે કેવલ કલ્પિત છે, માટે મનને મારવું એટલે બધું જેવું છે તેવું આનંદમય સમજાશે. એજ મેક્ષ છે. - આપણા આર્યશાસ્ત્રના આ ધર્મધ્વનિ છે, ને એજ વાતનાં અનેક રૂપાંતર આપણામાં થયાં છે. પણ આવી સરલ, બુદ્ધિપૂર્ણ, અને અનુભવસિદ્ધ. યુક્તિ બીજાઓને ગળે ઉતરતી નથી ને તેમાં અનેક વિરુદ્ધ વિરષ્ઠ વિતડાઓમાં ગોથાં ખાય છે. પ્રથમ તો એજ સિદ્ધ વાત છે કે સૃષ્ટિને સૃષ્ટિથી ભિન્ન એવો કર્તા માનવો તેજ ખાટું છે, કેમકે બીજા અનેક દોષ, જે અત્રે આપતાં બહુ વિસ્તાર થઇ પડે, તે ઉપરાંત મુખ્ય તો એજ દેષ છે કે તે ઇશ્વરમાં વૈષમ્ય નર્વણ્યરૂપ દેષ પ્રાપ્ત થાય છે ને તેનું ઈશ્વરવ ખંડિત થાય છે. એવું લુલુ પાંગળું ઈશ્વરવ સાચવી રાખી એ ઈશ્વરના પ્રતિનિધિ રૂપે થઈ પડેલા ‘ પાપ” અર્થાત કીરચીઅન ધર્મના ધર્માચાર્યો અને પાદરીઓ એમ સમજાવે છે કે ઈશ્વર પતે તો પરમ પવિત્ર અને કરણાય છે, પણ તેણે આદમ એ નામનો જે પ્રથમ મનુષ્ય બનાવ્યા હતા તેણે તેની આજ્ઞા તોડવારૂપી પાપ કર્યું” અર્થાત જ્ઞાનરૂપી વૃક્ષનું ફલ ખાવાની તેને મના કરેલી હતી છતાં તેણે તે ખાધું, તેથી તે આદમને જે ગુના તે ગુના માટે તેની સંતતિમાત્ર એટલે હાલની તમામ માણસ જાત તે અનેક દુ:ખ, વ્યાધિ, મરણ ઇત્યાદિમાં પીડાય છે ! ! ધન્ય છે આવા ઇશ્વરના ઇનસાને ! એક માણસ પણ આવા ઈનસાફ ન કરે. અરે ! નિશાળમાં ભણતાં ચેથીપડીવાળાં છોકરાં પણ “તે નહિ ને તારા બાપે ગાળ દીધી હશે ” એ ન્યાયથી બકરીને મારી નાખનાર વાધની વાતને તિરસ્કારથી હસી એ અન્યાયને ધિક્કારે છે ! ! છતાં ક્રશ્ચિયન ધર્મના ઈશ્વરે તે તે સિવાય બીજું કાંઈજ કર્યું જણાતું નથી. વળી આદમને સર્જે પોતે, ત્યારે તેણે જે ક્ષ ખાધુ" તે ખાવાની બુદ્ધિ કાણે સર્જી ? એપણ સજી તો ઈશ્વરેજ, છતાં પોતે પિતાનાજ કામમાટે પોતાના માણસને ને તેની નિર્દોષ પ્રજાને દંડે છે એતે કેવા આંધળા ને નિર્દય જુલમ ! ! અસ્તુ આ રાક્ષસ જેવા ઈશ્વરને પૂજનારા આગળ જતાં એમ લાગે છે કે આવી રીતે જે દુ:ખ મનુષ્યોને ભેગવવું પડે છે, તે દુઃખમાંથી છૂટવાના માર્ગ નથી એમ નથી. પૂજ્ય જીસસક્રાઈસ્ટ નામે પરમપવિત્ર મહાત્મા થઈ ગયા છે. તેને આ ઈશ્વરને પુત્ર કહે છે. ને તેણે અતુલ પ્રેમથી મનુષ્યને ઉદ્ધારવાસારૂ જન્મ લઈ પિતાને આત્મા અર્પણ કરી, શત્રુઓને હાથે દેહત્યાગ કર્યો છે, તેથી તેની જે ભક્તિ કરશે તેને તે ઈશ્વર પાસે સર્વ પાપની મારી અપાવશે; આવુ તેઓ બતાવે છે. જન્મ, કર્મ એવું anah Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50