પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૩પ૬ સુદર્શન ગદ્યાવલિ, ચાલે કે સંસાર, ધમ ને વિદ્યા એ ત્રણ બાબતમાં જેમ બતાવ્યું તે રીતે આ ગૃહસ્થાએ ઘણી હાંસથી હાથ ધોલવા માંડ્યા હતા. તેમના શ્રમથી જે પરિણામ થયું હોય તે ખરું; આપણે એ વાતનો વિચાર છેવટે કરીશું પણ જે બાબતે વિષે આપણે અદ્યાપિ પણ નિર્ણય કરી શક્યા નથી તે બાબતમાં આજથી ત્રીશ વર્ષ ઉપર પગ ઘાલી લોકના તિરસ્કાર વેઠીને પણ જેમણે એક નિદાથી પોતાનું કર્તવ્ય કરી ઈશ્વરપૂજન કર્યું તે શા માટે સર્વને વંદનીય નથી, શામાટે સર્વને સ્તુત્ય નથી ? | ધર્મની બાબતને સંસારની બાબતથી જુદી પાડવી ઘણી મુશ્કેલ છે; માટે ધર્મને ઘર ઉભયનો વિચાર સાથેજ કરવાની જરૂર છે. વિવિધ પ્રકારની મૂર્તિનાં પૂજન કરવાથી વ્યગ્રચિત્ત થવામાં શો લાભ છે ? શાસ્ત્રપુરાણમાંની વાતે અસંગત અને અજમંજસ છે એટલે તે ઉઉપર બુદ્ધિવાન લોક કેમ પ્રત્યય કરે ? સ્વર્ગનરકના વિચાર અતઃપર જન્મ થવાનો સંભવજ નથી એટલે વ્યર્થ છે, કેવલ નીતિમાર્ગમાં રહી, એક ઇશ્વરનો ભય રાખી, સર્વને સુખ થાય એ માર્ગ સાધવો એજ ખરે ધર્મ છે. આ રીતે વિચાર કરતાં જ્ઞાતિના ભેદ પાળવાથી શે ફાયદો છે ? સ્ત્રીઓએ પતિના મરણ પછી ફરી પરણી આનંદમાં રહેવું તેમાં શી હરકત છે ? એ વગેરે વિચારો પ્રચંડ રીતે જાગૃત થયા અને પાશ્ચાત્ય લેકના અભિપ્રાય સાથે ભળતા આવવાથી, તથા તે લેાકના મુખ્ય ગૃહસ્થા તરફથી અનુમોદન મળવાથી આપણા સુધા. ધારક મંડલના મુખ્ય સિદ્ધાંત થઈ બેઠા. આજ વિષયનાં ભાષણ, એજ રીતિનાં કથન વારવાર ચાલુ થયાં, કવિએ તે તન મન ને ધનથી ઝંપલાવ્યું. દેશ વિદેશ પિતાને ખરચે અટન કરી જ્ઞાતિભેદ વિધવાવિવાહ, દેશાટન, સભાના લાભ વગેરે ભાષણનો આરંભ કર્યો. પણ રંગ છે કવિ ! ધીરજ એનું જ નામ કહ્યું પણ એનું જ નામ કે વિલાયતથી આવી જ્ઞાતિ બહાર થયેલા રા. મહીપતરામ સાથે પણ ભેજન કરી પોતાનો સિદ્ધાંત ખરે કરી બતાવ્ય: પતાનાજ આશ્રયમાં આવી રહેલી વિધવાઓને પોતેજ સંગ્રહી પોતાને માથે મેટો દાવાનલ ખેંચી લેતાં પણ આચકો ન ખાધા ! ધન્ય છે રા. કરસનદાસને પણ કે વિલાયત જવા હામ કરી, અને ધન્યવાદ હા એ સર્વ મંડલને કે તેને તથા કવિને અતુલ સહાય કરવા બાકી ન રાખી !! મુંબઇમાં “ બુદ્ધિવર્ધક ' સભા પણુ ગર્જના કરવા લાગી અને તેની વિદ્વત્તાથી, શૈર્યથી, એ. કાગ્ર બુદ્ધિથી આનંદ પામી સુજ્ઞ ગોકુલજી ઝાલા જેવા જુના આસ્તિક ગૃહસ્થા પણ રંજિત થયા, અનેરારા. મનઃસુખરામભાઈ જેવા તથા રા. પ્રાણલાલ મથુરદાસ જેવા ગૃહસ્થોને પણ તેજસ્થલેથી પસંદ કરી પોતાના સહવાસ માટે રાખતગયા ! આખરે આ મંડલે લોકો ઉપર એટલી અસર તાદશરીતિએ જોકે તેમણે વૈષ્ણવ સંપ્રદાયના રૂઢ અને ધણુ કાલથી સ્થિર થયેલા દુષ્ટ પ્રચાર ઉપર ઝપાટે ચલાવવાનો ઠરાવ કર્યો, અને કુલીન અબલાઓની શુદ્ધવૃત્તિ સાચવવા તથા તેમને પુરૂષતુલ્ય બનાવવા પ્રયન કરનાર લોક ધર્મને નામે ચાલતા અનાચાર ઉપર ક્રોધ કરે એમાં નવાઈ પણ શાની ? પણ લેકે પોતાની મેળે જઈ જઈને ખુશીથી અનીતિમાં ફસાવામાં પુણ્ય સમજે એવી રીતે જે ધમેં સર્વત્ર મૂલ ફેલાવેલાં તેના ઉપર હાથ ચલાવવો એ એક બે માણસનું કામ નહિ. પણ આપણા સુધારાવાળાનાં વચનો કાંઈ વ્યર્થ જતાં ન હતાં, તે કાંઈ રેતી ઉપર પાણી ન હતું; અરણ્યમાં રૂદન ન હતું; લેકોને અસર થઇ હતી, લેકના મનમાં સત્યાસત્યનો જેવી રીતે બતાવ્યા તેવી રીતે તર્ક પેદા થયા હતા. આવી અવસ્થા હતી ત્યારે તે પછી સુધારકે ને બાકીજ શું ? તેમણે મહારાજની સત્તા ઉપર તડાકા કરવા માંડ્યા ને પ્રખ્યાત લાઈમેલ કેસમાં સર્વ વાતની ફજેતી anani Heritage le Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી (6/50