પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૨૭૨ સુદશન ગદ્યાવલિ, કહેવાતી હોય તો તેવા મતને ટેકો પણ આ ભાવનાને મળે છે. બુદ્ધિથી પણ તે વાત સિદ્ધ થઈ શકે એવી છે. યુધિષ્ઠિર કે અશાક જેવાં સામ્રાજ્ય એ ભાવનાએજ ભેગવાવ્યાં છે, વ્યવહાર અને પરમાર્થને એક સાથેજ નિર્વાહ કરવાને કૃષ્ણાદિ મહામાઓએ સૂચવેલા માર્ગ એ ભાવનામાંથી નીકળે છે, અને નાત, જાત, દેશ, ગામ, ઈત્યાદિ બાહ્યભેદ છતાં, વર્ણ જાતિ, આદિ વિભાગ છતાં, સમગ્ર પ્રજાએ ઈતિહાસમાં અનેક પ્રસંગે જે ઐકય દર્શાવ્યું છે તે એ ભાવનામાંથી આવ્યું છે. શિબિ જેવા રાજાઓએ દાનમાં સ્વશરીરનું માંસ કાપી આપતાં ઉચાયું નથી, હરિશ્ચંદ્ર જેવા મહામાએ પ્રતિજ્ઞાભંગ ન થવા દેવા અનેક દુઃસહ વિટંબના વેડી છે, રામ જેવા પવિત્ર રાજમણિએ આ માથી અભિન્ન એવી પત્નીનો પણ વિયાગ સહ્યા છે, અર્વાચીન સમયમાં ક્ષત્રિય, રજપૂતો, દેશ માટે, બ્રાહ્મણ માટે, ગાય માટે, ધર્મ માટે સર્વ ત્યજી રણમાં પડ્યા છે, શિવાજીની પછવાડે, અનેક મરેઠાઓએ પ્રાણ આપી આર્ય એ નામની રક્ષા કરી છે, તે બધે પ્રતાપ પ્રાચીન આય ભાવનાનેજ છે એમ માર માનવું છે. પ્રાચીન ભાવના તે કઈ અને કેવી એ પ્રશ્ન આ દેકાણે થશેજ. અને ભાષણક્તએ ધ. મનો સુધારો કરવાની જે વાત કહી છે તેનો વિચાર કરવામાંથી હું આપને આ ભાવનાના સ્વરૂપને પશુ વિચાર બતાવી શકીશ. જેને અત્યાર સુધી પરંપરા ચાલી આવેલું" લેખકની પ્રકૃતિને મળેલું વલન, ઐતિહાસિક ભાવના, ચેતનને મળેલું વલન, એ વગેરે નામેથી આપને સમજાવવા મેં યત્ન કર્યો છે તે વાતનેજ આપણે ધર્મ એવું નામ આપીએ તો પણ ચાલશે. અને ભાવણકર્તાએ ધમની જે વ્યાખ્યા કરીને ધર્મ તથા વ્યવહારને જુદા પાડી બતાવ્યા છે તે વ્યાખ્યા અને તે વિભાગ યથાર્થ નથી એમ પણ હવે આપણને સહજે સમજાશે. “ઇશ્વર પ્રતિ આપણું કર્તવ્ય અને એક બીજાની પતિનું આપણું કર્તવ્ય ’ તે ધર્મ એમ ભાષણકર્તા કહે છે અને ઘરમાં જે કર્તવ્ય, વિવાહ, પરદેશગમન ઈ-યાદિ પરત્વે જે કર્તવ્ય, તેને આ ધર્મની બહાર એટલે વ્યવહારમાં તેઓ ગણે છે. આમાં પ્રથમે એટલું સ્પષ્ટ જણાય છે કે ધર્મ અને વ્યવહારના જે આ રીતે વિભાગ કર્યો છે તે યથાર્થ નથી કેમકે એક બીજાની પ્રતિનું કર્તવ્ય તે જ્યારે ધર્મમાં ગણાય ત્યારે વિવાહ, ગૃહસંસાર, પરદેશગમન, ઈત્યાદિ વાતો એક બીજા પ્રતિના કર્તવ્યની બહાર જતી નથી, અને ધર્મમાં વિવાહ વગેરે વાતનો સમાસ થતો નથી એમ માની શકાતું નથી. ભાપણુર્તાના પિતાના કહેવા પ્રમાણેજ ધર્મની બહાર કઈ વાત જઈ શક્તા નથી, વ્યવહાર પરમાર્થ સર્વનું ધારણ ધર્મ છે એમજ સિદ્ધ થાય છે, અને તેજ ખરી વાત છે. ભાષણકતો ધર્મની જે વ્યાખ્યા આપે છે કે ઈશ્વરપ્રતિ અને પરસ્પરપ્રતિ આપણ કર્તવ્ય તે ધર્મ એ વ્યાખ્યા ઠીક છે, એમાં મુખ્ય વાત * કર્તવ્ય ’ એટલીજ જણાય છે, અને આપણ” જે * કર્તવ્ય ” પછી તે ઈશ્વર પ્રતિ, માણસ પ્રતિ, આપણુ પાતા પ્રતિ, જગત પ્રતિ, કે જનાવર પ્રતિ, પણ જે એકંદર “ કર્તવ્યની ભાવના” તેજ ધર્મ એમ એ લક્ષણમાંથી પણ નીકળી શકે છે. જેમ સુધાર એટલે શું તે વાત ભાવક્તએ સ્પષ્ટ. હી નથી તેમ કતવ્ય એટલે શું તે પણ સ્પષ્ટ કરી નથી, અને વિવાહ, વિદેશગમન આદિ વાતોને ધર્મની બહાર રાખવાના યેન કરીને પુનર્લગ્ન, વીલાયત જવું, એ આદિ વાર્તામાં ધમનો બાધ ન આવે, ને જે સુધારે કહેવાય છે તે સુધારે થાય, એવા ધ્વનિ કરી બતાવ્યા છે. પરંતુ સુધારાના આ ૬ મેં આપને કરી બતાવ્યું કે જે પ્રકારે મંડલની એકતા વધે ના તેથી કાર્યસાધકશક્તિ વધે તે સુધારે, તેમ ક્ત ના પણ અર્થે હું આપને કહી બતાવું તે andhi Her TOP Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 22850