પૃષ્ઠ:Sudarshan Gadyavali.pdf/૫૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

2019/4/28 ‘ચા પ્રકારની કેળવણી. ઉંચા પ્રકારની કેળવણી (૧૦૩) આજ કેટલાંક વર્ષ થયાં ઉંચા પ્રકારની એટલે હાઈસ્કુલ અને કોલેજમાં હાલ અપાય છે તે કેળવણી ઉપર સરકાર અને સરકારના વિચારને અનુસરનાર જનોનો કટાક્ષ ચાલે છે. એ કેળવણીથી, દેશીઓને લાભ નથી, એ કેળવણી લીધેલા જન કેવલ નોકરીજ શોધે છે અને બીજા ધંધાને લાયક રહેતા નથી, નોકરી ન મળે તો વર્તમાનપત્ર આદિ લખાણ કરે છે કે કાન્ચેસ જેવાં મંડલમાં ભાગ લેઇ દેશની અંદર અસંતોષ ફેલાવે છે, એ આદિ આપે એ કેળવણી ઉપર મૂકવામાં આવે છે. અને એ કેળવણી પાછળ ખર્ચાતા પૈસા સરકાર જે આ દેશના ધંધા રોજગારને ઉત્તેજન આપવાની કેળવણીમાં ખર્ચ તે દેશમાં ઉદ્યાગ વધે ને દેશની સમૃદ્ધિ તાજી થઈ ઘણુ લોકોની રોજી ચાલે એવી દલીલ ઉંચી કેળવણીમાં થતા ખર્ચને અટકાવી બીજે રસ્તે લઈ જવા માટે કરવામાં આવે છે. અને આવી દલીલમાં કાંઇ વાસ્તવિક સાર નથી એમ સહજે સિદ્ધ કરી શકાય તેવું છે. હવણાં પાલમેંટમાં હિંદુસ્તાનની સરકારનું બજેટ મંજુર થવાને પ્રસંગે જે ભાષણો થયાં તેમાં કેળવણીના વિષયનું પણ એક ભાષણ હતું, અને તેના મુખ્ય સાર અત્ર ધંધારોજગારની કેળવણી વિષે કહેવામાં આવ્યું તેવીજ મતલબનો હતો. એ ભાષણ કરનાર સર મંચુરજી ભાવનગરી હતા. એ ભાષણના ઉતરમાં પાર્લામેટના એક સભાસદ મી. સાઉટરે જે અતિ ઉપયોગી વિચારો દર્શાવ્યા છે તે નોંધી રાખવા જોગ જાણી તેના સાર અત્ર આપીએ છીએ. એ વિચારને મળતાજ વિચાર આપણી હાઈકોર્ટના માજી જજજ સર જોન જાર્ડને પણ ઍટલેંડના એક પત્રમાં પ્રસિદ્ધ કરેલા છે. હિંદુસ્તાનમાંની ઉચી કેળવણી ઉપરના પ્રહાર ઘણું કરીને, શાળાની મોસમમાં મુસાફરીએ નીકળેલા અત્રના ગૃહસ્થામાંના કેટલાક અને એંગ્લાઈડિઅન તરફથી સંભળાય છે; પણ આ એક દેશીજ પોતાની જાત ઉપર હુમલો કરે છે, અને જે નીસરણીથી પોતે કીર્તિ સંપાદન કરવા સુધી ચઢી શકયા તેનેજ લાત મારી ગગડાવી પાડે છે એ નવાઈ જેવું છે. છતાં પ્રત્યેકને પોતાનો મત ધરાવવાને હક છે. હું માનું છું કે હિંદુસ્તાનનાં ધંધા રોજગાર સંબંધી સાધનો ઘણો વધારી સુધારી શકાય એમ છે, તેમજ હિંદુઓને ધંધા રોજગારની મજુરીનાં કંટાળા છે એ વાત પણ ખરી છે. આવાં કારણોથી ઉધાગ ઘટવાને લીધે દેશ નિર્ધન થાય છે. એમાં પણ વિવાદ નથી. પણ આટલે સ્વીકાર કર્યા છતાં જે રીતે આ સ્થિતિ સુધારવાનું સર ભાવનગરી કહે છે તે રીતિને હુ મળતા આવતા નથી. હિંદુસ્તાનમાં પરદેશથી આવક વધારે થાય તે તેટલું તે દેશ પિતામાંથી પેદા કરી પરદેશ મોકલતે હશે એમાં વ્યાપારની વૃદ્ધિ થતી હશે એટલે પરદેશની આવક એકલીના આંકડા જોઈને ભય પામવાનું કારણ નથી. વળી તનની મહેનતથી કંટાલનારા લોકો તે મહાટાં શહેરોમાંજ રહે છે, ગામડાના ખેડુતોને કાળી લોકો તે રાત દિવસ મજુરી કર્યા જ કરે છે, એટલે એ વાત ઉપર પણ બહુ ભાર દેવા જેવું નથી. મજુરી અને મહેનત તે છે, પણ તે સારે માર્ગે વળે, વધારે ઉત્પાદક થાય, એ અર્થ એ મહેનતને ઉત્તેજિત કરનાર જે ઊંચે વર્ગ તે મહેનતું ન હોવાથી, અલગ રહે છે, અને મહેનત મજુરીનું જોઇએ તેવું કુલ થતુ’ નથી. આ બધી વાત ખરી છે, પણ હું એમ પૂછું છું કે Janani Heritage Porta 2019 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સુદર્શન ગધાવલી 49/50