પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

૩૫. નથી, પણ એક શરીર છે, અને એનાં અવયવરૂપે વ્યક્તિઓ છે,—અને તેથી હક એવી વસ્તુ જ નથી, માત્ર ધર્મો ફરજોજ—છે. સ્ત્રીપુરુષના સમાન હકની વાર્તા પણ આજ તત્ત્વ જ્ઞાનના ધોરણે એ ભૂલભરેલી ગણે છે. ટેનિસનના “ Princess ” નામના કાવ્યમાં અને ફ્રેન્ચ ફિલસુપ કમ્સ અને એના અંગ્રેજ અનુયાયી ફ્રેડરિક હૅરિસનના લેખોમાં સ્ત્રીના બંધારણ વિષે તથા તેમની કેળવણી વિષે જેવા વિચારે જણાવેલા છે તેને મળતા વિચારો મણિલાલે “નારીપ્રતિષ્ટા” માં પ્રતિપાદન કર્યો છે. “નારિપ્રતિષ્ટા” હિન્દુ સેલ કલબ” નામે એક મંડળીની મીટિંગ્રેજીમાં ચાલેલા વિવાદમાંથી ઉદ્ભવ્યું છે, અને તે કૅમ્સની “પોઝિટિવ લીટી' નામે મહાન ગ્રન્થની મદદથી લખાયું છે એમ મણિલાલ પોતે જ જણાવે છે. સુધારાવાળાઆ’એ માનેલા શ્રી પુરૂના સંબધુમાં કાંઈ તત્ત્વ જ્ઞાન રહેલું નથી એમ મારું કહેવું નથી. મનુષ્યના સર્વ આચાર વિચારની પાછળ એ આચાર વિચારનું કાંઈને કાંઈ તત્ત્વજ્ઞાન તા, રહ્યું જ છે. કારણ કે એ આચારવિચારનો અર્થ એનું નામ જ તત્ત્વજ્ઞાન છે. પરંતુ વધારે ચોકસ જોતાં એ “તત્ત્વજ્ઞાન” સ્પષ્ટ “જ્ઞાન” રૂપ થયુ હોતું નથી, હજી એ ગર્ભિત “તવ”રૂપ જ છે. એ આચારની પાર જઈ એની યથાર્થતા અને પરિશુદ્ધિ અર્થે કોઈપણુ તત્ત્વવિચાર સ્પષ્ટ રીતે બાંધવામાં આવે ત્યારે જ તે આચાર વિચારને આપણે તત્વવિચાર ઉપર રચાએલો કહીએ છીએ. મણિલાલના પહેલાંના “સુધારા”નું સ્વરૂપ આપ જોશો તો જણાશે કે સામાન્યબુદ્ધિ (Common-unphilosophie-sense) થી પ્રતીત થતી “સમાનતા અને ‘સમાનહક’ ને આધારે જ સર્વ વાત કરવામાં આવે છે. છેક મણિલાલના વખતમાં, ‘સુધારાવાળ,આ’ તરફથી હારા વૈકુંઠવાસી મિત્ર ફેફ્સર કાશીરામ સેકરામ દવે તેઓએ સ્ત્રીપુરુષના સમાનહક’ ની ચર્ચા નીતિશાસ્ત્રની રીતિએ ઉઠાવી હતી. તે સમયે એમના ઉપર શુદ્ધ તત્ત્વજ્ઞાન (metaphysics) કરતાં નીતિશાસ્ત્ર (moral philosophy) ની વધારે અસર હતી એ મારા જાણવામાં છે. આ પ્રયત્ન પણ એક પ્રાચીનપત્થીને હાથે જ થ હતો એ જાણવા જેવું છે, અને તે પણ સુધારાના ઉત્તરકાળમાં, અને મણિલાલના પ્રયાથી ઉશ્કેરાઈને. મણિલાલમાં જ સુધારે પહેલ વહેલે તત્ત્વજ્ઞાનનું સ્વરૂપ ધારણ કરે છે–તત્ત્વજ્ઞાને બાંધી તેમાંથી ખરી ‘સુધારે” કોને કહેવા એ નિર્ણય કાઢવામાં આવે છે. અને કોઈ કહેશેકે જનસમાજ (society)ને વ્યક્તિઓને સમુદાય (aggregate of individuals) માને કે વ્યક્તિઓને જનસમાજના અવયવ માના, સ્ત્રીપુરાણના હકની વાત કરી કે તેમની પરસ્પર કરજોની વાત કરી, પણ પરિણામ તો એક જ છે; મંડળના અવયવો અને અવયવનું મંડળ, એના હક એ બીજાની ફરજ-ઉભય પરસ્પરાપેક્ષી શબ્દો છે. આ કહેવું ઠીક છે, પણ વસ્તુ યા દષ્ટિબિન્દુથી જોવામાં આવે છે એના ઉપર ઘણો આધાર છે એટલાથી વસ્તુનું રવરૂપ જ ખાટું કે ખરું થઈ જાય છે એમ કહીએ તો પણ ચાલે. જનસમાજ એ વ્યક્તિઓનો સમુદાય નથી, પણ વ્યક્તિઓ એ જનસમાજના અવયવ છે એ પ્રમાણે યુરોપની અરાટમી સદ્દીનો સિદ્ધાન્ત ઉડી જઈ ઓગણીસમી સદીને જડેલું સત્ય સ્થપાયું કે તેની સાથે યુરોપનું બધું જનસમાજશાસ્ત્ર બદલાઈ ગયું, અને એની અસર નીતિ, કાયદા, ધર્મ વગેરેમાં પણ થઇ એ વાત યુરોપના તત્ત્વજ્ઞાનના અને ભ્યાસીઓને જાણીતી છે. યુરોપના આ મહાન વિચાર પરિવતના પ્રતિનિ ઇંગ્લંડમાં ઍકસ્કડ પાઠશાળામાં પણ થયા હતા, અને તત્ત્વજ્ઞાનના એક વિચાર મનુચના આખા આચાર

  • અને તેથી જનસમાજ કરતાં “ sનતા ” એ પાણિનિને શબ્દ વાપરવો મને વધારે યોગ્ય લાગે છે,

Gandhi Heritage Portal