પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 વસંત, ૩૫ વસંત. ( ૮૨ ) મધુ માસનો આરંભ થવાનાં સુચિન્હ જણાય છે. શીત ઋતુની કઠોરતા તજી મધુર મધુર તાપથી સહજ ફીકાશ પર આવી પીળું પડતું વસંત લક્ષ્મીનું વેદન, તથા વૃક્ષલતા વન કુંજના પ્રyલ પત્ર પુજથી વૃદ્ધિ પામી વિપુલ થયેલું વસંત શોભાનું શરીર મંદ પવનના સમાર'. ભથી શિથિલ થયેલી માધવી ગતિ રૂતુરાજ મધુમાસને પ્રસવ સૂચવે છે ! શીત અને ઉષ્ણુ કાલ મથેના સમકાલ પશુ પક્ષી, મનુષ્ય વગેરે સૃષ્ટિને શા આનંદ પેદા કરે છે ! પાકેલી શેરડીના કાળા રાતા દંડની કમાન ઉપર બાંધેલી ગુણગુણાટ કરતા મત્ત મધુકરની પણછે વૃક્ષના નુતન પલ્લવ રૂપ બાણુ ચઢાવતા માથે શાન્ત ચંદ્રપ્રભા વિલાસ વડે પોતાનું પ્રચંડ સાહસ પ્રકાશ લલિતલલનાકુલવદન કમલને અનુસંધાન કરતા મહાલતે, નાચતા, આનંદ વતવત રતિ પતિ પણ સહજ આવી પહોંચે છે. ધન્ય છે આર્ય ભૂમિ ! તારાં બાલક જ વિવિધ આનંદ સુખ પ્રતિ બાર માસે બાવીસ વખત લે છે ! અથવા ક્યાં કેવલ શીતલતામાં કરી રહેલા મંદ મતિ જડરતિ દેશ ! કે ક્યાં કેવલ પ્રચંડ રવિ કિરણદંડથી દુ:સહુ દુ:ખે બળી રહેલા શિથિલ પ્રદેશ ! ઉભય રસ સહજ અનુભવતાં કેમલ હૃદયરસ પીતાં તારાં બાલક કે તુજ સુખી કરે ! ને તેમાં પણ તુ રાજ વસંત સંતને પણ અનંત દિગત દેખાડે એમાં શી નવાઈ ! ! એ ઋતુરાજને કાણુ કેમ વધાવશે ? કેમ મલશે ? આર્ય ભૂમિ ! તારાં બાલકાએ એ પ્રસંગ વ્યર્થ જવા દીધા નથી. આ વખતનો તેમણે યથાર્થ ઉપયોગ કર્યો છે. પુરૂષને મેક્ષ માર્ગ સુધી પહોચાડનાર ઉત્તરાયન સમયમાં યજ્ઞયાગાદિક સમૃદ્ધિ સંપાદન કરી ધર્મરત પુરૂ પુણ્ય સંપાદન કરે છે; અર્થ કામની પ્રાપ્તિ આ સંસારમાં પણ સાધે છે, કામ માત્રના પ્રાદમાં પડેલા પણુ આ વખતનો ઉપયોગ કર્યા વિના રહેતા નથી. ઋતુ રાજને વધાવવા માટે તે લેક નવાં પુષ્પ પલવાદિક ભેગાં કરી લાવે છે ને વસંતના સુહૃદ કામદેવની મૂર્તિ બનાવી અખંડ પ્રમના વિજયાર્થે તે પુષ્પાદિ વડે તેની સપ્રેમ પૂજા સજોડે કરે છે. તે પછી યજ્ઞ યાગાદિક યથાશક્તિ કરી સર્વ આનંદમાં નિમગ્ન થાય છે. કામમૂર્તિનું વિસર્જન થતા સુધી યુવાવસ્થા રૂઢ દંપતિ પોતાના સમાન મિત્ર વર્ગ સાથે અબીર, ગુલાલ, કેશર વગેરેથી અન્ય રમી વિનાદ કરીને પૂજાસમારંભને સવિશેષ શોભાવે છે. e પણ અહીં પરિવર્ત ! આર્ય ભૂમિ ! તારાં બાલક આર્ય મટીને જેમ જેમ અનાર્ય થતાં ગયાં, જેમ નિર્ધન થતાં ગયાં, જેમ ધર્મહીન થતાં ગયાં તેમ તેમ કામ મૂતિ ને બદલે કચરાની બીભત્સ મૂર્તિ આવી બેઠી. અબીર, ગુલાલ બદલે રરતાની ધૂલ ઉડવા લાગી કેશર કિંશુકને બદલે ખાલકુંડી ખુલ્લી મુકવા માંડી, સાંજ પથે યજ્ઞને બદલે મારા મારી કરી આણેલાં લાકડાંના ભડકા ઉડવા લાગ્યા તથા સર્વ સમારંભમાં આનંદ યુક્ત મદનત્તેજક શુંગારમય પ્રમગાનને બદલે કેવલ બીભત્સ તથા અધર્મ યુક્ત ભાષણનો પ્રચાર પ્રચંડ રીતે જાગૃત થઈ રહા !! કોઈ કહે છે કે મૂલની યજ્ઞ વેદીમાં કોઈ સ્ત્રી બલી મુવેલી તે સતી મનાઈ ગઈ તેથી તેની પૂજા કરવા માટે સાંજ પડતાં લાકડાં સળગાવે છે ! ! એમ હોય તો અસ્તુ ! પણ અમે તો બીભત્સ ગીત અને ધમાધમે બળેલાં લાકડામાં આ વાતનો અંશ પણ જોઈ શકતા નથી ! આવા સમારંભ છે તે કાંઈ વેદવિહિત થાડા જ છે. તથાપિ પણ દેશ Gandhi Heri tage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 45/50