પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૭૫ બુદ્ધિ અને હૃદય, જના એમજ ભ્રાંતિમાં પડયા છે કે મેક્ષના દરવાજે તે આસન મારીને પ્રાણાયામ તાણુતે તાણુતેજ ઉધડી જવાના છે; કોઈ કોઈ વેદાન્તની વાત માત્રથીજ કૃતાર્થતાનો રસ્તો હાથ થવાનો ધારી લે છે. આવી વ્યર્થ અને વ્યર્થ કરતાં પણ વધારે હાનિકારક પરમાર્થની પ્રવૃત્તિમાં પડી અનેક યુવકો ઉગતાં વય, બુદ્ધિ, અને પરાક્રમને અસધ્યય કરે છે; મહાકાર્યસાધક શક્તિનાં અંકુરને મૂલમાંથીજ બાળી નાખી આ જન્મ લીધાનો આખે. કૅરેજ ફોકટ કરી નાખે છે; તેમને સ્વાર્થ અને પરમાર્થના સ્પષ્ટ વિવેક સમજાવવાને તેમનાં ગુરુજનોએ થાય તેટલે આયાસ કરવો જોઈએ. પ્રત્યેક ગૃહસ્થનું કર્તવ્ય છે કે તેણે યથાર્થ વિવેક કરો કરાવવા અને તેમ કરવામાં અત્ર કહી તેવી વિચારાજના ઉપયોગમાં લાવવી. નવેમ્બર ૧૯૯૬ બુદ્ધિ અને હૃદય, (૪૮) ' શરીરમાં “ હૃદય ” એવું જે સ્થાન છે તે રક્તને સંચય કરી રક્તને શુદ્ધ કરી આપીને શરીરનું પોષણ કરે છે એ ઉપરાંત વધારે વિચાર એ શબ્દને અંગે મનુષ્ય કરતાં જણાતાં નથી. મનુષ્ય પોતે જેટલા જેટલા માનસિક વ્યાપાર કરે છે તે બધા જાણે મગજમાંથીજ થતા હોય, માથામાંના કોઈ અલૈકિક તત્ત્વનાજ એ બધા પ્રકાર હોય, એવાં સમાધાન શોધવામાં પરિતોષ માનતાં એકલા ઉત્તમાંગનેજ મનુષ્ય સર્વસ્વ ગણી લે છે. માથામાંથી ઉપજતી પ્રવૃત્તિને બુદ્ધિ કહીએ છીએ, રક્તાશયમાંથી ઉપજતી પ્રવૃત્તિને હૃદય કહીએ છીએ. કોઈ પણ ભય, ક્રોધ, હર્ષ વિષાદ, આશ્ચર્ય, વિકાસ, દયા, પ્રેમ, આદિ લાગણી થતાં હૃદયના ધબકારે વધવા માંડે છે કે મંદ પડી જાય છે, અને આખા અંગમાં કાઈક અવશ્ય ચમક લાગી જાય છે એ વિલક્ષણ પ્રકાર હૃદયને છે; વિવાદ, યુક્તિ, રચના, વિસ્તાર, વિદ્વત્તા, પાંડિત્ય, આદિ જોતાં મનમાં આપણને એવા થવાની જે વૃત્તિ થઈ આવે છે તે ચમત્કાર બુદ્ધિના છે. બુદ્ધિને વિસ્તાર છે, ઊંડાઈ નથી; હદયને ઊંડાઈ છે, વિસ્તાર નથી. બુદ્ધિ જ્યાં કારણે આપે છે ને વિવાદ કરી ઉચું માથું રાખી સર્વોપરિ થઈ ચાલે છે ત્યાં હદય કારણોને કહી શકતું નથી અને મૅન રહી નીચે માથે સર્વના અંતરમાં સમાય છે. દોષ કાઢવાનું કામ બુદ્ધિનું છે, ક્ષમા આપવા લેવાનું કામ હૃદયનું છે; પણ બુદ્ધિ જયાં ક્ષમાનો દાવો કરે છે, ત્યાં તો હૃદય ક્ષમાને સમજતુએ નથી. બુદ્ધિને માન અપમાન સમજાય છે, સારૂં ખાટું સમજાય છે; હૃદયને સવત્ર માનનું માનજ જણાય છે, બધું સારૂંજ દેખાય છે. ગમે તેવી ભાગી તૂટી વાણીમાં, ગમે તેવા જડ આકારમાં, પણ હૃદય હોઈ શકે છે, બુદ્ધિ હોઈ શક્તી નથી. બુદ્ધિ આણી આવે છે, હદય આપ્યું આવતું નથી. માણસને આખે આકાર જુઓ, એની દૃષ્ટિમાં દષ્ટિ મેળવા, એને વચને વચન જોડો, એનામાં હૃદય છે એમ કહી શકા; બુદ્ધિની ખાતરી એમ નહિ થાય, તમે જાતે તેની સાથે વિવાદે ચઢશે, બીજા પાસે તેને લઈ જઈ ત્યાં વિવાદ કરાવશે, ને એમ કરતાં જ્યારે “કાઇથી હઠતા નથી ' એવું જણાશે ત્યારે પણ તમારી બુદ્ધિ, છેક મરતે મરતે, જાણે પોતાનું જ એમાં કાંઈક જતું રહેતું હોય તેમ ધીમે ધીમે, કહેશે કે હા, ઠીક છે. બુદ્ધિ જોડે તે માણસાને લડવાનું જ મન થાય છે, હ્રદયને માણૂસ તુરતજ નમી પડે છે. “ આ માણસમાં હદય છે ” એટલું કહ્યું એટલે એને માટે દરતાવેજ, પુરા, જમાની, andhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 25/50