પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 સુદર્શન ગદ્યાવલિ. જે વિચાર ચાલે છે તે કયાંથી ચાલતા હોય ? સુધારકાના ગુરૂ તે અંગ્રેજ હતા ! અને ધર્મગુરૂ પાદરીઓ હતા ! આપણા હાલના ગુરૂ અને ધર્મગુરૂ તો મનુ, પરાશર, વ્યાસ, 'શંકર વગેરે જે પુરાતનથી છે તેજ છે ! અંગ્રેજ પાદરીઓના ગુરૂપણાથીજ ઈશ્વરનો ભ્રમ કાયમ રથો ને સુધારામાં ધાંધળ પેસી ગયું ! આપણને તે પૂજ્ય મહાત્મા દયાનંદ જેવાએ તથા પોતાના ધર્મનો તિરસ્કાર કરીને આપણા ધર્મની મહત્તા બતાવનાર પ્રસિદ્ધ કર્નલ એલ્કાટ અને મૅડમ બ્લેટા જેવાંએ પરમધર્મનું તત્વ તપાસવાની રૂચિ પેદા કરી છે, ને આપણે આપણા પુરાતન કાલથી અવિચલ રહેલા તેજસ્વિ સ્વરૂપને ઓળખી તે સ્વરૂપને પામવાને પ્રયત્ન કરવામાં મગરૂર છીએ. અમને ખાત્રી છે કે જેને વિચારવાને મન છે અને જોવાની આંખ તથા સાંભળવાના કાન છે તેને તે આ બધું જોઈને વિચાર થયાવિના રહે નહિ. અસલના સુધારાવાળાના પ્રસંગે કરીને હજુ પણ * સુધારા’ ની હીમાયત કરનારા ગુજરાતી કે પારસી ભલે ન સમજે, પણ અમને પાકે ભરોસો છે કે એજ કરસનદાસ અને ગિરધરલાલ જે જીવતા હોત તો આપણા પ્રિય નગીનદાસની પૈઠ ભુલેશ્વરનાં દર્શન કરવા પણ જાત અને એકાદશીનાં જાગરણ પણ કરત. જે લોકોએ સુધારાના ઇતિહાસ ઉપર આ રીતે દૃષ્ટિ ચલાવી ગુજરાતના અથવા હિંદુ કામના સુધારાનું હાલનું અને અસલનું સ્વરૂપ મુકાબલે મુકી જોયું નથી તેવા, કેવલ એકજ વાતથી ટુંકી દૃષ્ટિમાં મશગુલ થઈ ગયેલા પુનર્લગ્ન કરાવવામાટે સરકારને કાયદા કરવાની ભલામણ કરે અથવા હિંદુઓ કહે તેમ કરતા નથી એવાં ટાણુ મારે તેથી તેમની જ આ બાબતો ઉપર બેસવાની અયોગ્યતા સિવાય બીજું કાંઈ સિદ્ધ થતું નથી. જેમ રા. નગીનદાસ હાલ કરે છે તેમ કવિએ પણ કરવા માંડયું હતું. અથવા કયા વિચારવંત માણસ ગ્યાયેગ્ય વાત સમજ્યા પછી પણ તેમ નહિ કરે ? એક વખત જે કહ્યું તેજ ખરું ને તે ખાટું જણાય તેપણ તેજ ખરૂં' એમ તે કેવલ મૂર્ખ હોય તેજ આગ્રહ કરે. છતાં પણ ઘણાએક તેવા આગ્રહ નથી કરતા તેમ નથી. તેથીજ કવિને પરિપૂર્ણ માન ઘટે છે કે જે વાતમાં ભૂલ જણાઈ તે તિરસ્કારના દાવાનલની દરકાર ન કરતાં તરત સુધારી અને જેટલી દૃઢતાથી અસલ સુધારે પકડ્યા હતા તેટલીજ દઢતાથી ખરે માર્ગ ગ્રહણ કર્યો. ખરી વિદ્વત્તાનું, ખરા જ્ઞાનનું, ને ખરી દેશ દાજનું એજ સુલક્ષણ છે. સિદ્ધ રીતે હાલ એમ સમજી શકાય છે કે ધર્મનું સ્વરૂપ ન સમજવાને લીધેજ અસલના સુધારકો આડે માર્ગે ગયા અને લેકામાં જોઈએ તેવાં પરિણામ પેદા કરી શક્યા નહિ. તેમનો ધર્મ કેવલ ક્ષણિક સુખ ઉપર દૃષ્ટિ રાખતો હતા તેથી તેમના સુધારા પણ તેવાજ ક્ષણિક અને ખેદકારક નીવડયા !! ધર્મ અને નીતિ અથવા સુધારે એ બે વચ્ચેના આ દઢ સંબધ અમે વારંવાર પ્રતિપાદન કરેલો છે અને જુના સુધારકામાંના અમારા પ્રિય કવિ આ સંબંધ સારી રીતે સમજી શક્યા હતા એમ કહેવાની અમને પુરે પુરી હીંમત છે. ધર્મ એ નિત્ય છે, જે માણસને મેટામાં મોટું જે સુખ મલી શકે તેનું સ્થાન છે; ને નીતિ કેવલ તે સુખને પામવાનો રસ્તો છે. જે લેકે સાધારણ વાતાને મહાસુખરૂપ માને છે તેની નીતિ પણ તેવીજ ઘટે છે, ને જે પરમ બ્રહ્મરૂપ તત્વને સુખથી લહે છે તેની દૈવી ગતિ પણ આરજ નીવડે છે ! કવિ આ વાત ખુબ સમજ્યા હતા અને તેથી જ પોતાના કરેલા સુધારાની ભૂલ તેમણે દીઠી હતી. પાકી મદઇ, પાકી વિદ્વત્તાને દઢતા એનું જ નામ કે એકવાર જે ભુલ થઇ તે પાછી સુધારી; ને એટલાજ માટે કવિની મહત્તામાં અમારી દૃષ્ટિએ તે ઘણો સારો વધારો થયો છે. જે લોકોએ કવિને sanan Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 10850