પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૩૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સ્ત્રીપુરૂષના સમાન હક, ખચીત હિંદુઓની રીતિમાંજ ઘણાં નીકળશે–કેમકે તેઓ લગ્નને ધર્મબંધન માને છે, અને તેને નિર્વાહ કરવામાં પોતાનું કલ્યાણ સમજે છે. યુક્તિથી, અનુભવથી ને શાસ્ત્રથી પશુ વિચારતાં એજ નિયમ સારે છે એ અમે એકવાર પ્રતિપાદન કરેલું છે. સ્ત્રીઓ પુરૂષવ્યાપાર કરવા માંડે એમાં છુટ સમજતા હો તો તેને પણ નિષેધ અને અન્ય સ્થલે સવિસ્તર રીતે કરે છે. ત્યારે શું કર્યું ? એજ કે સ્ત્રીઓને જોઈએ તેટલી છુટ છે જ; જેને નથી તેને તે સ્ત્રી છે માટે નથી એમ નહિ, પણ તેની કેળવણી વગરેની ખામીને લીધેજ તેમ સમજવું. જેમાં વધારે છુટ અપાવવાની વાત કરે છે તેઓ ફક્ત વિચાર વિના હિંદુઓનાં પવિત્ર લગ્નબંધનને શિથિલ કરી વિટંબના વહોરી લે છે. ખરૂં કર્તવ્ય તો એજ છે કે જે કારણથી કે કોઈ સ્ત્રીઓને છુટ નથી મળતી ને દુ:ખ પડે છે, તે કારણ દૂર કરવું અર્થાત. - સ્ત્રીઓને સારી ધમૈયુક્ત કેળવણી આપવી. જુલાઇ-૧૮૮૭ સ્ત્રીપુરૂષના સમાન હક. | (૬૮ ) આવા નામવાળું એક ચોપાનીયું કાઈ “ જિજ્ઞાસુ ” ને હાથે લખાયેલું કેટલાક વખત થયાં અમારી પાસે પડેલું છે. એનો વિષય “ પ્રોફેસર જીન્સીવાલા” એ નામની જે ચર્ચા એક વખત પ્રિયંવદામાં આવી હતી તે બાબતને છે. એમાં અમારા મત ઉપર કેટલાક આક્ષેપ છે, ને છેવટ કેટલાક પ્રશ્ન છે, પરંતુ જે વિદ્વત્તા અને સારગ્રાહિ દૃષ્ટિથી એ ચોપાનીયું લખવામાં આવ્યું છે તેમાંથી જેને હાલ “ સુધારા ” કહેવાય છે તે પક્ષનું સમર્થન કરે એવું તો કાંઈ અમારા દીઠામાં આવ્યું નથી. છતાં આ ચોપાનીયાને પણ “ સુધારાવાળા અને સુદર્શન ” એ ઉપનામ આપવામાં શેા હેતુ હશે તે અમને અગમ્ય છે. આ પાનીઆમાં જે નિષ્પક્ષપાત સારગ્રાહિતા અત્યાર સુધીમાં સમજાઈ છે તેટલાથી તેને સત્યનિર્ણયાર્થ પ્રવૃત્તિરૂપ માની તેને બહુ આદર સાથે વિચાર કરો અમે આવશ્યક માને છે, પરંતુ તે સંબંધે આટલા બે બાલ લખવામાં વિલંબ થવાનું કારણ એ છે કે લખનાર ગૃહસ્થ પિતાના આશય અધિક સ્પષ્ટ કરવા અને અમારા ખુલાસાથી વધારે માહિત થવા ખાનગી પત્રવ્યવહાર આરંભેલા હતા તેનું છેવટ આવતા સુધી થોભવું એ અમારી ફરજ હતી. એ પત્રવ્યવહારથી કાનું કેટલું સામાધાન થયું છે તે કહેવાવું કઠિન છે, પરંતુ તેમાં એક વાત તો છે જિજ્ઞાસુ ” એ પોતે પણું, ઉપર જે અમે જણૂલી ગયા તે સંબંધે, પૂણે સત્યપરાયણતાથી એવા આશયની લખી છે કે “ ચાલતી ધાંધળમાં ભળવાની ઈચ્છાથી આ ચોપાનીયું લખાયું નથી.” | આવા કોઈ પણ લેખનું અવલોકન કરતી વખતે મુખ્ય અડચણ એ પડે છે, કે તેવા લેખના રચનારે અમારા તરફથી આજ પર્યત પ્રકૃત વિષય ઉપર જે જે કહેવામાં આવેલું છે. તે લક્ષમાં લેવાયેલું હતું નથી, અને તે સમગ્ર વાત લક્ષમાં રાખી કાઈ પ્રાસંગિક વિષય ઉપર અમે સંક્ષેપમાં કાંઈક લખ્યું હોય છે તેટલા એક દેશને ઉદ્દેશીનેજ આવા લેખક પ્રવૃર્યો હોય છે. એટલે તેમના લખાણુના ઘણુાક ભાગ મિથ્યારેપ, કે અસગ્રહ, તેને લીધે લખાયલા હોય છે, તે બધાને દૂર કરી સ્પષ્ટ વાત સમજાવવા માટે જે જે વાત અમે અત્ર તત્ર લખી હોય sanan Porta. 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 35/50