પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૪૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ૪૨૨ સુદર્શન ગઘાવલિ, વૃત્તિ ભંગ થતાં, શારીરિક દુ:ખ પેદા થઇને આખે જન્મારો વ્યર્થ થઈ પડે છે. આ તો મન અને શરીર ઉપરની અસર થઈ, પણ તેજ વિદ્રાને સુખપર પણ આ રીવાજની અને સર એમ બતાવે છે કે, ઘણી સતેજ મૈતવૃત્તિથી એકજ વસ્તુ પ્રાપ્ત કરવા તરફ મંડેલું મન બે ચાર વર્ષે તે વરતુ પ્રાપ્ત થઈ કે તરત ટાટું પડી જાય છે. આ વસ્તુ મારીજ થઈ એમ જાણ્યા પછી તે ઉલટા તે વસ્તુમાંના દોષ નજરે ચઢવા માંડી, સાધારણુ જનસ્વભાવનાં નિયમ પ્રમાણે જુની વાતનો કંટાળા થવા લાગે છે. ત્રીજી વાત અમે એ ઉમેરીશું કે, નીતિના નિયમે પણ આવા રીવાજથી પુરેપુરા સચવાતા નથી. આવી રીતિની ખામીઓ સાથે એવા પણ દાખલા ઘણુ મળી આવશે કે એ રીવાજવડે હજાર જણ સુખી પણ થયાં છે. અર્થાત અમે એમ નથી કહેવા માગતા કે એ રીવાજ ખેટજ છે ને આપણો છે તેજ ખરે છે. પણ મુકાબલે જોતાં એમાં આટલાં દૂષણ છે; જેથી ઉલટાં આપણામાં ભૂષણ છે. માબાપની મતિથી લગ્ન થવામાં પ્રથમ તે એજ લાભ કે, કાચા અનુભવવા જવાનું મન બાહ્યાકૃતિ વગેરે ગમે તેવા ક્ષણિક આકર્ષણથી ખેંચાઈ આખા ભવ સુધી સંબંધ કરવા જતું હોય, તેમાં પક્વ અનુભવની મદદથી ભુલ ઓછી ખાય. માબાપ લગ્ન ગેટવે એટલે વય કાંઇક નાનું હોય ખરું, પણ તેટલે વયે લગ્ન થવાથી પતિપત્નીભાવ પેદા થઈ ધીમે ધીમે એક એકની વૃત્તિને અનુરૂલ થવાની ઉભય તરફથી મરજી થતાં, પરિણામે પ્રેમમય સાહચર્ય ઉભું થઈ આવે છે. પ્રથમને મેહ ખર્ચાઈ જવાથી નિર્વાદનો પ્રસંગજ આવા સંબંધમાં નથી. સરેરાશે સરખાવીએ તે પ્રથમ કહેલી રૂઢિથી જોડાયેલાં સે જેડાંમાં જેટલાં કલેશ તથા દુ:ખને અધીન નિકળશે, તે કરતાં આ બીજી કહી તે રૂઢિથી જોડાયેલાં તેટલાંજ જેડાંમાં ઓછાં નીકળશે. આમ પરિણામ લાવવામાં આપણા ધર્મનું બંધન-જેવડે લગ્ન છુટાં થઈ શકતાં નથી તથા સ્ત્રીપુરૂષ ઉભય મળી એકજ મનુય મનાય છે–તે પણ મુખ્ય કારણ સમજવું. વેહેલાં લગ્ન થવાથી પ્રજા નિર્બલ થાય વગેરે જે કહેવું છે તે ફક્ત કેાઈ કોઈ પ્રસંગમાંજ ખરૂં છે. લગ્ન વેહેલાં થાય છે ખરાં, પણ સ્ત્રી પુરૂષને સાથે રહેવાનો પ્રસંગ ધારવામાં આવે છે તેટલો વહેલો આવતા નથી એ સર્વ હિંદુ ગૃહસ્થાને તેમજ સ્ત્રીઓને ખબર હશેજ. પર વહેલાં લગ્ન થવાથી મરણને પ્રસંગે કદાપિ વિધવાઓની સંખ્યા વધવાનું ભય રહે, તો તે વિષે પણ અમારું તો એવું મત છે કે, કેવલ બાલલગ્નના સબબથીજ થયેલી વિધવાની સંખ્યા એટલી થાડી મળી આવશે કે તે નહિ જેવી લેખાય. વિધવાની અવસ્થા ગમે તેવા પ્રસંગમાં પણ થઈ આવે છે. અત્યાર સુધી બાળલગ્નનો વિચાર કરતાં આપણે સ્ત્રી નાની હોય તે તરફ મુખ્ય દષ્ટિ રાખતા હતા, પણ બાલ લગ્નને જ્યારે વૈધવ્યનું કારણ ઠરાવવું હોય ત્યારે તે બાલક કે અતિ વૃદ્ધ પુરષ તરફ વિશેષ દૃષ્ટિ દેવી જોઇએ. પુરૂષ નાના કે અતિશય મહાટા અને સ્ત્રી માટી કે અતિશય નાની આવાં લગ્ન આખા હિંદુસ્તાનમાં હજારે એક પણું ભાગ્યે થતાં હશે. આમ છે ત્યારે, બાલલગ્નજ વૈધવ્યનું મુખ્ય કારણ કેમ કહી શકાય ? વિધવાઓ હિંદુરતાનમાં ઘણી છે એમ જે કહેવું થાય છે તેમાં પણ વિચાર કરવાનું છે. જેને કરી પરણાવી સધવા કરી શકાય એવી કેટલી છે, તે જોઈશું તો આટલા મોટા ભરતખંડની બહાળી હિંદુવતિમાં સમુદ્રમાં ટીપા જેવી તે સંખ્યા જણાશે. આમાં પણ કેટલી વિધવાઓ હિંદુશાસ્ત્રોમાં કહેલે પિતાને ખરે ધર્મ પાળતી હશે અને કેટલી પરણીને પાતકી થવા ખુશી ૧ નિરંતર સાથે રહેવું તે. ૨ કંટાળે. Gandhi Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal |Fundamental Works: સુદર્શન ગધાવલી 22850