પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩૧છે. સુદન ગદ્યાવલિ, નિશ્ચય. એટલાજ માટે સ્ત્રી અથવા તે પ્રેમના સ્થાનને આપણું શાસ્ત્રમાં શ્રુધિરવાળી એવી સંજ્ઞા આપેલી છે. આ પ્રેમ હાલમાં કે છે, તથા તે થવાનાં કારણ શું છે એ આ સ્થલે કહી શકાય તેમ નથી. એ બતાવવું એજ આ પત્રને ઉદ્દેશ છે એટલે કાલાંતરે તે વાત એની મેળે જણાઈ આવશે. - પ્રેમ આ શબ્દથી ઘણાને શંકા થઈ આવશે, ને અસલના ધર્મિષ્ટ લોક તો આ શબ્દ સાંભળતાંજ આ પુસ્તક નાંખી દેશે. પણ પ્રેમ એટલે “ઈશ્ક ” કે બીજું કાંઈ અમે કહેવા માગતા નથી એ ખુબ સમજવું. એ શબ્દને ભાષામાં કદાપિ અથ ફરી ગયો હોય તો ભલે, પણ અમે તો એ સંજ્ઞાવડે કરીને શુદ્ધ વ્યવહાર, શુદ્ધ આચાર, શુદ્ધ વિચાર, શુદ્ધ ધર્મ પણ સમજીએ છીએ. પિતાના હૃદયના અંગ તરીકે સ્વીકારેલા મનુષ્ય ઉપર દઢભક્તિ એજ શુદ્ધ વ્યવહાર એજ સદાચાર, એમાંથીજ સદ્ધર્મ ને એ બધાનું નામ જ “પ્રેમ” છે , માટે આ છુટ લઈને વાપરેલા શબ્દનું તાત્પર્ય જ્યાં જ્યાં નથી ત્યાં ત્યાં ઘર નથી એતો સિદ્ધ જણાય છે. માબાપે ગમે તેમ જોડી દીધેલાં પુતલાં આ દેવનું સ્વરૂપ કયાંથી જાણે; અથવા કક્કા ને આંક ભણ્યા પછી હૃદય પણ શું સંસ્કાર * પામે કે તેમાંથી પ્રેમને ભાવ ખડે થાય. કષ્ટમાં, કંકાસમાં દુ:ખમાં દિવસ પુરા કરતે કરતે ઉભયમાંથી એકાદને, ને વિશેષ કરી સ્ત્રીને વૈધવ્યને મહા કાલાનલ બાળીને આબરૂથી, જાતથી, રીતથી, ભાતથી, ખુવાર કરી દુ:ખમાં જન્મેલી તે દુ:ખમાંજ સમાય તેવું કરી આપે. આ રીતિથી વિચારતાં કેટલાં ઘર હયાત છતાં ભાગેલાં છે, કેટલાં માણસ જીવતાં પણ મુવેલાં છે, કેટલા લેક સુખી છતે પણ દુ:ખી છે; કેટલાં જ્ઞાની પણ અજ્ઞાની છે, કેટલાં પીડાય છે, કેટલાં રડે છે, કેટલાં મરે છે એ સહજ ખ્યાલમાં આવશે. e અગષ્ટ-૧૮૮૫ - ૨SCRાશન: - સર્વશ્રમા પાવાઇ જવાશ્રમેળ છંત્રવાન व्यसनार्णवमत्योत जलयानैर्यथार्णवम || यामाहुरात्मनो ह्यर्घ श्रेयस्कामस्य मानिनि ॥ यस्यां स्वधुरमध्यस्य पुमांश्चरति विज्वर; ॥ यामाश्रित्येन्द्रिया रातीन् दुर्जयानितराश्रमैः। वयं जयेम हेलाभिर्दस्युन् दूर्गपतियथा ॥ न वयं प्रभवस्तां त्वामनुकतु गृहेश्वरि । भागवत. स्कन्ध ३. अ० १४. श्लोक० १७-२० * એવી જતની છાપ કે જેમાંથી કાંઈ વિચાર પેદા થાય. જેમ કે ઝાડ જોયાથી તેને સંસ્કાર મનમાં પડે, ને પછી ધર આગળ વિચારીએ તે પણ ઝાડ નજરે આવે. Gandhi H fleritage Portal 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10850