પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૫૮. સુદેશન ગદ્યાવાલ, ધને સ્પષ્ટ કરવામાં સહાય ન થાય; તેમ પદાર્થવિજ્ઞાનને એવો એકે શોધ નથી કે જે પણ જડનાં સ્વરૂપસંબંધાદિને વધારે સ્પષ્ટ ન કરે. એ ઉભયના એકત્વ (અનન્યત્વ) રૂપ બ્રહ્માંડમાં પિંડમાત્ર પણ ઉભયરૂપ છતાં, એકત્વવાળાજ છે. બ્રહ્માંડને એક સૂર્ય માનીએ તો જે જે પિંડ છે તે એ સૂર્યના કિરણો છે; સમગ્ર કિરણો તે સૂર્ય છે, ને સૂર્ય છે તે એ કિરણ છે. સૂર્યમાં જે શક્તિ છે તે પ્રત્યેક કિરણમાં છે, ને પ્રત્યેક કિરણમાં છે તે સૂર્યમાં છે. કિરણના સંધાતથી કોઈ નવી શક્તિ પેદા થતી નથી, મુલતી જે હોય તેનું વૈપુલ્યમાત્ર બને, એટલે કિરણ અને સૂર્યનામાં નાના મોટાપણું હોય પણ જાતિથકી ભેદ નથી, એમ સ્પષ્ટ છે. એમ શાસ્ત્ર (પદાર્થવિજ્ઞાન તથા તત્ત્વશાસ્ત્ર) થી અભેદ એજ નિશ્ચય વિશ્વરચનાના બંધારણમાંથી આપણને બતાવામાં આવ્યા છે, અને આનંદનું મલ પણ અભેદમાંથીજ બતાવી દુ:ખ કલેપાદિનો સંભવ ભેદમાંથી ઉત્પન્ન કરી, જીવતના હેતુના સૂચનઠારા, નાતિ ધોરણના પાયા પણ સુચવાય છે. અત્ર એમ શંકા થાય કે વિશ્વના બે ભેદ છે, ગમ્ય અને અગમ્ય, જેમાંના અગમ્ય ભાગવિષે આપણે કાંઈ જાણતા કે જાણવાના નથી, ગમ્યમાત્ર વિષે જાણીએ છીએ, જે જાણેલું. ત્રિકાલાબાધ નથી, આ શંકાનું પણ વિદ્વાનોએ એમ સમાધાન આણ્યું છે કે જડચેતનાત્મક પદાર્થ સ્થિતિમાં જે અગમ્યવતભાવ છે તે શું છે એ જણાતું નથી, કેમકે આપણુ જ્ઞાનેંદિયનું બંધારણુજ એવું છે કે તે વિષયને પિતાથી વ્યતિરિત કરી ગ્રહી શકતું નથી, છતાં વિષયાભિન્ન હોઈ, તે (ચેતન) છે તેજ વિષય છે એમ માનવાનો સંભવ છે, અને કોઈ પણ વિષય પૃથક્કરણ કરતાં માત્ર ચેતનરૂપેજ અવશષ્ટ થવા જાય છે, અથી ચેતન જે સંપૂર્ણ અને સર્વદા ગમ્ય છે તેમાં વિશ્વમાત્રની એકતા ત્રિકાલાબાધ સિદ્ધ છે, અને અગમ્ય વિભાગ પણ તે ચેતનમાં અંતર્ભત છે. આમ હોવાથી ત્રિકાલાબાધ નિશ્ચયન અસંભવું અથવા દૈતભેદથી વિશ્વવ્યવસ્થા, એ બે વાત સાંપ્રત વિદ્વાનો, હરબર્ટ સ્પેન્સર, સર વીલીઅમ હોમલ્ટન, ઈત્યાદિ મહાટાં નામનો એ મતને ટેકા છતાં, પૂરા પારત માને છે. અત્રનાં પ્રાચીન શાસ્ત્રોતો ત્રિકાલાબાધ અભેનિશ્ચય કહે છેજ એ કહેવું જરૂરનું નથી. He ત્યારે ની.ત તે પદાર્થવિજ્ઞાન અને તવશાસ્ત્રને જેમાં એકત્વરૂપે સમાસ થાય તેનું શાસ્ત્ર, ઠરી અને નોતિ ધારણમાં પિંડબ્રહ્માંડાભેદ એજ નિયામક કર્યું. અભેદ તેજ આનંદ, સુખ, ઉત્તમતા. સુખ, આનંદ, એ ઉત્તમતાનાં સ્વરૂપ,કે ન્યુનાધિક અંશ, હશે, પણ તે બધા શબ્દોને. અત્ર સામાન્યાંશ લઈ, એકાળું ગયા છે. તો અભેદ એજ સુખ-મોક્ષ; ભેદ એજ દુ:ખ-સંસાર. વિશ્વવ્યવસ્થા જ એમ બતાવે છે કે એક પસાથે -અભેદમાર્ગ છે, જે સર્વ વ્યવહારનું સર્વ પ્રયત્નનું, સર્વ વિચારનું –ટુંકામાં જીવિતનું કેન્દ્ર છે, હોવું જોઇએ. પણ એ અભેદ્ર બનેલા છે ભેદનાજ, ભાવ પોતાના અભાવને બેધક છે, ને તે અભાવ અમુકનું નારિત એમ નહિ પણુ પોતે પણ પાછા ભાવેજ, એમ ભાવભાવે નિરંતર મિશ્ર અને એક હાઇ, ચેતનની શક્તિમાંજ સમાય છે. એ વિચાર શંકરાચાર્યને હોવા ઉપરાંત પાશ્ચાત્ય જર્મન ફીલસુફ હેગેલને પશુ છે એમ અત્રે જણાવવું જોઈએ. અભેદમાંજ ભેદ છે, ભેદમાંજ અભેદ છે, આમ વ્યવસ્થા છે, એટલે જેવા અભેદરૂપ પરમાથી તે તેનાથી અભિન્ન બીજો ભેદરૂપ વ્યવહાર પણ છે. એ વ્યવહારમાં નતિને અવકાશ છે; ને તે નીતિ જેમ એ પ્રકારે પ્રવર્તે કે તેથી અભેદ સિદ્ધ થાય તેમ ઉત્તમોત્તમ. વ્યવહારરૂપ ભેદનું પય વસાન અભેદરૂપ પરમાર્થ છે. eritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 8/50