પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૭૪ સુદર્શન ગદ્યાવલિ, સામાન્ય કર્તવ્ય સિદ્ધ કરવા જેટલી પણ શુભ ભાવના રાખી શકતા નથી કે તે કર્તવ્યને પાર પાડવા જેટલું બલ ઉપજાવી શકતો નથી; સંસારમાં સુલભ એવાં સંકટ વિપત્તિ રોગ કલહાદિથી પરહિત થઈ શુભ ભાવના કે આત્મબલને કેળવી શકતા નથી; તે માણસ એકાતને આશ્રય કરી પરમ પુસ્થાથે સિદ્ધ કરવા બેસે કે મોટા ઉપદેશક થઈ પરમાર્થની ને વેદાન્તની વાત કરે તો તેવા તેના બેસવાથી કે તેવી વાતોથી પરમાર્થ શા પ્રકારે સિદ્ધ થવાને છે ? ત્યાગ કરીને એકાન્તમાં બેસનાર તો કેવલ પોતાનાં દુઃખ વિપત્તિ 'આદિ ઉપર તિરસ્કાર રાખી કેાઈએ બતાવેલાં ધ્યાન, પ્રાણાયામાદિ કરવા બેસતાં ઉલટો વધારે જડ, વધારે સ્વાથ, અને વધારે કૃપણ થઈ જશે; અને પારબ્ધ જે વિટંબનાએ તેને નિમાં હશે તેમાંથી તે કોઈ પ્રકારે મુક્ત થશે નહિ. ઉપદેશકનું ડાળ રાખી પરમ પુરુષાર્થ સાધવાની ઈચ્છા કરનાર તે માત્ર પોતાનામાં જે કાંઈ હોય તે બલને ક્ષીણુ કરે છે અને પરોપજીવી થઈ પારકાપિંડથી ઉદર ભરતાં પારકા પ્રારબ્ધને પણ સભાગી થાય છે. શુભ ભાવના અને આત્મબલ એજ પરમાર્થ હોય અને એનેજ મેક્ષ કહેવાતો હોય તો તે અથે તે માણસે પોતાનું જે કર્તવ્ય હાય, પ્રારબ્ધવશાત્ પ્રાપ્ત થયેલી સ્થિતિમાં જે કર્તવ્ય હોય તેને પાર પાડવામાંજ તે શુભ ભાવના અને તે આમબલ ઉપજાવવાં, કેળવવાં, વાપરવાં, વધારવાં, અને પરમાર્થ પયત લેઈ જવાં સ્વધર્મે નિધનં શ્રેયઃ એમ શ્રીકૃષ્ણ પરમાત્માએ એજ હેતુથી કહેલું છે. પોતાની સ્થિતિથી છૂટી જવાને વ્યર્થ પ્રયાસ કરવામાં તે વાણીવિલાસ કૃપણુતા, સ્વાથ, એ વિના બીજુ કાંઈ સિદ્ધ થતું નથી. ત્યાગ સંન્યાસાદિ પણ એમ ક્રમિક વિકાસ રૂપે પ્રાપ્ત થાય છે. જે બલ સ્વાર્થને પણ પાર પાડી શકવા અસમર્થ છે તે બલ કદાપિ પણ મોક્ષની ભાવનાને સિદ્ધ કરવા સમર્થ થવાનું નથી. સ્વાર્થ માં સ્વાથી માણસ પણ સ્વાર્થ સિદ્ધ કરવામાં જે આત્મબલને વ્યય કરે છે તેજ બલ છેવટના પરમ પુરુષાર્થરૂપ મોક્ષપર્યત પહોચાડનારું છે; માત્ર તે બલને કીયે માર્ગે વાપરવું એટલેજ વિચાર છે. એક સ્થિતિ મૂકી બીજી લેવી, બીજી મૂકી ત્રીજી લેવી, એવી અસ્થિરતા અને ચંચલતાથી તે આત્મબલનો વ્યય યથાર્થ રીતે કે યોગ્ય માર્ગે થવાનો નથી, માત્ર કલેષ દુઃખ અને સ્વાર્થ –અધમ નીચ સ્વાર્થ વિના બીજું મળવાનું નથી. તે સ્વાર્થ પરમાર્થને આવા પ્રકારે વિવેક કરી બતાવવામાં હેતુ એ છે કે આધુનિક સમયમાં જનસમાજની વૃત્તિ ધર્મવિચાર ઉપર જે શુભ પ્રકારે વળી છે તેનાથી અયોગ્ય સમજણને લીધે જે અનેક અનર્થો અમારા જેવા સાંભળમાં આવ્યા છે તેને યથાર્થ વિ. વેક સમજવામાં આવે. કેટલાક યુવકોને કેવલ જડ જેવા, શન્ય, અને તે અન્યતામાં આતમપ્રકાશના તેજને સ્થાને, અત્યંત અજ્ઞાનને અધિકાર જામી ગયેલો એવા જોઈ અમને સ્વાર્થ પરમાર્થને વિવેક સમજાવનાર તેમના ગુરુ ઉપર અત્યંત ખેદ પેદા થયો છે. કેટલાક આવી જડતાએ પહોચી તેની પાર જઈ માત્ર ગાંડાજ થઈ ગયા છે, કેટલાક મરી પણ ગયા છે, એ તેવા ઉપદેશકોની પા૫પ્રવૃત્તિનાં પ્રત્યક્ષપ્રમાણ અનેક કુટુંબીઓને પોતાનાં કામલ બાલકે પરત્વે સચિંત કરવાને પૂર્ણ થયાં છે. કઈ કઈ સુવિનીત બુદ્ધિમાન તો પણ એવી કપણુતા અને સંકુચિત વૃત્તિના ભાગ થઈ પડ્યા છે કે આત્મભાવના બ્રહ્મભાવ પ્રાપ્ત કરવાને ઉદેશ રાખવા છતાં, તે ઉદ્દેશની વાત ઉચ્ચારતાં છતાં, તે ઉદેશ સિદ્ધ કરવાના સાધનરૂપે દ્વેષ, નિંદા, કુપણુતા, સં કાચ અને ભેદ વિના બીજુ કશુ વાપરી શકતાજ નથી. કોઈ કેઇ. anainimleritage Porta, 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 24850