પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 નવીન અને પ્રાચીન, ૩૭૭ એજ કહે છે કે એવા પ્રસંગોને અપવાદ રૂપ માની દયાથી તેની ઉપેક્ષા રાખવીઃ નવીનતા તેમને નિયમ રૂપ કરી લેઈ વિધેય કોટિમાં આણવા યત્ન કરે છે; આમાંથી વિરોધ ઉદ્ભવે છે, બાકી જનસમાજની કોઈ પણ વ્યક્તિના દુ:ખથી નવીનતા કરતાં પ્રાચીનતાને ઓછો આ ઘાત છે એમ નથી. | અને ધર્મના વિષયમાં પણ પ્રાચીનતા અને નવીનતાનો વિરોધ જેવો માનવામાં આવે છે તેવું નથી. જે પૂર્ણતા, દયા, દીનતા, એકતા સર્વ ધર્મને ઈટ છે તેજ ઉભયેને ઈષ્ટ છે; અભેદ, પ્રેમ, બ્રહ્મ આદિ નામ પ્રાચીનતાએ તેને જ આયાં છે; નવીનતાએ પણ બ્રહ્મ, ઇશ્વર, આદિ નામ તેનેજ આપેલાં દીસે છે. તેજ જીવનમાત્રનું સાધ્ય છે, જીવન તે સાધ્યને અર્થજ છે. પણ આટલેથી પ્રાચીનતા અને નવીનતા જુદાં પડે છે. નવીનતા પુનઃ પિતાના મૂલ સ્વરૂપ ઉપર જઈ બાહ્યમાત્ર ઉપર વધારે લક્ષ આપે છે, પ્રાચીનતા પિતાના મૂલ સ્વરૂપ ઉપર જઈ આંતરને વળગી રહે છે. પ્રાચીનતા કહે છે કે અધિકારોનુસાર ક્રમે ક્રમે ઉપદેશથી, આચારથી, નિયમથી, અંત ઉપર આવે; નવીનતા કહે છે કે એ બધા મિયા આડંબર અને સ્વાર્થ છે, એકાએક ઈશ્વરનું સ્મરણ, ભજન, કરવાથી મુક્તિ હસ્તગત છે. નીતિ, દયા, દીનતા, આદિને ઉભયે સ્વીકારે છે ને પૂજ્ય ગણે છે; પણ પ્રાચીનના જે વ્રત, કર્મ, ઉપાસના. ભક્તિ, શ્રવણ, મનન આદિના અનાદિ કાલથી સાનુભવ ઉપયોગી ઠરેલા માર્ગ છે તેને પ્રમાણુ ગણે છે, નવીનતા તે સર્વને અયોગ્ય અને વ્યર્થ કહી ઈશ્વરપ્રાર્થના અને નીતિમત્તામાંજ સર્વસ્વ માને છે. પ્રાચીનતા નીતિ, પ્રાર્થના, સર્વને ઉપયોગી ક્રમ રૂપ કહે છે, એ પણ એક અધિકાર છે એમ સ્વીકારે છે, પણ નવીનતા એટલે એજ એકજ માર્ગ છે, બીજા બેટા છે એ આગ્રહ ચઢે છે. “ અહં બ્રહ્માસ્મિ' કહેવાથી જેમ સમય અભેદનો અનુભવ થતો નથી કે ઉન્નત જીવન આવતું નથી, તેમ નીતિના નામમાત્રથી અને ઈશ્વરના ભજનથી પણ સર્વ સિદ્ધ થઈ જતું નથી. જેવા જેવો અધિકાર તેવી તેવી પ્રક્રિયા યાજતે યાજતે છેવટનું ફલ સિદ્ધ થાય છે; અને સર્વત્ર શ્રદ્ધાપૂર્વક આગ્રહજ કામ કરે છે; પરંતુ કેવલ ઇશ્વરભજન એજ એક માર્ગે સર્વને માટે છે એ દુરાગ્રહુંજ છે. શાસ્ત્રો અને પ્રાચીન મહાપુનાં વચનની પ્રમાણુતા વિષે પણ પ્રાચીનતા અને નવીનતાને વારંવાર વિરેાધ પડે છે. પ્રાચીનતા જે ભાવનાને જીવનના સાધ્યરૂપ માને છે, તે ભાવનાનો પૂરાવો જ્યાંથી મળે ત્યાંથી લે છે, અને પ્રાચીન કાલથી પૂજ્ય થયેલાં જે વચનો પોતાના સમજવામાં તત્કાલ ન આવે તેને વિચાર કરવા થોભે છે; નવીનતા પ્રાચીન વચનને “હુ આગ્રહ કરતી નથી, મળી આવે તો પ્રયોજે છે, ન સમજાય તેને સ્વાર્થ ઇત્યાદિ નામ આપી દૂર મૂકે છે, અને ઘણી વાર “ જૂના શીશામાં ના દારુ પણ ભરી લે છે ” અર્થાત જૂનાં વચનને પોતાની રુચિ અનુસાર અર્થ ઉપજાવી લે છે. પ્રાચીનતાને તે અધિકારાનુસાર વિવેક કરવાના છે, એટલે ઈતિહાસ અને શાસ્ત્રમાં વિચારપૂર્વક જે ટંકાયુ છે તેને તેલ કરી, પતાની બુદ્ધિને તેમાં પ્રવેશાવવી છે; નવીનતાને અધિકારની અપેક્ષા નથી, તુરતજ બધી વાત બંધ બેસતી કરવી છે, એટલે પિતાની બુદ્ધિને પ્રાચીન ઉકિતઓમાં પ્રવેશાવવાને સ્થાને તે ઉક્તિઓના ઉપર પિતાની બુદ્ધિને સ્થાપવી છે. પ્રાચીનતા હદય, દીનતા, પ્રેમ, અને તે દ્વારા જ્ઞાન તથા જ્ઞાનને વિસ્તાર ઇચ્છે છે, નવીનતા બુદ્ધિ, સ્વતરવ, અભિમાન તેનાથી જ્ઞાન અને જ્ઞાનને વિસ્તાર કરવા ધારે છે છતાં ઉભયેનું સાથ ભિન્ન નથી. પ્રાચીનતા અને નવીનતા anahi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 29/50